કાશી વિશ્વનાથ કોરિડરના ભૂમિપૂજન બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું, ભોલેનાથ પણ અકડાઈ ગયા હતા, તેમની કોઇએ પણ ચિંતા કરી ન હતી

લોકસભાની ચૂંટણી જાહેર થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન મોદી આજે દેશના સૌખી મોટા રાજ્ય અને ચૂંટણીના સૌથી મહત્વના રાજય ઉત્તર પ્રદેશની મુલાકાત પર છે. જ્યાં મોદીએ પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં વિશેષ પૂજા કરી. વિશેષ પૂજા દરમિયાન પીએમ મોદીની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતાં. PM Narendra Modi […]

કાશી વિશ્વનાથ કોરિડરના ભૂમિપૂજન બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું, ભોલેનાથ પણ અકડાઈ ગયા હતા, તેમની કોઇએ પણ ચિંતા કરી ન હતી
Follow Us:
| Updated on: Mar 08, 2019 | 5:00 AM

લોકસભાની ચૂંટણી જાહેર થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન મોદી આજે દેશના સૌખી મોટા રાજ્ય અને ચૂંટણીના સૌથી મહત્વના રાજય ઉત્તર પ્રદેશની મુલાકાત પર છે. જ્યાં મોદીએ પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં વિશેષ પૂજા કરી. વિશેષ પૂજા દરમિયાન પીએમ મોદીની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતાં.

PM Narendra Modi arrives in #Varanasi, to lay the foundation stone of Kashi Vishwanath Temple Corridor. He will also attend National Women Livelihood Meet 2019. #TV9News

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

PM Narendra Modi arrives in #Varanasi, to lay the foundation stone of Kashi Vishwanath Temple Corridor. He will also attend National Women Livelihood Meet 2019.#TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, ७ मार्च, २०१९

કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ તેમણે કાશી વિશ્વનાથ મંદિર સંપર્ક માર્ગની આધારશીલા રાખી. કોરિડોરના ઉદ્ધાટન બાદ પીએમ મોદીએ ત્યાં હાજર લોકોને સંબોધન કર્યું. પોતાના સંબોધનની શરૂઆત તેમણે હર હર મહાદેવ બોલીને કરી.

વડાપ્રધાન મોદીના સંબોધનની કેટલીક વાતો :

– કદાચ મને ભોલેબાબાએ કહ્યું કે બેટા તું વાતો તો ઘણી કરે છે, અહીં આવીને કામ કરી બતાવો

– યોગીજીની જે ટીમને અહીં કામ માટે લગાવી છે તે પૂરા મનથી કામમાં લાગી છે. હું તેમને ધન્યવાદ આપું છું

– વિશ્વનાથ ધામ એક એવી પરિયોજના છે જે અંગે હું  લાંબા સમયથી વિચારી રહ્યો હતો. સક્રિય રાજકારણમાં આવતા પહેલા હું કાશી ગયો હતો. ત્યારથી મને એવું લાગતું હતું કે મંદિર પરિસર માટે કઈંક કરવું જોઈએ. ભોલેબાબાના આશીર્વાદથી મારું સપનું સાચું પડ્યું.

– ભોલેબાબાની પહેલા કોઈએ આટલી ચિંતા ન કરી, મહાત્મા ગાંધી પણ બાબાની આ હાલત પર ચિંતિત હતાં.

– 2014ની ચૂંટણી દરમિયાન મેં કહ્યું હતું કે હું અહીં આવ્યો નથી, મને બોલાવ્યો છે. કદાચ મને આવા કામો માટે જ બોલાવ્યો હતો.

– અહીં ચારેબાજુ દીવાલોમાં ઘેરાયેલા ભોલેબાબાની મુક્તિનો પર્વ છે.

– હું આ કામ માટે યોગીજીની સરકારનો આભાર માનું છું. તેમણે ખુબ સહયોગ કર્યો છે.

– જો અગાઉ યુપીએ સરકારનો સાથ મળ્યો હોત તો આજે હું તેનું ઉદ્ધાટન કરી રહ્યો હોત.

આ સાથે જ 14 જેટલી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે. જેમાં હિંડન એરબેઝથી ડોમેસ્ટિક ફ્લાઇટ સેવા, શહીદ સ્થળ થી દિલશાદ ગાર્ડન વચ્ચે મેટ્રો સેવાનું લોકાર્પણ પણ વડાપ્રધાન મોદી જ કરશે. તેમજ દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ હાઈસ્પીડ આરઆરટીએસ પરિયોજનાનો શિલાન્યાસ કરશે. છેલ્લા 25 દિવસમાં રાજ્યમાં આ તેમની છઠ્ઠી મુલાકાત છે. ફેબ્રુઆરીમાં ચાર વખત આવ્યાં હતા. છેલ્લી વખત તેઓ 3 માર્ચે અમેઠી આવ્યાં હતા.

ઉત્તર પ્રદેશનું ચૂંટણીની દ્રષ્ટિએ મહત્વ જોતાં ગાઝિયાબાદમાં શિક્ષણ, પેયજળ, સ્વચ્છતા, આવાસ અને સીવરેજ મેનેજમેન્ટ સંલગ્ન અનેક પરિયોજનાઓનું લોકાર્પણ કર્યા બાદ જનસભાને પણ સંબોધશે. જે પછી તેઓ વારાણસી પહોંચશે.

પોતાના મતદાર ક્ષેત્ર વારાણસીમાં પીએમ મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ કાશી વિશ્વનાથ મંદિર સંપર્ક માર્ગની આધારશિલા રાખશે. ત્યારબાદ વડાપ્રધાન દીનદયાળ હસ્તકળા સંકુલમાં રાષ્ટ્રીય મહિલા આજીવિકા સંમેલન 2019માં ભાગ લેશે અને ઉપસ્થિત જનસમૂહને સંબોધિત કરશે.

પીએમ મોદી વારાણસીથી કાનપુર જશે. વડાપ્રધન કાનપુરથી જ વીડિયો લિંક દ્વારા લખનઉ મેટ્રો રેલ પરિયોજનાના બીજા તબક્કા હેઠળ થયેલા નિર્માણ કાર્યનું પણ લોકાર્પણ કરશે.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">