નીતિ આયોગના ઉપાધ્યક્ષને કોંગ્રેસના ‘ન્યાય’ સામે વાંધો ઉઠાવવાનો મોંઘો સાબિત થયો, ચૂંટણી પંચે રાજીવ કુમારને આપી નોટિસ

લોકસભા ચૂંટણી 2019ને લઈને રાજકીય પક્ષોને આચારસંહિતાના ભંગ મામલે ચૂંટણી પંચ નોટિસ આપતું રહે છે પરંતુ હવે ચૂંટણી પંચે સીધા નીતિ આયોગના ઉપાધ્યાક્ષ રાજીવ કુમારને નોટિસ મોકલી આપી છે. રાજીવ કુમારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ન્યાય યોજના હેઠળ ગરીબોના ખાતામાં વાર્ષિક રૂ. 72000 આપવાની જાહેરાત પર સવાલ ઉઠાવ્યાં હતાં. રાજીવકુમારે કહ્યું હતું કે, આમ કરવું આર્થિક […]

નીતિ આયોગના ઉપાધ્યક્ષને કોંગ્રેસના 'ન્યાય' સામે વાંધો ઉઠાવવાનો મોંઘો સાબિત થયો, ચૂંટણી પંચે રાજીવ કુમારને આપી નોટિસ
Follow Us:
| Updated on: Mar 27, 2019 | 4:52 AM

લોકસભા ચૂંટણી 2019ને લઈને રાજકીય પક્ષોને આચારસંહિતાના ભંગ મામલે ચૂંટણી પંચ નોટિસ આપતું રહે છે પરંતુ હવે ચૂંટણી પંચે સીધા નીતિ આયોગના ઉપાધ્યાક્ષ રાજીવ કુમારને નોટિસ મોકલી આપી છે. રાજીવ કુમારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ન્યાય યોજના હેઠળ ગરીબોના ખાતામાં વાર્ષિક રૂ. 72000 આપવાની જાહેરાત પર સવાલ ઉઠાવ્યાં હતાં.

રાજીવકુમારે કહ્યું હતું કે, આમ કરવું આર્થિક રીતે શક્ય નથી. રાજીવ કુમારની ટિપ્પણીને ગંભીરતાથી લેતા ચૂંટણી પંચે તેમને નોટિસ પાઠવીને બે દિવસમાં જવાબ આપવાનું કહ્યું છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે સોમવારે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીના પાંચ કરોડ ગરીબો પરિવારોને ન્યૂનતમ આવક ગેરંટી હેઠળ વાર્ષિક રૂ. 72000 આપવાના વચનથી રાજકોષીય અનુશાસન ધરાશયી થઈ થઈ ગયું.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

રાજીવકુમારે કહ્યું કે આ કોંગ્રેસનો જૂનો દાવ છે. કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે કઈં પણ કહી શકે, કરી શકે છે. કુમારે ટ્વિટ કરીને લખ્યું કે કોંગ્રેસના જૂના રેકોર્ડ જોઈએ તો તે ચૂંટણી જીતવા માટે ચાંદ લાવવા જેવા વાયદા કરતી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષે જે યોજનાની જાહેરાત કરી છે તેનાથી રાજકોષીય અનુશાસન ખતમ થઈ જશે. કામ નહીં કરવાની વાતને પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો : શિવસેનાએ ઉત્તર પ્રદેશમાં પૂર્વ મિસ ઈન્ડિયા તુલસી ચૌધરીને મેદાનમાં ઉતારી, પાંચ ઉમેદવારોની યાદી કરવામાં આવી જાહેર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું હતું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો દેશના સૌથી ગરીબ 20 ટકા પરિવારોને રૂ. 72000 વાર્ષિક ન્યૂનતમ આવક ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે તેનાથી લોકોની વાસ્તવિક જરૂરિયાતો પૂરી થઈ શકશે નહીં. કુમારે એમ પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી જીતવા માટે 1971માં ગરીબી હટાવોનો નારો આપ્યો, 2008માં વન રેન્ક વન પેન્શનનું વચન આપ્યું અને 2013માં ખાદ્ય સુરક્ષાની વાત કરી પરંતુ તેમાંથી કશું પૂરું કરી શકી નહીં.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">