અમરેલીમાં સિંહ બન્યો માનવભક્ષી! સિંહે મજૂરને ફાડી ખાતા લોકોમાં ફેલાયો ફફડાટ, જુઓ VIDEO
અમરેલી જિલ્લામાં દિપડા બાદ હવે સિંહ પણ માનવભક્ષી બન્યો છે. ધારીમાં એક મજૂરને સિંહે ફાડી ખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ઘટના દલખાણીયા રેન્જના ડાભાળી જીરા વિસ્તારની છે કે જ્યાં કુદરતી હાજતે ગયેલા મજૂર પર સિંહે હુમલો કર્યો હતો. મજૂરને દૂર સુધી ઢસડી સિંહે તેને ફાડી ખાધો હતો. મૃત મજૂરના કપડા પણ મળી આવ્યા છે ત્યારે […]
અમરેલી જિલ્લામાં દિપડા બાદ હવે સિંહ પણ માનવભક્ષી બન્યો છે. ધારીમાં એક મજૂરને સિંહે ફાડી ખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ઘટના દલખાણીયા રેન્જના ડાભાળી જીરા વિસ્તારની છે કે જ્યાં કુદરતી હાજતે ગયેલા મજૂર પર સિંહે હુમલો કર્યો હતો. મજૂરને દૂર સુધી ઢસડી સિંહે તેને ફાડી ખાધો હતો. મૃત મજૂરના કપડા પણ મળી આવ્યા છે ત્યારે વનવિભાગની ટીમ હાલ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. હજુ તો આ વિસ્તારમાંથી દિપડાઓનો ડર દૂર નથી થયો ત્યાં સિંહે લોકોની ચિંતા વધારી દીધી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: વિરમગામમાં કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે લાગી આગ, જુઓ VIDEO