લોકસભા ચૂંટણી 2019: પ્રથમ તબક્કાના પ્રચારના પડઘમ આજે થશે શાંત, 11 એપ્રિલે યોજાશે મતદાન

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 8 સીટો પર ચૂંટણી પ્રચાર મંગળવાર સાંજે 5 વાગ્યાથી બંધ થઈ જશે. પ્રથમ તબક્કામાં 20 રાજ્યોની 91 સીટો પર વોટિંગ થશે.  પ્રથમ તબક્કાના મતદાન પહેલા 91 સીટો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 રેલી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 20 રેલી યોજી હતી. 91 સીટો પર કુલ 1279 ઉમ્મેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. […]

લોકસભા ચૂંટણી 2019: પ્રથમ તબક્કાના પ્રચારના પડઘમ આજે થશે શાંત, 11 એપ્રિલે યોજાશે મતદાન
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 09, 2019 | 6:35 AM

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 8 સીટો પર ચૂંટણી પ્રચાર મંગળવાર સાંજે 5 વાગ્યાથી બંધ થઈ જશે. પ્રથમ તબક્કામાં 20 રાજ્યોની 91 સીટો પર વોટિંગ થશે. 

પ્રથમ તબક્કાના મતદાન પહેલા 91 સીટો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 રેલી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 20 રેલી યોજી હતી. 91 સીટો પર કુલ 1279 ઉમ્મેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. બે દિવસ બાદ 11 એપ્રિલના રોજ દેશની મતદારો 17 મી લોકસભા ચૂંટણી માટે પોતાનો મતદાન કરશે. પ્રથમ તબક્કામા 20 રાજ્યોમાં 91 સીટો પર મતદાન થશે. કુલ 543 સીટોમાંથી 17 ટકા સીટો પર ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં સીલ થઈ જશે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

કયાં રાજ્યોમાં થશે વોટિંગ, કેટલા ઉમેદવારો અને કોણ જીત્યુ હતું અગાઉની ચૂંટણી?

આંદમાન નિકોબાર અહિંયા માત્ર એક લોકસભા સીટ પર મતદાન થશે. જેમા 15 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. અગાઉ આ સીટ પર બીજેપીનો વિજય થયો હતો

આંધ્ર પ્રદેશ – અહીંયા 25 સીટો પર મતદાન થશે. જેમા 319 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. અગાઉ ટીડીપીએ 15, વાયએસઆર કોંગ્રેસે 8 અને ભાજપ 2 સીટ જીત્યુ હતું

અરૂણાચલ પ્રદેશ –  2 સીટો પર મતદાન થશે. જેમા 12 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. અગાઉ કોંગ્રેસ અને બીજેપીએ 1-1 સીટ પર જીત મેળવી હતી.

આસામ–  5 સીટો પર મતદાન થશે. જેમા 41 ઉમેદવારો મેદાનમાં છે. જેમાથી અગાઉ 1 સીટ કોંગ્રેસ અને 4 સીટ ભાજપ જીત્યુ હતું.

બિહાર – 4 સીટો પર મતદાન થશે. જેમા 44 ઉમેદવારો મેદાનમાં છે. જે તમામ 4 સીટો એનડીએ જીત્યુ હતું

છત્તીસગઢ –  1 સીટ પર મતદાન થશે. જ્યાં 7 ઉમેદવારો મેદાનમાં છે. અગાઉ બીજેપી સીટો જીત્યુ હતું.

જમ્મૂ – કાશ્મીર –  2 સીટો પર મતદાન થશે. જ્યા 33 ઉમેદવારો મેદાને છે. જેમાથી 1 સીટ બીજેપી અને 1 પીડીપી જીત્યું હતું,

લક્ષદ્વીપ –  માત્ર 1 સીટ પર મતદાન થશે. જેમા 6 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જે સીટ અગાઉ એનસીપી જીત્યુ હતું.

મહારાષ્ટ્ર –  7 સીટો પર મતદાન થશે. જ્યા 116 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. તમામ 7 સીટો એનડીએ જીત્યુ હતુ જેમા 5 બીજેપી અને 2 શિવસેનાએ વિજય મેળવ્યો હતો

મણિપુર –  1 સીટ પર મતદાન થશે. જેમા 8 ઉમેદવારો મેદાને છે. અગાઉ આ સીટ કોંગ્રેસે જીતી હતી.

મેઘાલય –  2 સીટો પર મતદાન થશે. જેમા 9 ઉમેદવારો મેદાને છે. જેમાથી 1 સીટ કોંગ્રેસ અને 1 એનપીઈપી એ જીત મેળવી હતી.

મિજોરમ –  1 સીટ પર મતદાન થશે. જેમા 6 ઉમેદવારો મેદાને છે. અગાઉ આ સીટ કોંગ્રેસે જીતી હતી. નાગાલેન્ડ – 1 સીટ પર મતદાન થશે. જેમા 4 ઉમેદવારો મેદાને છે. અગાઉ આ સીટ કોંગ્રેસે જીતી હતી.

ઓડિશા –  4 સીટ પર મતદાન થશે. જેમા 26 ઉમેદવારો મેદાને છે. અગાઉ આ સીટો બીજેપી જીતી હતી.

સિક્કિમ –  1 સીટ પર મતદાન થશે. જેમા 11 ઉમેદવારો મેદાને છે. અગાઉ આ સીટ એસડીએફે જીતી હતી.

તેલંગણા –  17 સીટ પર મતદાન થશે. જેમા 443 ઉમેદવારો મેદાને છે. અગાઉ 11 સીટો ટીઆરએસ, 2 સીટ કોંગ્રેસ, 1 બીજેપી, 1 વાયએસઆર, 1 સીટ ટીડીપી અને 1 સીટ આઈએમઆઈએમે જીતી હતી.

ત્રિપુરા –  1 સીટ પર મતદાન થશે. જેમા 13 ઉમેદવારો મેદાને છે. અગાઉ આ સીટ સીપીએમ જીતી હતી.

ઉત્તરપ્રદેશ  – 8 સીટ પર મતદાન થશે. જેમા 96 ઉમેદવારો મેદાને છે. અગાઉ 8 સીટો બીજેપી જીતી હતી.

ઉતરાખંડ –  5 સીટ પર મતદાન થશે. જેમા 52 ઉમેદવારો મેદાને છે. અગાઉ આ સીટો ભાજપે જીતી હતી.

પશ્વિમ બંગાળ –  2 સીટ પર મતદાન થશે. જેમા 18 ઉમેદવારો મેદાને છે. અગાઉ આ સીટો ટીએમએસે જીતી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">