ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવની ફાંસી પહેલાની 12 કલાકની ક્રાંતિકારક ક્ષણો વિશે જાણો

23 માર્ચ, 1931ના રોજ લાહોર સેન્ટ્રલ જેલની શરૂઆત સામાન્ય જ હતી. માત્ર તફાવત એટલો જ હતો કે, એ સવારે ત્યાં તુફાન આવ્યું હતું. પરંતુ સૌથી વિચિત્ર વાત એ હતી કે, જેલ વોર્ડન ચરતસિંહે સૌ કેદીઓ પોતાના રૂમમાં જવાનું કહી દીધું હતું. જો કે તેની પાછળનું કારણ જણાવ્યું નહોતું. અને વોર્ડનને પૂછવામાં આવ્યું તો કહ્યું કે, […]

ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવની ફાંસી પહેલાની 12 કલાકની ક્રાંતિકારક ક્ષણો વિશે જાણો
Follow Us:
| Updated on: Sep 27, 2019 | 12:08 PM

23 માર્ચ, 1931ના રોજ લાહોર સેન્ટ્રલ જેલની શરૂઆત સામાન્ય જ હતી. માત્ર તફાવત એટલો જ હતો કે, એ સવારે ત્યાં તુફાન આવ્યું હતું. પરંતુ સૌથી વિચિત્ર વાત એ હતી કે, જેલ વોર્ડન ચરતસિંહે સૌ કેદીઓ પોતાના રૂમમાં જવાનું કહી દીધું હતું. જો કે તેની પાછળનું કારણ જણાવ્યું નહોતું. અને વોર્ડનને પૂછવામાં આવ્યું તો કહ્યું કે, ઉપરથી ઓર્ડર છે. કેદીઓ વિચારતા હતાં કે વાત શું છે. એ વખતે જેલનો વાણંદ બરકત ગણગણતો નીકળ્યો અને સૌ કોઈ ચોંકી ગયું હતું. અને વાત હતી કે, આજે રાત્રે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી અપાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આ પણ વાંચોઃ શહીદ ભગતસિંહે પ્રથમ પત્ર દાદાને લખ્યો હતો, ખુશી ખુશી જણાવી હતી આ વાત

આ જાણકારી કાને પડતા કેદીઓના અંતરમાં સન્નાટો છવાયો હતો. કેદીઓએ વાણંદ બરકતને પેન, કાગળ, ઘડિયાળ જેવી ભગતસિંહ વાપરતા હોય તેવી વસ્તુઓ લાવી આપવાનું કહ્યું હતું. આ વસ્તુઓ એટલે માગવામાં આવી કે, ક્રાંતિકારીઓ પોતાના પૌત્ર-પૌત્રીઓને કહી શકે કે, એકસમયે તેઓ પણ આઝાદીની લડાઈમાં ભગતસિંહની સાથે જેલમાં બંધ હતાં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વાણંદ બરકત જેલમાં ભગતસિંહના કક્ષમાં ગયો અને તમામ ચીજ-વસ્તુ એકઠી કરીને બહાર લઈ આવ્યો હતો. ભગતસિંહની ચીજવસ્તુને પોતાની પાસે રાખવા કેદીઓમાં હોડ લાગી હતી. જે બાદ વસ્તુઓનો ડ્રો કરવો પડ્યો.

ફાંસીની વાત પછી બધા કેદીઓ શાંત હતા. તેમની આંખો તેમના જેલરૂમની સામેના રસ્તા ઉપર સ્થિર થઈ ગઈ હતી. આ એ રસ્તો હતો જેનાં પરથી ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસી પર લટકાવવા માટે લઇ જવાનાં હતાં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એ પહેલાં એકવાર જ્યારે ભગતસિંહ અને તેમના સાથીઓને લઈ જવાતા હતા ત્યારે પંજાબ કોંગ્રેસના નેતા ભીમસેન સચ્ચરે ઊંચા અવાજે પૂછ્યું કે, “તમે અને તમારા સહકાર્યકરોએ લાહોર ષડયંત્ર કેસમાં બચાવ કેમ કર્યો ન હતો. ભગતસિંહે જવાબ આપ્યો હતો કે, ઇન્ક્લાબીઓને મરવાનું જ હોય છે, કારણ કે તેમનું મૃત્યુ તેમની ઝૂંબેશને વધુ મજબૂત બનાવે છે. તેઓ કોર્ટમાં અપીલ કરતા નથી.

