‘ભૂતપૂર્વ આતંકવાદી’ને અશોક ચક્ર !!! આ ચોંકાવનારી પણ સાચી ખબર છે, દેશ માટે આ વીરે આપેલા બલિદાનની ગાથા વાંચી આપની છાતી પણ થઈ જશે પહોળી

જમ્મુ-કાશ્મીરના લાયંસ નાયક નઝીર અહમદ વાની યાદ છે ? કોઈ વાત નહીં, જો વાની આપના મગજમાંથી વિસ્મૃત થઈ ગયા હો, તો અમે આપને યાદ અપાવી દઇએ. Web Stories View more કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ 700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો […]

‘ભૂતપૂર્વ આતંકવાદી’ને અશોક ચક્ર !!! આ ચોંકાવનારી પણ સાચી ખબર છે, દેશ માટે આ વીરે આપેલા બલિદાનની ગાથા વાંચી આપની છાતી પણ થઈ જશે પહોળી
Follow Us:
| Updated on: Jan 24, 2019 | 8:15 AM

જમ્મુ-કાશ્મીરના લાયંસ નાયક નઝીર અહમદ વાની યાદ છે ? કોઈ વાત નહીં, જો વાની આપના મગજમાંથી વિસ્મૃત થઈ ગયા હો, તો અમે આપને યાદ અપાવી દઇએ.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

નઝીર અહમદ વાની હવે બે અંકો વાળા કોઇક સવાલનો ભાગ બની જશે અને આ સવાલનો જવાબ જાણ્યા બાદ આપ આ શૂરવીરને ક્યારેય ભૂલી નહીં શકો.

નઝીર વાની છેલ્લે નવેમ્બર-2018માં ચર્ચામાં આવ્યા હતાં કે જ્યારે તેમણે એક-બે નહીં, પણ પૂરા 6 આતંકીઓ સામે બાથ ભીડતાં શહીદી વહોરી હતી. કેન્દ્ર સરકારે નઝીર વાનીના આ સાહસને સલામ કર્યું છે. સરકારે શહીદ નઝીર વાનીને મરણોપરાંત અશોક ચક્ર પુરસ્કારથી સન્માનવાનો નિર્ણય કર્યો છે. નઝીર વાનીને આ વર્ષે શાંતિ કાળમાં અપાતા ભારતના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર માટે પસંદ કરવામાં આવ્યાં છે. નઝીર વાનીને એટલા માટે યાદ રાખવા જોઇએ, કારણ કે તેઓ કાશ્મીરમાં આતંકના માર્ગે ચાલનારાઓમાં મુખ્ય ધારામાં જોડાવાનો આશાવાદ જગાડે છે. વાની પોતે આ વાતની એક નઝીર (દૃષ્ટાંત) છે કે બંદૂકના રસ્તે કોઈ મંજિલ સુધી નથી પહોંચી શકાતું. પછી તે લડાઈ કોઈ કોમ માટે, વિચારધારા માટે કે કોઈ મુલ્ક માટે કેમ ન હોય.

એક સમયે આતંકવાદી હતાં નઝીર વાની

જમ્મુ-કાશ્મીરના કુલગામ તાલુકામાં આવેલા અશ્મૂજી ગામના રહેવાસી નઝીર અહમદ વાની એક સમયે પોતે આતંકવાદી હતાં. વાની જેવાઓ માટે કાશ્મીરમાં ‘ઈખ્વાન’ શબ્દ ઉપયોગ કરવામાં આવે છે. વાની બંદૂક હાથમાં લઈ કોણ જાણે કોના-કોનાથી કઈ-કઈ બાબતોનો બદલો લેવા નિખલ્યા હતાં, પરંતુ થોડાક જ સમયમાં તેમને ભૂલનો અહેસાસ થયો અને તેમણે આતંકવાદનો રાહ છોડ્યો. વાનીએ માત્ર આતંકવાદનો માર્ગ જ નહોતો છોડ્યો, પણ ભારતીય સેનામાં પણ જોડાઈ ગયા હતાં.

6 આતંકીઓને ઘેરી લીધા વાનીએ

23 નવેમ્બર, 2018ના રોજ નઝીર વાની 34મી રાષ્ટ્રીય રાઇફલ્સના સાથીઓ સાથે ડ્યૂટી પર હતાં, ત્યારે ઇન્ટેલિજંસ તરફથી ઇનપુટ મળ્યું કે શોપિયાંના બટાગુંડ ગામે હિઝ્બુલ તથા લશ્કરના 6 આતંકવાદીઓ સંતાયેલા છે. ઇનપુટ આ પણ હતું કે આ આતંકવાદીઓ ભારે પ્રમાણમાં હથિયાર છે. વાની અને તેમની ટીમને આતંકવાદીઓને ભાગવાનો રસ્તો રોકવાની જવાબદારી સોંપવામાં આવી.

રાષ્ટ્રપતિના સચિવ તરફથી જાહેર કરાયેલી પ્રેસ નોટ કહે છે, ‘લાંસ નાયક વાનીએ બે આતંકીઓને મારી નાખ્યા અને પોતાના ઘાયલ સાથીને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં અને આ પ્રયત્નમાં જ તેઓ શહીદ થઈ ગયાં. વાની અને તેમની ટીમ તરફથી ખતરો જોઈ આતંકવાદીઓએ ભારે ગોળીબાર શરુ કર્યો અને ગ્રૅનેડ પણ ફેંક્યા. આતંકીઓ બેબાકળા બની ગયા હતાં અને તે જ વખતે વાનીએ એક આતંકવાદીને નજીકથી ગોળી મારી તેનો ખાત્મો બોલાવી દિધો. આ એનકાઉનટરમાં વાની અને તેમના સાથીઓએ કુલ 6 આતંકવાદીઓને ઠાર કર્યા હતાં. આમાંથી બે આતંકીઓને તો વાનીએ પોતે માર્યા હતાં.’

આ એન્કાઉન્ટરમાં નઝીર વાની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયાં અને હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થઈ ગયું. 26 નવેમ્બરે અંતિમ સંસ્કારથી પહેલા તેમના ગામમાં તેમને 21 તોપોની સલામી અપાઈ.

[yop_poll id=773]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">