મચ્છર વિશે આ બાબત જાણીને તમે પણ કહેશો કે, દુનિયામાં મચ્છર જેવું કોઈ નહીં, મચ્છરની દુનિયાના રોચક તથ્યો

મચ્છર વિશે આ બાબત જાણીને તમે પણ કહેશો કે, દુનિયામાં મચ્છર જેવું કોઈ નહીં, મચ્છરની દુનિયાના રોચક તથ્યો

ભારતમાં એક વ્યક્તિ માટે જીવનની તમામ સમસ્યાઓ સાથે મચ્છર પણ એક મોટી સમસ્યા છે. વરસાદની ઋતુ સાથે મચ્છરોનો ફેલાવો વધી જાય છે. ધરતી પર લોકોને મારવા માટે જે કારણો વધારે છે તેમા એક કારણ મચ્છર પણ છે.

આ પણ વાંચોઃ APMC અમદાવાદમાં બટાટાના મહત્તમ ભાવ રહ્યા રૂ.320, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 • ધરતી પર 3500થી પણ વધુ પ્રકારના મચ્છર છે, અને આ જીવ 20 કરોડ વર્ષ પહેલા ધરતી પર આવ્યા હતા
 • મચ્છર લોકોનો શ્વાસ પણ સૂંઘી શકે છે, 75 ફૂટ દૂરથી મચ્છર CO2 સૂંઘી લે છે.
 • મચ્છર 2 ફૂટ પ્રતિ સેકન્ડની સ્પીડથી ઉડી શકે છે અને 40 ફૂટ ઉપર ઉડી શકતા નથી. સાથે કોઈપણ મચ્છર પોતાના જન્મસ્થળથી 1 મીલ વિસ્તારમાં જ ઉડી શકે છે.
 • માત્ર માદા મચ્છર જ લોકોનું લોહી પીવે છે, નર જાતિના મચ્છર શાકાહારી હોય છે!
 • મચ્છર આશરે 16 મિલિમીટર લાંબા અને 2.5 મિલીગ્રામ વજન ધરાવે છે.
 • મચ્છર એક વખત ડંખ મારીને 0.001થી 0.1 મિલિલીટર સુધી લોહી પીવે છે.
 • જ્યારે મચ્છરને લોહી પીવાની વધુ જ તડપ હોય ત્યારે કપડામાંથી પણ ડંખ મારે છે
 • માદા મચ્છર પોતાના જીવનમાં આશરે 500 ઈંડા આપી શકે છે
 • જો મચ્છરને લોહી ન મળે તો તે નવા બચ્ચા જન્માવે છે
  એક માદા મચ્છરની ઉંમર આશરે 2 મહિના અને નર મચ્છરની ઉંમર 15 દિવસ આશરે હોય છે
 • મચ્છરની પાંખ એક સેકન્ડમાં આશરે 500 વખત ફડફડે છે
 • મચ્છર પોતાના વજનથી આશરે 3 ગણુ વધારે વજન ચૂસે છે
 • અન્ય રંગના પ્રમાણમાં મચ્છર બ્લૂ રંગ તરફ વધારે આકર્ષિત થાય છે
 • મચ્છરના 6 પગ અને 47 દાંત હોય છે
 • 1,200,000 મચ્છર તમારા શરીરનું સંપૂર્ણ લોહી પી શકે છે
 • ‘O’ બ્લડ ગ્રૂપના લોકોને મચ્છર વધુ ડંખ મારે છે
 • એવા લોકોને પણ મચ્છર વધુ ડંખ મારે છે જેણે કેળા ખાધા હોય છે
 • આઈસલેન્ડ એકમાત્ર દેશ છે જ્યાં મચ્છર નથી

Related image

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati