LPL: આઈપીએલમાં ફ્લોપ આંદ્રે રસાલે, શ્રીલંકાની એલપીએલમાં 14 બોલમાં જ ફટકાર્યા ફીફટી

વેસ્ટઇન્ડિઝના આન્દ્રે રસેલ ઇન્ડિયન પ્રિમીયર લીગમાં ભલે ચાહકોને નિરાશ કરી ચુક્યો હોય, પરંતુ લંકા પ્રિમીયર લીગમાં તોફાની ઇનીંગ રમી ચુક્યો છે. આ કેરેબિયન બેટસમેને 14 બોલમાં જ 50 રન ફટકારી દીધા હતા. ટી-20 લીગમાં લગાવવામાં આવેલુ આ સૌથી ઝડપી સંયુક્ત અર્ધ શતક નો રેકોર્ડ થયો છે. કોલંબો કિંગ્સ તરફ થી રમવા દરમ્યાન રસેલે ગોલ ગ્લેડીયેટર્સ […]

LPL: આઈપીએલમાં ફ્લોપ આંદ્રે રસાલે, શ્રીલંકાની એલપીએલમાં 14 બોલમાં જ ફટકાર્યા ફીફટી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 29, 2020 | 11:34 AM

વેસ્ટઇન્ડિઝના આન્દ્રે રસેલ ઇન્ડિયન પ્રિમીયર લીગમાં ભલે ચાહકોને નિરાશ કરી ચુક્યો હોય, પરંતુ લંકા પ્રિમીયર લીગમાં તોફાની ઇનીંગ રમી ચુક્યો છે. આ કેરેબિયન બેટસમેને 14 બોલમાં જ 50 રન ફટકારી દીધા હતા. ટી-20 લીગમાં લગાવવામાં આવેલુ આ સૌથી ઝડપી સંયુક્ત અર્ધ શતક નો રેકોર્ડ થયો છે. કોલંબો કિંગ્સ તરફ થી રમવા દરમ્યાન રસેલે ગોલ ગ્લેડીયેટર્સ સામે આ રેકોર્ડ કર્યો છે.

વરસાદથી પ્રભાવિત આ મેચને 20 ઓવરના બદલે માત્ર 5-5 ઓવરની મેચ કરી દેવામાં આવી હતી. પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલ કોલંબો કિંગ્સ તરફ થી આંદ્રે રસેલે ઓપનીંગ કરતા જ ધુંધાઆધાર ફીફટી લગાવી હતી. 19 બોલ રમીને 65 રનની ઇનીંગ રમીને તેમણે સ્કોરને 96 રન સુધી પહોંચાડી દીધો હતો. જવાબમાં ગોલ ગ્લેડિએટર્સની ટીમે 2 વિકેટના નુકશાન પર 62 રન બનાવ્યા હતા. દનસુકા ગુણાથિલકાએ 15 બોલ પર 30 રન બનાવ્યા હતા.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

લંકા પ્રિમીયર લીગમાં કોલંબો કિંગ્સને માટે ઇનીંગની શરુઆત કરવા માટે ઉતરેલા આંદ્રે રસેલે જબરદસ્ત માહોલ કર્યો હતો. 9 ચોગ્ગા અને 4 છગ્ગા તેણે પારી દરમ્યાન લગાવ્યા હતા. 19 બોલનો સામનો કરવા દરમ્યાન માત્ર બે જ બોલ ખાલી ગયા હતા. 3 બોલ પર સીંગલ અને 1 બોલ પરબે રન બનાવ્યા હતા. આ ટી-20 માં બનાવેલી પાંચમી સૌથી ઝડપી ફીફટી છે. 14 બોલમાં ફીફટી આઇપીએલની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલ પણ નોંઘાવી ચુક્યા છે. ટી-20 માં સૌથી પ્રથમ ઝડપી અર્ધશતક નો રેકોર્ડ , ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંઘના નામે છે. 2007 ના ટી-20 વિશ્વકપમાં ઇંગ્લેન્ડ સામે 12 બોલમાં ફીફટી લગાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">