કોરોનાકાળમાં દિવાળીની સાફસફાઈ બની શકે છે જોખમી, જાણો કયા કારણો બની શકે છે જવાબદાર

કોરોનાકાળમાં દિવાળીની સાફસફાઈ બની શકે છે જોખમી, જાણો કયા કારણો બની શકે છે જવાબદાર

દિવાળીનો તહેવાર નજીક આવતા જ આપણે બધા બધા તૈયારીમાં લાગી જઈએ છીએ. જેમાં સાફ-સફાઈ આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પરંતુ કોરોના કાળમાં સફાઈ આપણા સ્વાસ્થ્ય માટે ઘાતક પણ સાબિત થઇ શકે છે. એવું કેમ ? આવો જાણીએ.

વાસ્તવમાં દિવાળીના સમયે આપણે વર્ષોથી જામેલી ધૂળને સાફ કરતા હોઈએ છીએ. એટલે કે આપણે ઘરના ખૂણા ખૂણાની સફાઈ કરતા હોઈએ છીએ. પરંતુ આ ધૂળ કોરોના ફેલાવવામાં એક મહત્વનું કારણ બની શકે છે. જ્યારે આપણે ધૂળ સાફ કરીએ છીએ તે આપણા ફેફસા સુધી પહોંચીને ઇન્ફેક્શનની શરૂઆત કરે છે. અને પછી ધૂળ અને ફંગસ પણ તમારા ફેફસામાં ધીરે ધીરે સેપ્સીસ એટલે કે વાયરસને ખાવાપીવા માટે અને તેને વધારવા માટેની સામગ્રી બની જાય છે. એટલે કે વાઇરસને વધારવાનું કામ કરે છે.

તેની ચપેટમાં લોકો જલ્દી આવી જાય છે. જેમની ઇમ્યુન સિસ્ટમ નબળી છે. અથવા તો જેમને પહેલેથી જ કોઇ ગંભીર બિમારી છે. જેમ કે અસ્થમા, એલર્જી અથવા શ્વાસ લેવાનું. તેમના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તમારી પર બીમારી ત્યારે વધારે હાવી થાય છે, જ્યારે તમારું શરીર અંદરથી કમજોર હોય છે. એટલે કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે.

દિવાળી વેકેશન દરમિયાન વાતાવરણ ગરમી, હૂંફાળા થી ઠંડી તરફ જાય છે એટલે કે મોસમ બદલાય છે. આ વાતથી આપણે બધા જ પરિચિત છીએ કે મોસમ બદલવાની સાથે જ આપણને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ પણ થાય છે. તેવામાં સીઝન પૂર્ણ થવાને કારણે અને દિવાળી ની સફાઈ કરવા કારણે શરીરમાં થકાવટ ના લીધે આપણી ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ કમજોર થઈ જાય છે. તેવામાં કોરોનાવાયરસ આપણા પર હાવી થઈ શકે છે.

અને એના માટે આ દિવાળી કોરોનાકાળની દિવાળી છે, તો તમે પોતે અને પોતાના પરિવારના આરોગ્યનું ધ્યાન રાખો. આ વર્ષે દિવાળીમાં ધૂળના સંપર્કમાં આવવાથી બચો. એવી વસ્તુઓની સફાઈ કરો જે વસ્તુ તમારી રોજિંદી જિંદગીમાં વાપરતા હોવ. જો જૂની વસ્તુઓ કાઢીને સાફ કરશો તો ધૂળના સંપર્કમાં આવશો જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જેથી કોરોના કાળમાં ફક્ત સમજદારી અને જાગૃતતા સાથે આગળ વધવાનું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati