ભૂજની સહજાનંદ કોલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે દુર્વ્યવહાર બાદ મહિલા આયોગે સુઓમોટો કરી દાખલ

ભૂજની સહજાનંદ કોલેજમાં વિદ્યાર્થિનીઓના કપડા ઉતારી માસિક ધર્મમાં છે કે નહીં તે તપાસવાની ઘટનાને રાષ્ટ્રીય મહિલા આયોગે ગંભીરતાથી લીધી છે. રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ કોલેજની મુલાકાત લેશે અને વિદ્યાર્થિનીઓ સાથે વાત કરશે. તો ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ સમગ્ર માલે સુઓમોટો દાખલ કર્યો છે. અને કચ્છના જિલ્લા પોલીસવડા સાથે વાતચીત કરીને જરૂરી સૂચનાઓ આપી […]

ભૂજની સહજાનંદ કોલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે દુર્વ્યવહાર બાદ મહિલા આયોગે સુઓમોટો કરી દાખલ
Follow Us:
| Updated on: Feb 14, 2020 | 12:02 PM

ભૂજની સહજાનંદ કોલેજમાં વિદ્યાર્થિનીઓના કપડા ઉતારી માસિક ધર્મમાં છે કે નહીં તે તપાસવાની ઘટનાને રાષ્ટ્રીય મહિલા આયોગે ગંભીરતાથી લીધી છે. રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ કોલેજની મુલાકાત લેશે અને વિદ્યાર્થિનીઓ સાથે વાત કરશે. તો ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ સમગ્ર માલે સુઓમોટો દાખલ કર્યો છે. અને કચ્છના જિલ્લા પોલીસવડા સાથે વાતચીત કરીને જરૂરી સૂચનાઓ આપી હતી. મહિલા આયોગે જિલ્લા પોલીસવડા સમક્ષ તપાસનો રિપોર્ટ માગ્યો છે. અને દીકરીઓને ન્યાય મળે તે માટે કડક સૂચનાઓ આપી હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચોઃ અનામત અને બિન અનામત વર્ગની અનામતના મામલે ભાજપ અને કૉંગ્રેસના સામસામે આક્ષેપબાજી 

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તો આ તરફ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સમગ્ર ઘટનાને વખોડ્યો છે. નીતિન પટેલે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. તેઓનુ માનવું છે કે આવી ઘટનાઓ સમાજ માટે કલંકરૂપ છે. અને તેનું પુનરાવર્તન ન થાય તેની કાળજી લેવામાં આવશે તેમ પણ ઉમેર્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બીજી તરફ સહજાનંદ હોસ્ટેલમાં સર્જાયેલા વિવાદ મામલે ટ્રસ્ટીઓ હરકતમાં આવ્યા હતા. કચ્છ યુનિવર્સિટીની તપાસ બાદ ટ્રસ્ટીઓએ હોસ્ટેલમાં યુવતીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જવાબદારો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે અંગે નિર્ણય ચર્ચા કરવામાં આવી હતી. અને વિદ્યાર્થીનીઓના પક્ષમાં નિર્ણય લેવા માટે કમરકસી હતી. તો સમગ્ર વિવાદ મુદ્દે પોલીસ વિભાગ પણ સક્રિય થયુ હતું. અને જિલ્લા પોલીસ વડા સહિતની ટીમોએ તપાસ કરી હતી. તો આ તરફ યુનિવર્સિટી સત્તાધીશોએ કરેલી તપાસનો રિપોર્ટ આજે જિલ્લા કલેક્ટરને સોપવામાં આવી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહત્વપૂર્ણ છે કે ભુજની સહજાનંદ હોસ્ટેલમાં માસિક ધર્મ દરમિયાન વિદ્યાર્થિનીઓના કપડા ઉતરાવીને તપાસ કરાતા હોબાળો મચ્યો હતો. અને વિવાદ વકરતા કચ્છ યુનિવર્સિટીની 5 સભ્યોની એક ટીમે હોસ્ટેલમાં જઈ તપાસ કરી હતી. કચ્છ યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ, મહિલા પ્રોફેસર સહિત 5 સભ્યોની ટીમ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી હતી. જેમાં યુવતી તેમજ હોસ્ટેલ સંચાલિકાના નિવેદન આધારે રિપોર્ટ તૈયાર કરવા મુદ્દે કામગીરી હાથ ધરાઇ હતી. જોકે વિદ્યાર્થીનીઓએ કાયદાકીય કાર્યવાહીની માગ કરતા આજે ટ્રસ્ટીઓ અને પોલીસ હરકતમાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">