કરજણ બેઠકની પેટાચૂંટણીની મતગણતરીને લઈને ગોઠવાઈ વ્યવસ્થા, મતગણતરીને લઈને ખાસ જાહેરનામું, ચૂંટણી અધિકારીઓ સહિતનો સ્ટાફ પહોંચ્યો પોલિટેકનિક કોલેજ

કરજણ બેઠકની પેટાચૂંટણીની મતગણતરીને લઈને ગોઠવાઈ વ્યવસ્થા, મતગણતરીને લઈને ખાસ જાહેરનામું, ચૂંટણી અધિકારીઓ સહિતનો સ્ટાફ પહોંચ્યો પોલિટેકનિક કોલેજ

કરજણ બેઠકની પેટાચૂંટણીની મતગણતરીને લઈને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલિટેકનિક કોલેજમાં હાથ ધરાશે. મતગણતરીને લઈને વાહનો માટે ખાસ જાહેરનામું બાહર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે નોપાર્કિંગ અને નોએન્ટ્રીનું જાહેરનામું કર્યું છે જે મુજબ આવતીકાલે સવારે 5 વાગ્યાથી શરૂ થશે જાહેરનામાનો અમલ. ગેંડા સર્કલથી એલએન્ડટી સર્કલ સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તો પોલિટેકનિકલ તરફ આવતા રસ્તાઓ પર વાહનો માટે નો એન્ટ્રી રાખવામાં આવી છે. એક હોલમાં 11 ટેબલ પર કરવામાં આવશે મતગણતરી. મતગણતરીના દિવસે થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા રહેશે. સ્ટ્રોંગ રૂમની સુરક્ષા સંભાળી રહી છે CRPF અને મતગણતરી હોલમાં SRPF અને સ્થાનિક પોલીસ હાજર રહેશે. ચૂંટણી અધિકારીઓ સહિતનો સ્ટાફ પોલિટેકનિક કોલેજ પહોચી ચુક્યો છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati