‘લંકેશ’ પણ પોતાના ઘરે રામને કહેલા કડવા વેણનું પ્રાયશ્ચિત કરવા માટે 17 વર્ષથી કરે છે પૂજા!

રામનવમીના દિવસે રામનો જન્મોત્સવ રાવણના ઘરે મનાવવામાં આવે છે તેવું સાંભળતા નવાઈ લાગે ને! હકીકતએ એવી છે કે સીરીયલમાં રાવણના પાત્રથી પ્રસિદ્ધ થયેલાં અરવિંદભાઈના ઈડર ખાતે રામ નવમીના દિવસે પૂજા કરવામાં આવે છે.  રામ નવમી એટલે રામ જન્મ જયંતી અને રામનો જન્મોત્સવ રાવણના ઘરે પુરા ઉત્સાહથી ઉજવવામાં આવે તો એ દ્રશ્યો જ સ્વભાવિક જ અનોખા […]

'લંકેશ' પણ પોતાના ઘરે રામને કહેલા કડવા વેણનું પ્રાયશ્ચિત કરવા માટે 17 વર્ષથી કરે છે પૂજા!
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 24, 2020 | 5:48 PM

રામનવમીના દિવસે રામનો જન્મોત્સવ રાવણના ઘરે મનાવવામાં આવે છે તેવું સાંભળતા નવાઈ લાગે ને! હકીકતએ એવી છે કે સીરીયલમાં રાવણના પાત્રથી પ્રસિદ્ધ થયેલાં અરવિંદભાઈના ઈડર ખાતે રામ નવમીના દિવસે પૂજા કરવામાં આવે છે. 

lankesh
રામ નવમી એટલે રામ જન્મ જયંતી અને રામનો જન્મોત્સવ રાવણના ઘરે પુરા ઉત્સાહથી ઉજવવામાં આવે તો એ દ્રશ્યો જ સ્વભાવિક જ અનોખા લાગે. પ્રસિધ્ધ રામાયણ સીરીયલમાં રાવણનુ ખ્યાતિ પાત્રના અભિનય કલાથી પ્રચલિત બનેલા લંકેશે પોતાના પરીવાર સાથે સાબરકાંઠાના ઇડર ખાતે પોતાના નિવાસસ્થાન અન્નપુર્ણા ખાતે રામની પુજા કરીને લંકેશ એટલે કે અરવિંદ ત્રીવેદીએ રામના જન્મનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
હદયમાં રામની ધુનથી ભરપુર લીન એવા રાવણને  પણ રામની ધુનમાં લીન થયેલા જોવું એ દ્રશ્ય જ અનોખુ હોય છે.  સ્વભાવિક છે કારણ કે લંકેશને તમે કદાચ રામાયણમાં રામનો ભરપુર વિરોધ કરતા જ જોયા હશે એની સામે એ જ લંકેશ અહી સતત સત્તર વર્ષથી રામની પુજા પોતાના ઘરે કરી રહ્યા છે તેવા દ્રશ્ય પ્રતિવર્ષ રામનવમીએ જોવા મળે છે. ભગવાન રામના જન્મની વર્ષગાંઠ મનાવવામાં આવે છે.
રામનવમીના દિવસે ભગવાન રામના જન્મોત્સવને ઉજવવામાં આવતો હોય છે. ગુજરાતી ચલચિત્રોના અભીનેતા અરવિંદ ત્રીવેદી રામાયણમાં રાવણનો રોલ કરીને લંકેશથી પ્રસિધ્ધ બન્યા હતાં. રાવણની ભુમીકા ભજવતાં ભજવતાં રામના નામને આપેલી ગાળોની પ્રાયશ્ચિત વ્યક્ત કરવા માટે રામના ભક્ત બનીને અરવિંદ ત્રીવેદી રામની પુજા પરીવાર સાથે કરે છે.  પોતાના ઘરે જ સાડા ચાર ફુટની આરસની સુંદર રામની પ્રતિમા મોરારી બાપુના હસ્તે પ્રાણપ્રતિષ્ઠાથી પુજા પાઠ માટે મુકાઇ હતી. નિયમીત રામની પુજા અર્ચના લંકેશના ઘરે થાય છે તો રામનવમીની પુજા તો પરીવાર સાથે મળીને કરવામાં આવે છે.
અરવિંદ ત્રિવેદી એટલે કે લંકેશે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થાપના કર્યા બાદથી સતત દર વર્ષે ભગવાન રામનો જન્મોત્સવ છે અને એટલે જ તેને અમે ખુશી ખુશી મનાવી રહ્યાં છીએ.  રાવણના રોલમાં કરેલા રામને અપમાનિત કરતા રોલને લઇને પ્રાયશ્વીત કરવા માટે આ પુજા પાઠ કરુ છું અને રામની ભક્તિ કરુ છુ. જોકે પહેલાથી હું, રામ અને રાવણ તમામ શિવ ભક્ત પણ હતા મારી ઈચ્છા હતી કે રામને મારા ઘરે બીરાજમાન કરવા અને એટલે માટે થઇને આ રામની પ્રતિમા ઘરે રાખી છેલ્લા 17  વર્ષથી પુજા કરું છુ
લંકેશ આમ તો મુંબઇ રહે છે પણ તેઓ દર વર્ષે ઇડર સ્થીત તેમના ઘરે રામનવમી એ આવે છે અને તેઓ આમ પરીવાર સાથે મળીને રામનવમીની ઉજવણી કરે છે. ભગવાન રામની પ્રતિમા સમક્ષ સમગ્ર પરીવાર અને તેમના મિત્રો ભેગા મળીને ભગવાન રામના જન્મનો સાક્ષી બને છે અને ભગવાન રામના જન્મની ખુશીને તેઓ વધાવે છે.  તેમના પરીવાર સાથે તેઓ રામના કીરદારની વાણી સાથે ભક્તી ગીતો પણ સાંભળે છે.