વોર્ડન ચરતસિંહને ભગતસિંહ પ્રત્યે લાગણી હતી. જેથી તે ભગતસિંહને લાહોરની દ્રારકાદાસ લાઈબ્રેરીમાંથી પુસ્તકો લાવી આપવામાં આવતા હતાં.

જેલનું સખત જીવન

ભગતસિંહને પુસ્તક વાંચનનો ખૂબ શોખ હતો. એમણે એકવાર તેઓ તેમના શાળાના મિત્ર જયદેવ કપૂરને લખ્યું કે, તેમના માટે કાર્લ લીબનેખનું Militrizm, લેનીનનું Left Wing Communism અને અપ્ટોન સિંકલેયરની નવલકથા The Spy મોકલી આપે.

ભગતસિંહ જેલની કઠોરતાથી ટેવાય ગયા હતા. તેમની કોઠી નં 14ની ફ્લોર પાકી ન હતી. તેના પર ઘાસ ઉગી નીકળ્યું હતું. કોઠીની જગ્યા માત્ર એટલી જ હતી કે, તેમાં પાંચ ફૂટ દસ ઇંચનું શરીર આરામ કરી શકે છે.

ભગતસિંહને ફાંસી દેવાના બે કલાક પહેલાં તેમના વકીલ પ્રાણનાથ મહેતા તેમને મળવા ગયા હતા. મહેતાએ પાછળથી લખ્યું હતું કે, ભગતસિંહ એમની નાનકડી કોઠીમાં પીંજરામાં બંધ સિંહને જેમ ચક્કર લગાવી રહ્યા હતા. મહેતાને હસીને પૂછ્યું કે તમે મારા માટે પુસ્તક Rivolusionary Lenin લાવ્યા છો કે નહીં. જ્યારે મહેતાએ તેમને પુસ્તક આપ્યું તેઓ એ રીતે વાંચન કરવા લાગ્યા કે માનો કે તેમની પાસે હવે વધુ સમય ન હોય.

મહેતાએ તેમને પૂછ્યું કે શું તમે દેશને કોઈ સંદેશ આપવા માંગો છો? ભગતસિંહે પુસ્તકમાં ધ્યાન રાખીને જણાવ્યું કે, માત્ર બે સંદેશાઓ સામ્રાજ્યવાદ મુર્દાબાદ અને ઈન્કિલાબ ઝીંદાબાદ.

આ પછી ભગતસિંહે મહેતાને કહ્યું કે, તેઓ પંડિત નેહરુ અને સુભાષચંદ્ર બોઝને મારો આભાર સંદેશ પહોચાડી દેજો, કે જેમણે મારા કેસમાં ઊંડો રસ લીધો હતો. ભગતસિંહને મળ્યા પછી, મહેતા રાજગુરુને મળવા ગયા.

રાજગુરૂના છેલ્લા શબ્દોમાં લોકોને ટૂંક સમયમાં મળીએ છીએ. સુખદેવે મહેતાને કહ્યું હતું કે, તેઓ તેના મૃત્યુ પછી કેરમ બોર્ડ જેલર પાસેથી લઈ લેવાની વાત કરી હતી.

વકીલ પ્રાણનાથ મહેતાના ગયા બાદ જેલ અધિકારીઓએ ત્રણેય ક્રાંતિકારીઓને જણાવ્યું કે, નિશ્ચિત સમયથી 12 કલાક પહેલા તેમને ફાંસી આપવામાં આવશે. પછીના દિવસે સવારે છ વાગ્યાનાં બદલે તેમને સાંજે સાત વાગ્યે જ ફાંસી આપવામાં આવશે. એ વખતે ભગતસિંહનાં શબ્દ નીકળ્યા કે, શું તમે મને આ પુસ્તકનું એક પ્રકરણ પણ પૂરું કરવા દેશો નહીં. ભગતસિંહે જેલનાં મુસ્લિમ સફાઈ કર્મચારી બેબને ફાંસી પહેલા ઘરેથી ખોરાક લાવવા વિનંતી કરી હતી.

પરંતુ બેબ ભગતસિંહની ઇચ્છા પૂર્ણ કરી શક્યો ન હતો. કારણ કે ભગતસિંહને બાર કલાક પહેલા ફાંસી દેવાની હતી અને બેબને જેલના દ્વારની અંદર પ્રવેશ માટે રોકવામાં આવ્યો હતો.

