કોહલીની જગ્યાએ 25 વર્ષનો બેટસમેન બની શકે છે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, ઓસ્ટ્રેલિયાના વિકેટકિપરને છે તેના ઉપર ભરોસો

  • Publish Date - 5:26 pm, Wed, 18 November 20 Edited By: Bipin Prajapati
કોહલીની જગ્યાએ 25 વર્ષનો બેટસમેન બની શકે છે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, ઓસ્ટ્રેલિયાના વિકેટકિપરને છે તેના ઉપર ભરોસો

ભારતીય ક્રિકેટ ટીમ માટે ચોથા નંબર પર બેટીંગ કરી રહેલા શ્રેયસ ઐયર ઉપર સૌની નજર છે. પાછળા કેટલાક વર્ષોથી આ યુવા બેટ્સમેન શાનદાર રમતથી પોતાની જગ્યા પણ ટીમ ઇન્ડિયામાં પાક્કિ કરી લીધી છે. આ વર્ષે આઇપીએલમાં પણ ઐયરની કેપ્ટનશીપ દરમ્યાન દિલ્હી કેપીટલ્સે પ્રથમ વાર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

વર્ષ 2018માં ગૌતમ ગંભીરે ટુર્નામેન્ટ ચાલી રહી હતી એ દરમ્યાનન જ કેટલીક મેચોના બાદ ઐયરને કેપ્ટનશીપ સોંપી દીધી હતી. જેણે 23 વર્ષના યુવાન ખેલાડીને ટીમના ભવિષ્ય માટે ખુબ સારો ગણાવ્યો હતો. ઐયરે 40 બોલ પર 93 રનની ઇનીંગ રમી હતી અને તેનાથી તેની દમદાર છબી ઉપસી આવી હતી. આ ઉપરાંત પણ તેણે કેપ્ટનના સ્વરુપે અનેક વાર ખુબ સરસ ઇનીંગ રમી ચુક્યો છે.

ઓસ્ટ્રેલીયાના વિકેટકીપર એલેક્સ કૈરી જે દિલ્હી કેપીટલ્સનો હિસ્સો છે, જેણે શ્રેયસને યોગ્ય કેપ્ટન ગણાવ્યો છે. કેરીએ આશા સેવી છે કે તે એક દિવસે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટની કરશે. તેણે એમ હતુ કે, તેમાં કોઇ શંકા નથી કે, તેની અંદર એક દિવસે ભારતીય ટીમની આગેવાની કરવાની ક્ષમતા છે. હું સમજુ છુ કે શ્રેયસ એક બહેતરીન કેપ્ટન બનવા તરફ અગ્રેસર છે.

દિલ્હી કેપીટલ્સ ની ટીમ આઇપીએલની 13 મી સિઝનમાં ઉપ વિજેતા બની હતી. તે પ્રથમ વાર જ આઇપીએલની ફાઇનલમાં પહોંચી શકી હતી, જોકે તેણે ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં 16 મેચો રમીને 519 રન બનાવ્યા હતા. કેરીએ કહ્યુ હતુ કે, તેની અંદર એક સાથે ગૃપમાં સામેલ તમામ ખેલાડીઓ સાથે જોડાઇ જવાની કમાલની કાબેલિયત છે. તે પોતાના ઉપર થી ધ્યાન હટાવીને વધારે ગૃપની ચિંતા કરતો હોય છે. દિલ્હી માટે પાછલી કેટલીક સિઝનમાં તે ખુબ સફળ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati