Karnataka : મુસ્લિમ યુવાનોને મંદિર સાથે ચેડા કરવાનું પડ્યું ભારે, શ્રાપના ભયથી એકનું મૃત્યુ, બે યુવાનોએ કર્યું સરેન્ડર

Karnataka : કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના મંગલુરૂથી એક ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે.

Karnataka : મુસ્લિમ યુવાનોને મંદિર સાથે ચેડા કરવાનું પડ્યું ભારે, શ્રાપના ભયથી એકનું મૃત્યુ, બે યુવાનોએ કર્યું સરેન્ડર
સ્વામી કોરાગજ્જાના શ્રાપનો ભય
Follow Us:
| Updated on: Apr 02, 2021 | 7:47 PM

Karnataka : કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના મંગલુરૂથી એક ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. ત્રણ મુસ્લિમ યુવાનોએ મંદિર સાથે ચેડા અને ગંદુ કૃત્ય કર્યું, પણ બાદમાં સ્વામી કોરાગજ્જા (SWAMI KORAGAJJA) શ્રાપના ડરથી એક યુવાનનું મૃત્યુ થયું અને અન્ય બે યુવાનોએ પોલીસ સામે સરેન્ડર કર્યું.

શું બની હતી સમગ્ર ઘટના? આ ત્રણેય મુસ્લિમ યુવકોએ સ્વામી કોરાગજ્જા (SWAMI KORAGAJJA) મંદિરની દાન પેટીમાં વાંધાજનક વસ્તુઓ નાખી હતી. આરોપી અબ્દુલ રહીમ અને તૌફિક જોકાટ્ટેમાં રહે છે. તેણે અન્ય એક મિત્ર નવાઝ સાથે મળી મંદિરની દાન પેટીમાં આપત્તિજનક વસ્તુઓ નાખી હતી. આ ઘટના પછી સ્વામી કોરાગજ્જા (SWAMI KORAGAJJA)ના શ્રાપના ભયથી નવાઝનું અચાનક મૃત્યુ થયું અને રહીમ અને તૌફીક મૃત્યુથી ડરતા હતા. સ્વામી કોરાગજ્જાના શ્રાપના ભયથી રહીમ અને તૌફીકે પોલીસ સામે સરેન્ડર કર્યું અને મંદિર સાથે ચેડા કરવાનું તેમજ ગંદુ કૃત્ય કરવાનું સ્વીકાર્યું હતું

કેવી રીતે થયું નવાઝનું મૃત્યુ ધરપકડ કરાયેલા આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે મંદિર સાથે ચેડા અને ગંદુ કૃત્ય કર્યા પછીના થોડા દિવસ બાદ તેના મિત્ર નવાઝની તબિયત અચાનક બગડી ગઈ હતી અને તેને લોહીની ઉલટીઓ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ 32 વર્ષીય નવાઝની તબિયત સતત બગડતી રહી. તેમના કહેવા મુજબ નવાઝે આ આરોપીઓને કહ્યું હતું કે સ્વામી કોરાગજ્જા મંદિરની દાન પેટીમાં વાંધાજનક વસ્તુઓ ગંદુ કૃત્ય કરવાને કારણે તેને સ્વામી કોરાગજ્જા (SWAMI KORAGAJJA) ભગવાન દ્વારા શાપ આપવામાં આવ્યો હતો. થોડા દિવસ પછી તૌફીકને પણ નવાઝની જેમ જ મોઢામાંથી લોહી નીકળવાનું શરૂ થઇ ગયું. આ પછી અબ્દુલ રહીમ અને તૌફિકે કોરાગજ્જા મંદિર વિશે જાણવાનું શરૂ કર્યું.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

પૂજારી સામે ગુનો કબુલ્યો, પોલીસ સામે સરેન્ડર કર્યું નવાઝની જેમ તૌફીકને પણ મોઢામાંથી લોહી નીકળવાનું શરૂ થતા ત્યારબાદ બંને ગભરાઈ ગયા હતા અને પુજારીને મળીને પોતાની ભૂલ કબૂલ કરી હતી અને પોલીસ સામે સરેન્ડર કર્યું હતું. ગયા મહિને નવાઝનું અવસાન થયું હતું. નવાઝે અબ્દુલ અને તૌફિકને ભગવાન શિવના અવતાર મનાતા સ્વામી કોરાગજ્જા (SWAMI KORAGAJJA) સામે ગુનો કબૂલવાની સલાહ આપી હતી. ગત બુધવારે રાત્રે બંને આરોપીઓએ મંદિરના પૂજારી સામે ગુનો કબૂલ્યો હતો અને પોલીસ સામે સરેન્ડર કર્યું હતું. પોલીસે IPCની કલમ 153 (એ) હેઠળ ધરપકડ કરી છે. પોલીસે બનાવના પુરાવા અને સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">