આઝાદીનું ગીત

થોડા સમય બાદ ત્રણ ક્રાંતિકારીઓને ફાંસીના અમલ માટે કોઠીમાંથી બહાર લાવવામાં આવ્યા. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ હાથમાં હાથ રાખીને એમનું પ્રિય આઝાદીનું ગીત ગાવા લાગ્યા. જેનો અર્થ એવો થતો હતો કે, ક્યારેક એ દિવસ પણ આવશે કે, જયારે આપણે આઝાદ બનશું. એ આપણી જ જમીન હશે, આપણું જ આસમાન હશે. એ પછી આ ત્રણેયનું વજન કરવામાં આવ્યું. બધાનું વજન વધી ગયું હતું. એ બધાને છેલ્લું સ્નાન કરવા માટે કહેવામાં આવ્યું. પછી તેઓને કાળા કપડાં પહેરાવવામાં આવ્યા, પરંતુ તેમના ચહેરા ખુલ્લા રહેવાની મંજૂરી આપવામાં આવી હતી.

વોર્ડન ચરતસિંહે ભગતસિંહને કાનમાં કહ્યું કે એ વાહેગુરૂને યાદ કરી લે.

ભગતસિંહે કહ્યું, આજીવન મેં ભગવાનને યાદ નથી કર્યા. ઘણીવાર મેં ગરીબી અને દુઃખો માટે ભગવાનને કોસ્યા પણ છે. હવે જો હું માફી માગું તો કહેવાશે કે, હું ડરપોક હતો. એમનો અંત નજીક આવી રહ્યો હતો એટલે તેઓ માફી માંગવા માટે આવ્યા છે. છ વાગતા જ કેદીઓને દૂરથી પગલાઓનો અવાજ કાને પડવા લાગ્યો હતો. જમીન પર પડતા ભારે બૂટના અવાજ પણ હતા. એક ગીતનો સ્વર સંભળાતો હતો, સરફરોશીની તમન્ના અબ હમારે દિલ મે હૈ.

બધાને જોરશોરથી ઇન્કિલાબ ઝીંદાબાદ અને હિન્દુસ્તાન આઝાદ હોકે રહેંગાના નારા સંભાળવા લાગ્યા. ફાંસીનો તખ્તો જૂનો હતો. ફાંસી દેનારો તંદુરસ્ત હતો. લાહોરની નજીક શાહદારાથી મસીહ જલ્લાદને બોલાવવામાં આવ્યો હતો.

ભગતસિંહ આ ત્રણેય વચ્ચે ઊભા હતા. ભગતસિંહ પોતાની માતાને આપેલા વચનને પૂરૂ કરવા ઇચ્છતા હતા કે, તેઓ ફાંસીનાં તખ્તા ઉપરથી ઇન્કિલાબ ઝીંદાબાદના નારા લગાવશે.

લાહોર જિલ્લા કોંગ્રેસના સચિવ પીંડીદાસ સોંઘીનું નિવાસસ્થાન, લાહોર સેન્ટ્રલ જેલથી નજીક હતું. ભગતસિંહ ઇન્કિલાબ ઝીંદાબાદ એટલા મોટેથી બોલતા હતા કે તેમનો અવાજ સોંઘીના ઘરમાં સંભળાયો હતો.

ભગતસિંહનો ઇન્કિલાબ ઝીંદાબાદ નારો સંભાળીને જેલના બીજા કેદીઓએ પણ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. ત્રણે યુવાન ક્રાંતિકારીઓનાં ગળામાં ફાંસીની દોર મૂકવામાં આવી. તેમના હાથ અને પગ બાંધવામાં આવ્યા હતાં. પછી જલ્લાદે પૂછ્યું કે, કોણ પ્રથમ જશે?

સુખદેવ પ્રથમ ફાંસી પર લટકવા માટે સંમત થયા. જલ્લાદે દોરડાને એક પછી એક ખેંચી દીધા અને પગ નીચેનું આવરણ ખસેડીને દૂર કરવામાં આવ્યું. લાંબો સમય સુધી તેમના શરીર લટકતા રહ્યાં. છેલ્લે, તેમને ફાંસીના માંચડેથી ઉતારવામાં આવ્યા અને ત્યાં હાજર ડોકટર લેફ્ટનન્ટ કર્નલ જેજે નેલ્સન અને લેફ્ટનન્ટ કર્નલ એન.એસ. સૉધીએ તેમને મૃત જાહેર કર્યા.

અંતિમવિધિ

એક જેલ અધિકારી આ જોઇને એટલો અપસેટ થઇ ગયો કે, જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમણે મૃતદેહને ઓળખી બતાવશે. પરંતુ તેણે ઈનકાર કર્યો હતો. એ અધિકારીને તે જ જગ્યાએ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા. પછી એક જુનિયર અધિકારીએ આ કામ કર્યું હતું.

