દુષ્કર્મની ઘટનાઓ અંગે સરકાર હરકતમાં, રાજ્યોના CM- હાઈકોર્ટને કરી આ અપીલ
ભારતમાં દુષ્કર્મની ઘટનાઓને લઈને ગુસ્સાનો માહોલ છે. આ બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. પીડિતાઓને જલદી ન્યાય મળે તે માટે દુષ્કર્મના કેસનું 2 મહિનામાં નિવારણ લાવવા માટે તમાજ હાઈકોર્ટના જજ અને મુખ્યમંત્રીઓને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર વિશેની જાણકારી દેશના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આપી હતી. Web Stories View more અંબાણી પરિવારની દીકરી ઈશા […]
ભારતમાં દુષ્કર્મની ઘટનાઓને લઈને ગુસ્સાનો માહોલ છે. આ બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. પીડિતાઓને જલદી ન્યાય મળે તે માટે દુષ્કર્મના કેસનું 2 મહિનામાં નિવારણ લાવવા માટે તમાજ હાઈકોર્ટના જજ અને મુખ્યમંત્રીઓને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર વિશેની જાણકારી દેશના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આપી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના જજને લખવામાં આવેલા પત્રમાં કેન્દ્ર સરકારે અપીલ કરી છે કે બળાત્કારના કેસની તપાસ 2 મહિનાની અંદર પૂરી કરવામાં આવે. આ સિવાય કાયદા મંત્રીએ કહ્યું કે મેં સંબધિત વિભાગને દિશાનિર્દશ આપ્યા છે. દેશમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની માગણીને લઈને તેઓએ કહ્યું કે 1023 જેટલી કોર્ટને મંજૂરી આપવામાં આવી છે. આમાંથી 400 કોર્ટ માટે સહમતિ સધાઈ ગયી છે. જ્યારે 160 કોર્ટ ચાલુ થઈ ગયી છે. આ સિવાય 704 ફાસ્ટ ટ્રેક કોર્ટ પહેલાંથી જ કાર્યરત છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભાજપના સહયોગી દળ અપના દલે પણ નિશાન તાક્યું છે. દેશમાં મહિલાઓની સાથે થઈ રહી ઘટનાઓ બાબતે તેઓએ ભાજપની સરકારને આડેહાથ લીધી છે. આમ કેન્દ્ર સરકાર ભારે વિરોધ અને દેશમાં ગુસ્સાની સ્થિતિ બાદ હરકતમાં આવી છે અને તાત્કાલિક આવા તમામ કેસનું નિરાકરણ આવી શકે છે તે માટે રાજ્યોને અપીલ કરી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]