TV9 Gujarati

લંકેશે ભલે રાવણનું પાત્ર ભજવ્યું હોય પણ રાવણ તરીકેના અભિનયે રામના પાત્રની સત્યતામાં સુર પુરતી સાક્ષી અને શ્રધ્ધાને વધારતા હોય તેવો તેમનો અલભ્ય અભિનય રહ્યો હતો અને એટલે જ તેઓએ રાવણના પાત્રને જબરદસ્ત અભિનય સાથે દ્રશ્યમાન કર્યુ હતું. આથી જ આ રાવણ એટલે કે લંકેશને રામની પુજા કરતા જોવા એ જ એક અલભ્ય ઘડી પણ કહી શકાય.
અરવિંદ ત્રિવેદીના પુત્રી કવિતા ઠાકર કહે છે કે મારા પિતાને લઇને ગર્વ છે તેઓએ  અમને ખુબ સંસ્કાર આપ્યા છે અને એટલે જ દર વર્ષે અહી આવીને પુજામાં જોડાઇએ છીએ. વડોદરાથી દર વર્ષે પુજામાં જોડાવવવા આવતા લંકેશના મિત્ર મયંકભાઇ વ્યાસ કહે છે કે અરવિંદભાઇ મારા મિત્ર છે પણ દાદા સ્વરુપ છે અને તેમની આ રામની ભક્તી માટે અમે પણ અહી પુજામાં જોડાવવા માટે સૌ મિત્રો વડોદરાથી આવીએ છીએ.
દેશભરમાં ભક્તો રામનવમીના દિવસે પૂજા કરીને ખુશી ખુશી અનુભવતા હોય છે પણ રામને કડવા વચન બોલનાર રાવણ પણ પૂજા કરતો હોય ત્યારે એ દ્રશ્યો જોવાલાયક હોય છે. આથી મોટી સંખ્યામાં અરવિંદભાઈના પરીવારના લોકો સાથે તેમના મિત્રો આ પૂજામાં હાજરી આપે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">