પ્રથમ યોજના એ હતી કે, અંતિમવિધિ જેલની અંદર જ કરવામાં આવશે. પરંતુ તે પછી વિચારને પડતો મુકાયો. અધિકારીઓને લાગ્યું કે બહારની ભીડ જેલમાંથી ધુમાડો જોઇને જેલમાં હુમલો કરી શકે છે.

તેથી જેલની પાછળની દિવાલ તોડવામાં આવી. એ જ રસ્તેથી એક ટ્રકને જેલની અંદર લાવવામાં આવ્યો અને તેમાં ખુબ જ અપમાનજનક રીતે એ શબોને એક સામનની જેમ નાખવામાં આવ્યા. પ્રથમ નક્કી કરવામાં આવ્યું હતું કે, તેમની અંતિમયાત્રા રાવિ નદી પર થશે. પરંતુ રાવિમાં પાણી ખૂબ જ ઓછું હતું. જેથી સતલજનાં કિનારે શબોને દાહ આપવાનો નિર્ણય લેવાયો.

લાહોરમાં નોટિસ

તેમના શરીરને ફિરોઝપુર નજીક સતલજની બાજુમાં લાવવામાં આવ્યું હતું. ત્યારે રાત્રે 10 વાગી ચૂક્યા હતાં. દરમિયાન પોલીસના ડીપી સુપરિન્ટેન્ડેન્ટ, કુસુર સુદર્શન સિંહે કસૂર ગામમાંથી પૂજારી જગદીશ અચરાજને બોલાવી લાવ્યા હતા.

હજુ શબોને આગ લાગી જ હતી કે લોકોને તે વિશે જાણ થઈ ગઈ. બ્રિટિશ સૈનિકોએ લોકોને તેમના તરફ આવતા જોયા ત્યારે મૃતદેહો છોડી ગયા અને તેમના વાહનોની તરફ દોડ્યા. આખી રાત ગામના લોકો તે મૃતદેહોની આસપાસ રક્ષણ કરતા રહ્યાં હતા.

બીજા દિવસે જિલ્લા મેજિસ્ટ્રેટે લાહોરના ઘણાં વિસ્તારોમાં નોટિસથી જણાવ્યું કે, સતલજ કિનારે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની હિન્દુ અને શીખ પરંપરા મુજબ અંતિમક્રિયા કરાયેલા છે.

લોકોએ આ સમાચાર પર સખત પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે તેમની દફનવિધિ તો દૂર હતી, તેઓને સંપૂર્ણપણે અગ્નિદાહ પણ કરાયા ન હતા. જિલ્લા મેજિસ્ટ્રેટે આ વાતનો ઇન્કાર કર્યો પરંતુ તેનો કોઇએ વિશ્વાસ ન કર્યો.

ભગતસિંહનો પરિવાર

આ ત્રણેય શહીદોનાં સન્માનમાં ત્રણ માઇલ લાંબી શોકયાત્રા નીકળી. પુરૂષોએ વિરોધમાં તેમના હાથ પર કાળી પટ્ટી અને મહિલાઓએ કાળી સાડીઓ પહેરી હતી. લગભગ તમામ લોકોના હાથમાં કાળા ધ્વજો હતા. સમગ્ર ભીડમાં એ સમયે સન્નાટો છવાય હતો. જ્યારે જાહેરાત કરવામાં આવી કે ભગતસિંહનો પરિવાર શહીદોના શરીરનાં બચેલા અવશેષો સાથે ફરીજપુરથી ત્યાં પહોંચી ગયો છે. જયારે ત્રણ શબપેટીઓ સાથે શહીદોના શરીર ત્યાં પહોંચ્યા ત્યારે ભીડ ભાવુક બની અને લોકો તેમના આંસુ બંધ કરી શક્યા નહીં.

બીજી તરફ વોર્ડન ચરતસિંહના રૂમમાં આવ્યા અને ખૂબજ રડ્યા. આ વોર્ડને એમની 30-વર્ષીય કારકિર્દીમાં સેંકડો ફાંસી જોઈ હતી, પરંતુ ભગતસિંહ અને તેના બે સાથીઓ જે હિંમતથી ફાંસી પર ચડ્યા હતાં એવું એમણે ક્યારેય જોયું ન હતું.

એ વખતે કોઈપણ વ્યક્તિને ખાતરી ન હતી કે 16 વર્ષ પછી તેઓની શહાદત ભારતમાં બ્રિટીશ સામ્રાજ્યના અંત માટે એક કારણ સાબિત થશે અને બધા બ્રિટીશ સૈનિકો ભારતમાંથી હંમેશાં જતા રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">