જાણો 19 જાન્યુઆરીને કાશ્મીરી પંડિત ‘વિસ્થાપન દિવસ’ તરીકે શા માટે યાદ કરે છે!

જાણો 19 જાન્યુઆરીને કાશ્મીરી પંડિત 'વિસ્થાપન દિવસ' તરીકે શા માટે યાદ કરે છે!

19 જાન્યુઆરીના દિવસ ભારતના ઈતિહાસમાં કાશ્મીરી પંડિતના વિસ્થાપન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 19 જાન્યુઆરીના દિવસ બાદ કાશ્મીરમાં ઘર્ષણ વધ્યું અને લાખો કાશ્મીરી પંડિતોએ જીવ બચાવવા માટે કાશ્મીર છોડીને પંજાબના નજીકના વિસ્તારો તરફ આવ્યા. આ ઘટનાને 30 વર્ષ થઈ ગયા છે. આ અંગે એક ફિલ્મ ‘શિકારા’ પણ આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

kashmiri-pundits-will-never-forget-about-19-january-1990-know the facts

તસવીર પ્રતીકાત્મક છે

આ પણ વાંચો :  અકસ્માતમાં અભિનેત્રી શબાના આઝમી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, PM મોદીએ Tweet દ્વારા દુઃખ વ્યક્ત કર્યું

19 જાન્યુઆરી, 1989ના દિવસ પછી કાશ્મીર પંડિતો માટે કાશ્મીરમાં રહેવું સહેલું નહોતું. જેથી તેઓ જમ્મુ અને દિલ્હી અને પંજાબના સરહદી વિસ્તારોમાં વિસ્થાપિત થયા. 1990 સુધીમાં મોટાપાયે કાશ્મીરી પંડિતો વિસ્થાપન માટે મજબૂર બન્યા. 1990ના જાન્યુઆરીના મહિનામાં સ્થાનિક લોકોને કાશ્મીરી પંડિતો વિશે ભડકાવવામાં આવ્યા. કાશ્મીરી પંડિતોના વિરોધમાં નારા લગાવવામાં આવ્યા અને તેમની હત્યા પણ કરવામાં આવી. કહેવાય છે કે ભીડને કાબૂ કરવી મુશ્કેલ હોય છે તેવી જ સ્થિતિ કાશ્મીરમાં બની હતી અને તે જ ભીડના ભયના લીધે કાશ્મીરી પંડિતોએ પોતાના ઘરને છોડવું પડ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તસવીર પ્રતીકાત્મક છે

કેટલાં કાશ્મીરી પંડિતો વિસ્થાપિત થયા છે તે અંગે કોઈ ચોક્કસ આંકડાઓ આજસુધી જાણી શકાયા નથી. એવું કહેવામાં આવે છે કે 1થી 8 લાખ કાશ્મીર પંડિતોએ આ ઘટનાને લઈને કાશ્મીરમાં પોતાનું ઘર છોડ્યું અને ભારતમાં અન્ય જગ્યાએ શરણ લીધી. આ ઘટનાને લઈને 19 જાન્યુઆરી, 1990ના રોજ નવા બનેલા રાજ્યપાલે જગમોહને કાશ્મીરમાં આર્મીને બોલાવી લીધી. આર્મીના આવી જવાને લીધે સ્થિતિ કાબૂમાં આવી હતી અને વિવાદને થાળે પાડી શકાયો. જો કે ડરની સ્થિતિના લીધે કાશ્મીરી પંડિતોનું વિસ્થાપન ચાલું રહ્યું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

-kashmiri-pundits-will-never-forget-about-19-january-1990-know the facts

તસવીર પ્રતીકાત્મક છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેટલાંક જાણીતા લોકોની હત્યા પણ થઈ હતી. જેમાં ખાસ કરીને ભારત સરકારના દૂરદર્શનના નિર્દેશક લસા કોલ, ટેલિકોમ એન્જિનીયર બાલકૃષ્ણ ગંજુ, ન્યાયધીશ નીલકંઠ ગંજૂ, રાજકીય નેતા ટીકાલાલ ટપલૂની પણ હત્યા થઈ. આમ 19 જાન્યુઆરીનો દિવસ કાશ્મીરી પંડિતો માટે વિસ્થાપન દિવસ તરીકે ઓળખાય છે અને તેની સાથે તેમની લાગણીઓ જોડાયેલી છે. જો કે મોદી સરકારે જમ્મુ કાશ્મીરને કલમ 370 હટાવીને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યું છે.  અમુક સંગઠનો કાશ્મીરી પંડિતોના પુનર્વાસ માટે પણ માગણીઓ કરી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati