AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહાદેવ બેટિંગ કેસ મામલે મોટો ખુલાસો ! ભૂપેશ બઘેલ લીધા હતા 508 કરોડ રૂપિયા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDની ચાર્જશીટમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નામનો ઉલ્લેખ છે. જોકે આમાં ભૂપેશ બઘેલ સહિત ચાર્જશીટમાં શુભમ સોની, અમિત કુમાર અગ્રવાલ, રોહિત ગુલાટી, ભીમ સિંહ અને અસીમ દાસના નામ સામેલ છે. ત્યારે હવે ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ વધી શકે છે.

મહાદેવ બેટિંગ કેસ મામલે મોટો ખુલાસો ! ભૂપેશ બઘેલ લીધા હતા 508 કરોડ રૂપિયા
Mahadev App case big revelation
| Updated on: Jan 06, 2024 | 1:20 PM
Share

મહાદેવ બેટિંગ એપ કેસમાં મોટો ખુલાસો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDની ચાર્જશીટમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નામનો ઉલ્લેખ છે. જોકે આમાં ભૂપેશ બઘેલ સહિત ચાર્જશીટમાં શુભમ સોની, અમિત કુમાર અગ્રવાલ, રોહિત ગુલાટી, ભીમ સિંહ અને અસીમ દાસના નામ સામેલ છે. ત્યારે હવે ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ વધી શકે છે.

હાલમાં જ ધરપકડ કરાયેલા આરોપી અસીમ દાસના પરિસરમાંથી લગભગ રૂ. 5.39 કરોડ રિકવર કરવામાં આવ્યા છે, જે આ મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર માટે ભારતમાં કુરિયરનું કામ કરતો હતો. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. અસીમ દાસે એજન્સીને જણાવ્યું કે આ નાણાં કોંગ્રેસ નેતા અને છત્તીસગઢના પૂર્વ સીએમ બઘેલને રાજ્યમાં તાજેતરની ચૂંટણી દરમિયાન મોકલવામાં આવ્યા હતા.

ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા

અસીમ દાસની પૂછપરછ મોટો ખુલાસો કર્યો છે કે તેણે રુ. 508 કરોડ રૂપિયા ભૂપેશ બઘેલને આપ્યા છે.ઈડીએ ચાર્જશીટમાં એવું પણ લખ્યું છે કે ધરપકડ દરમિયાન અસીમ દાસે પોતાનું નિવેદન આપ્યું હતું. એજન્સીએ 2 નવેમ્બર 2023 ના રોજ તેને આપ્યું હતું, તેણે તે બાદ તેનું નિવેદન બદલી નાખ્યું. તે દિવસે અસીમ દાસે પોતાના વકીલ સાથે આવેલા એક વ્યક્તિના પ્રભાવ હેઠળ પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું.

તેને પહેલાથી લખેલી સામગ્રી આપવામાં આવી હતી અને તે જ સામગ્રી લખીને તેના પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું, જેથી તે કોર્ટમાં સાબિત થઈ શકે તેને ફાયદો થશે. આ તે નિવેદન હતું જેમાં તેણે કહ્યું હતું કે વસૂલ કરાયેલા પૈસા નેતા ભૂપેશ બઘેલ માટે હવાલા મારફતે આવ્યા હતા.

અસીમનું નિવેદન એકદમ સાચું હતું – ED

EDએ એમ પણ લખ્યું છે કે આસિમે 3 નવેમ્બરે આપેલું નિવેદન એકદમ સાચું હતું, જેમાં તેણે ભૂપેશ બઘેલનું નામ સ્પષ્ટ પણે લીધું હતું. આ સાથે ચાર્જશીટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે દુબઈમાં મહાદેવ એપના પ્રમોટર્સ દ્વારા એક સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડના ઘણા કલાકારોએ ભાગ લીધો હતો. જો કે ચાર્જશીટમાં કોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. દુબઈ સ્થિત મહાદેવ બેટિંગ એપના એક્ઝિક્યુટિવ નીતિશ દિવાનનું નિવેદન પણ ચાર્જશીટમાં નોંધવામાં આવ્યું છે.

પ્રમોટર્સે આઇફાને પણ સ્પોન્સર કર્યું હતું

દીવાને જણાવ્યું કે સટ્ટાબાજીની એપના પ્રમોટર્સે આઈફાને પણ સ્પોન્સર કર્યું હતું. એવું પણ જણાવવામાં આવ્યું હતું કે મહાદેવ બેટિંગ એપની પેટાકંપની દુબઈમાં રેડ્ડી અન્ના બુકના નામે ચાલે છે, જેમાં લગભગ 3200 પેનલ છે, જેની દૈનિક કમાણી લગભગ 40 કરોડ રૂપિયા છે. તેમાં લગભગ 3500 નો સ્ટાફ છે, જેમને 20 અલગ અલગ વિલામાં રાખવામાં આવ્યા છે, જેનો સમગ્ર ખર્ચ મહાદેવ બેટિંગ એપના મેનેજમેન્ટ દ્વારા ઉઠાવવામાં આવે છે.

g clip-path="url(#clip0_868_265)">