વતન વાપસી છતાં ઘરથી માઇલો દૂર છે અભિનંદન ! કેટલો સમય લાગશે ફરી આકાશમાં ઉડવામાં ? અહીં જાણો હવે શું-શું થશે અભિનંદન સાથે ?

વાયુસેના જાંબાઝ વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની વતન વાપસી તો થઈ ગઈ છે, પરંતુ તામિલનાડુ ખાતે આવેલા પોતાના ઘરથી હજી તેઓ ઘણા દૂર છે. TV9 Gujarati   Web Stories View more આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે? PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના […]

વતન વાપસી છતાં ઘરથી માઇલો દૂર છે અભિનંદન ! કેટલો સમય લાગશે ફરી આકાશમાં ઉડવામાં ? અહીં જાણો હવે શું-શું થશે અભિનંદન સાથે ?
Follow Us:
| Updated on: Mar 02, 2019 | 4:52 AM

વાયુસેના જાંબાઝ વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની વતન વાપસી તો થઈ ગઈ છે, પરંતુ તામિલનાડુ ખાતે આવેલા પોતાના ઘરથી હજી તેઓ ઘણા દૂર છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

અભિનંદને હાલમાં ભારતીય સલામતી દળો અને તપાસ એજન્સીઓની અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. નિર્ધારિત નિયમો મુજબ અભિનંદન હાલમાં ઘરે નહીં જઈ શકે. તેમણે અનેક તબક્કાઓની પૂછપરછમાંથી પસાર થવું પડશે. આ પ્રક્રિયામાં 1 મહિનાથી વધુનો સમય લાગી શકે છે. ત્યાર બાદ જ તેઓ ફરીથી લડાકૂ વિમાન ઉડાવી શકશે.

ત્રણ તબક્કાઓમાં થશે પ્રક્રિયા :

1. સૌપ્રથમ રેડક્રૉસ ઇંટરનેશનલ અભિનંદનની મેડિકલ તપાસ કરશે. તેમાં જોવામાં આવશે કે તેમને કેટલી ઈજાઓ લાગી, કેવી રીતે લાગી, શું ટૉર્ચર કરાયું, ટૉર્ચર થયું, તો કઈ કક્ષાનું હતું, તેમને ડ્રગ્સ તો નથી અપાયાં. આ તપાસના આધાર પર ભારત ટૉર્ચરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ પર મૂકી શકે. જિનેવા સંધિ મુજબ યુદ્ધકેદીઓ સાથે અમાનીવય વર્તન નથી કરી શકાતું.

2. ઍરફોર્સ અભિનંદનની પૂછપરછ કરશે અને સરકારને રિપોર્ટ કરશે. ઍરફોર્સ સવાલો કરશે કે પાકિસ્તાનમાં શું પૂછાયું, કેટલી વાર પૂછપરછ થઈ, શું જવાબ આપ્યા. અભિનંદનના જવાબો પર ઍરફોર્સ સરકારને રિપોર્ટ સોંપશે કે જેથી ભારત દુશ્મન સેનાની પૂછપરછની રીતોના હિસાબથી પોતાના પાયલૉટને તૈયાર કરી શકે.

3. રૉ અને આઈબી જુદી-જુદી તપાસ કરશે. આ પૂછપરછ મહત્વની છે. રૉ અને આઈબી અભિનંદન સાથે થયેલા વર્તનની વિગતો તૈયાર કરશે. બંને એજન્સીઓ પાકિસ્તાની સેના વિશે વધુમાં વધુ માહિતી લેવાનો પ્રયત્ન કરશે. પાકિસ્તાની સેનાની રીત-રસમોનું વિશ્લેષણ કરાશે. આ પૂછપરછના અનેક તબક્કા હોય છે. તેમાં ઘણી વખત એક મહિનાથી પણ વધુ સમય લાગી જાય છે. આ આટલા માટે કરાય છે કે જેથી રૉ અને આઈબી પાકિસ્તાનની દરેક ડીટેલ ઝીણવટપૂર્વક જાણી શકે. આ તમામ ક્લિયરંસ બાદ જ અભિનંદન ડ્યૂટી પર પરત ફરી શકશે.

[yop_poll id=1917]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">