USA-los-angelesમાં કિચન ક્વીન્સ-2021 સ્પર્ધા ‘સેઝવાન-મૂઠિયા’ અને ‘વેજ પકોડા તાકોસ’ ની ધમાકેદાર મજા

USA-los-angeles : ગુજરાતીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી મેળવે તો ગુજરાતી વાનગીઓ કેમ પાછળ રહે ! અમેરિકામાં લોસ ઍન્જેલીસમાં “કિચન ક્વીન્સ” સંસ્થા દ્વારા કિચન ક્વીન્સ-2021 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં સુરતની સાથે અન્ય ગુજરાતી મહિલાઓએ પણ ભાગ લિધો હતો.

  • Neeru Zinzuwadia Adesara
  • Published On - 17:24 PM, 9 Feb 2021
USA-los-angelesમાં કિચન ક્વીન્સ-2021 સ્પર્ધા ‘સેઝવાન-મૂઠિયા’ અને ‘વેજ પકોડા તાકોસ’ ની ધમાકેદાર મજા

USA-los-angeles : ગુજરાતીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી મેળવે તો ગુજરાતી વાનગીઓ કેમ પાછળ રહે ! અમેરિકામાં લોસ ઍન્જેલીસમાં “કિચન ક્વીન્સ” સંસ્થા દ્વારા કિચન ક્વીન્સ-2021 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં સુરતની સાથે અન્ય ગુજરાતી મહિલાઓએ પણ ભાગ લીધો હતો.

કોરોનાના કારણે વર્ચ્યુઅલ યોજાયેલી સ્પર્ધામાં 250થી વધુ મહિલાઓઍ ભાગ લીધો હતો. કેલિફોર્નિયાથી વર્ચુઅલ યોજાયેલી આ સ્પર્ધામાં ત્રણ વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા. કિચન ક્વીન્સ સ્પર્ધામાં, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી અને લેબોન હોસ્પિટાલિટીનો સહયોગ રહ્નો હતો.

ચટાકેદાર ‘સેઝવાન-મૂઠિયા’ અને ‘વેજ પકોડા તાકોસ’ ની ધમાકેદાર મજા

 

અમેરિકામાં ભારતીય સંસ્કૃતિ અને પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે કિચન ક્વીન્સ સંસ્થા દ્વારા દર વર્ષે કિચન ક્વીન્સ સ્પર્ધા અને અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ વખતે કોરોના મહામારીના કારણે સ્પર્ધા ઓનલાઇન યોજાઇ હતી. જેમાં અમેરિકા જ નહીં વિશ્વભરમાંથી 250થી વધુ સ્પર્ધકોઍ ભાગ લીધો હતો. સ્પર્ધામાં બ્યુઍના પાર્ક ઓરેન્જ સિટીના તેજ માંડલિયા કિચન ક્વીન્સ-2021 જાહેર થયાં હતાં. તેજ માંડલિયા દ્વારા ભારતીય અને મેક્સિકન વાનગીનું મિશ્રણ બનાવીને ‘વેજ પકોડા તાકોસ’ વાનગી બનાવાઇ હતી. આ વાનગીમાં મેથી, કોર્ન તાકો, ફૂદિનાની ચટણી, મેક્સિકન ચીઝનો ઉપયોગ કરાયો હતો.

સ્પર્ધામા સેરિટોઝ ઓરેન્જ સિટીના હર્ષલતાઍ ‘સેઝવાનï-મૂઠિયા’ની ડીશ બનાવી હતી જ્યારે સિટી ઓફ ટોરેન્સ લોસ ઍન્જિલસ ખાતે રહેતા સોરિતા સોનિયા જાંગ્યાનીઍ ઇન્ડો-અમેરિકન વાનગી ‘પનીર મખની પાસ્તા’ બનાવી હતી.
કિચન કવીન્સ સ્પર્ધાના વિજેતાઓને સમ્માનિત કરવાના કાર્યક્રમમાં સંસ્થાના યોગી પટેલે ,મીતા વસંતે જણાવ્યું હતું કે, છેલ્લાં છ વર્ષથી સંસ્થા દ્વારા આ સ્પર્ધા યોજવામાં આવે છે. કોરોના મહામારીને કારણે આ વર્ષે વર્ચ્યુઅલ આયોજન થયું હતું. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.
કિચન ક્વીન્સ સ્પર્ધામાં સહયોગ આપનાર સંસ્થા ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પરિમલ શાહે જણાવ્યું કે, કોરોના કાળમાં યોજાયેલી આ સ્પર્ધાનો અલગ જ અને ખૂબ જ સારો અનુભવ રહ્નો.
લેબોન હોસ્પિલિટીના યોગી પટેલે જણાવ્યું હતું કે, અમેરિકામાં કિચન ક્વીન્સ જેવા કાર્યક્રમોથી ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન મળે છે. સાથે સ્પર્ધકો દ્વારા જે વાનગી તૈયાર થાય છે તેનાથી વ્યાપક પ્રમાણમાં લોકોને જાણ થાય છે. વિજેતાઓએ જણાવ્યું કે આ સ્પર્ધા ભારતીયોને પોતાની રસોઇકળાને બહાર લાવવા માટે ઍક મંચ પૂરો પાડે છે, ઍનાથી સૌ કોઇને પ્રોત્સાહન મળે છે.