લો બોલો! ગધેડીનાં દુધ માટે સ્થપાવા જઈ રહી છે ડેરી, જાણો શું છે ફાયદા અને કિંમત

લો બોલો! ગધેડીનાં દુધ માટે સ્થપાવા જઈ રહી છે ડેરી, જાણો શું છે ફાયદા અને કિંમત
http://tv9gujarati.in/lo-bolo-ghadhedi…faayda-and-kimat/


અત્યાર સુધી તમે ગાય,ભેંસ,બકરી કે ઉંટનાં દુધ વિશે સાંભળ્યું હશે પરંતું  પહેલી વાર ભારતમાં ગધેડીનાં દુધની તૈયારીઓ ચાલી રહી છે. હરિયાણાનાં હિસારમાં ગધેડીનાં દુધ માટે ડેરી સ્થાપના કરવામાં આવી રહી છે. ભારતીય અશ્વ અનુસંધાન કેન્દ્ર NRCEએ આની તૈયારીઓ પણ પુરી કરી દીધી છે. NRCE હલારી નસ્લની ગધેડી માટે ડેરી સ્થાપશે. આ હેતુ માટે 10 ગધેડીને તો પહેલેથી જ મંગાવી લેવાઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેની બ્રીડીંગ NRCE કરી રહ્યું છે. ગધેડીનું દુધ માનવ શરીર માટે સારૂ હોય છે તે ઈમ્યુન સિસ્ટમ વધારનારૂ હોય છે. જણાવી દઈએ કે હાલારી નસ્લની આવી ગધેડી ગુજરાતમાં મળે છે અને તેનો ઉપયોગ સ્વાસ્થ્ય અને બ્યૂટી ઉત્પાદન માટે ઘણો ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં દવાનાં ગુણ પણ મળે છે. તજજ્ઞો મુજબ ગધેડીનું દુધ કેન્સર,એલર્જી અને સ્થુળતા સામે લડવામાં મદદ પહોચાડી શકે છે.

મોટાભાગે બાળકોમાં ગાય,ભેંસનાં દુધની એલર્જીની ફરિયાદ સાંભળવા મળતી હોય છે, પરંતુ હાલારી નસ્લની ગધેડીનાં દુધમાં એલર્જી નથી હોતી. દુધ બાળકો માટે ફાયદેમંદ માનવામાં આવે છે અને તેના સેવનથી કોઈ સંક્રમણ કે અન્ય તકલીફો ઉભી નથી થતી, કેમકે એ દુધમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી એજીંગ તત્વો ભરપૂર માત્રામાં હોય છે. સમાચાર પ્રમાણે એક લિટર હલારી નસ્લની ગધેડીના દુધની કિંમત સાત હજાર રૂપિયા હોય છે. એ સિવાય બજારમાં ગધેડીનાં દુધની કિંમત અલગ અલગ કિંમત પર મળે છે એમાંથી બનાવવામાં આવી રહેલા બ્યૂટી ઉત્પાદન ઘણા મોંઘા હોય છે. ગધેડીનાં દુધમાંથી સાબુ,બોડી લોશન અને લિપ બામ પણ તૈયાર કરવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati