દેશમાં શ્રેણીબદ્ધ બૉંબ ધડાકા કરવાના કાવતરાનો પર્દાફાશ

NIAએ બુધવારે આઈએસઆઈએસ મૉડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. NIAએ સવારથી જ દેશના વિવિધ સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી અને 16 લોકોની અટકાયત કરી. પૂછપરછ બાદ આમાંથી 10 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આરોપીઓ દેશમાં અનેક સ્થળોએ શ્રેણીબદ્ધ બૉંબ ધડાકા કરવાનુ કાવતરું રચી રહ્યા હતાં. ઝડપાયેલા આરોપીઓ પાસેથી ભારે પ્રમાણમાં વિસ્ફોટક, દેશી લૉંચર અને હથિયાર […]

દેશમાં શ્રેણીબદ્ધ બૉંબ ધડાકા કરવાના કાવતરાનો પર્દાફાશ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2018 | 12:17 PM

NIAએ બુધવારે આઈએસઆઈએસ મૉડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. NIAએ સવારથી જ દેશના વિવિધ સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી અને 16 લોકોની અટકાયત કરી. પૂછપરછ બાદ આમાંથી 10 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આરોપીઓ દેશમાં અનેક સ્થળોએ શ્રેણીબદ્ધ બૉંબ ધડાકા કરવાનુ કાવતરું રચી રહ્યા હતાં.

ઝડપાયેલા આરોપીઓ પાસેથી ભારે પ્રમાણમાં વિસ્ફોટક, દેશી લૉંચર અને હથિયાર ઉપરાંત 100 મોબાઇલ ફોન, 135 સિમ કાર્ડ તથા સાડા સાત લાખ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવ્યા છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

એનઆઈએના આઈજી અને પ્રવક્તા આલોક મિત્તલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આરોપીઓ આત્મઘાતી હુમલા કરવાની તૈયારી કરી રહ્યા હતાં. આરોપીઓએ બૉંબ બનાવવા માટેનો ઘણો સામાન ભેગો કરી લીધો હતો. તમામ આરોપીઓ 20થી 30 વર્ષની ઉંમરના છે. આ ગ્રુપનો મુખ્ય સાગરીત મુફ્તી સોહેલ છે.

મિત્તલે જણાવ્યું કે જે મૉડ્યુલનો પર્દાફાશ થયો છે, તે ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ સીરિયા (આઈએસઆઈએસ)થી પ્રેરિત હતું કે જે ઘણા સ્થળોએ વિસ્ફોટ કરવાનો પ્લાન કરી રહ્યુ હતું.

આ પહેલા એનઆઈએએ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 17 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા કે જેમાં પાંચ લોકો દિલ્હી અને પાંચ લોકો ઉત્તર પ્રદેશમાંથી ઝડપાયા. એનઆઈએની આ કાર્યવાહીમાં દિલ્હી અને યૂપી પોલીસ પણ જોડાઈ. એનઆઈએ પ્રવક્તા મિત્તલે જણાવ્યું કે આરોપીઓના નિશાને ભીડભાડ વાળા વિસ્તારો ઉપરાંત કેટલીક રાજકીય હસ્તીઓ અને અન્ય લોકો પણ હતાં.

મિત્તલે જણાવ્યું કે આરોપીઓ આત્મઘાત હુમલા કરવા માંગતા હતાં. આ આરોપીઓ મોટાભાગે રિમોટ કંટ્રોલથી જ ધડાકો કરવાની તૈયારી કરી રહ્યા હતાં. આ સંગઠન પોતે જ પૈસાની વ્યવસ્થા કરી રહ્યુ હતું. આ ગ્રુપના એક સભ્યે પોતાના ઘરમાંથી સોનું ચોરી કરી વેચ્યું અને તેનાથી તમામ સામાન ખરીદ્યો. જોકે આ લોકો વિદેશમાં બેઠેલા એક હૅંડલરના સંપર્કમાં હતાં. સંપર્ક માટે આરોપીઓ સોશિયલ મીડિયા જેવી એપનો ઉપયોગ કરતા હતા. આરોપીઓ પાસેથી બૅટરી, સલ્ફર, પોટેશિયમ નાઇટ્રેટ, પાઇપ્સ, 150 રાઉંડ ગોળીઓ, 8 પિસ્તોલ અને બૉંબ બનાવવા માટેનો સામાન જપ્ત કરાયો છે.

[yop_poll id=352]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">