કાન, નાક, ગળા માટે જોવા મળતી સામાન્ય ફરિયાદોનું આ છે સિમ્પલ સોલ્યુશન

  • Publish Date - 8:31 pm, Sat, 19 September 20 Edited By: Kunjan Shukal
કાન, નાક, ગળા માટે જોવા મળતી સામાન્ય ફરિયાદોનું આ છે સિમ્પલ સોલ્યુશન


કાન, નાક અને ગળાને લઈને સામાન્ય રીતે આ ત્રણ પ્રશ્નો લઈને નિષ્ણાંતોને સવાલો પૂછવામાં આવતા હોય છે. આ ત્રણ અંગો એવા હોય છે, જ્યારે તે અંગે આ સામાન્ય ફરિયાદો વારંવાર ઉઠવા પામે છે. ત્યારે શું કરવું તેનું ચેન નથી પડતું. જેનો જવાબ આજે અમે તમને આપવા જઈ રહ્યા છે.

Kan, nak, gala mate jova malti samanya fariyado nu aa che simple solution

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કાનને કેવી રીતે સાફ કરવા જોઈએ?

સામાન્ય રીતે કાન કુદરતી રીતે જાતે જ સાફ થઈ જતા હોય છે. આપણે જ્યારે કશું ચાવીએ છીએ ત્યારે કાનમાં રહેલા ઝીણા વાળ કાનના મેલને બહાર ધકેલી દે છે. જો આપણે કશું પણ અંદર નાંખીએ તો કુદરતની ક્રિયામાં અવરોધ ઉભો થાય છે. કોઈક વખત કાનના વાળ ખેંચાઈ જાય તો ફોલ્લી પણ થઈ શકે છે અને કાનના પડદાને નુકસાન થવાની ભીતિ રહેલી છે. આથી હંમેશા કાનને સુતરાઉ કપડાં વડે જ સાફ કરવા જોઈએ.

Kan, nak, gala mate jova malti samanya fariyado nu aa che simple solution

વારંવારે શરદી થઈ જવા પાછળનું શું કારણ?

હવામાં ફરતા રજકણને લીધે કાનમાં એલર્જી થતી હોય છે. એલર્જીના કણ ધૂળની સાથે ગતિમાં આવતા હોય છે. જ્યાં સુધી એલર્જીના કણ જમીન પર હોય ત્યાં સુધી કોઈ તકલીફ કરાવતા નથી પણ જ્યારે ગતિ મળે ત્યારે નાકના સંપર્કમાં આવીને શરદી કરાવતા હોય છે. સૂર્યોદય, સૂર્યાસ્ત સમયે, ઋતુ કે વાતાવરણ બદલાય ત્યારે આવું ખાસ થતું હોય છે. તેથી એલર્જીથી બચવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. જેને પણ એલર્જી હોય તેણે ધૂળ ધુમાડો, અગરબત્તી, પરફ્યુમ, ધુમ્રપાન જેવા એલર્જી પેદા કરતા તત્વોથી બચવું જોઈએ. નાકના આગળના ભાગમાં ઘી અથવા વેસેલિન જેવું લુબરીકેન્ટ લગાવવું જોઈએ.

1). સાફ સફાઈ થતી હોય ત્યાંથી દૂર જતું રહેવું જોઈએ.

2). સાફ સફાઈ જાતે કરતા હોવ ત્યારે મોઢું માસ્ક કે કપડાથી ઢાંકી રાખવું જોઈએ.

3). ટુ વ્હીલર પર જાઓ ત્યારે મોઢું ઢાંકેલું રાખવું જોઈએ.

4). પંખાની બરાબર નીચે કે એસીની બરાબર સામે ન રહેતા થોડું સાઈડમાં બેસવું કે સૂવું જોઈએ.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Kan, nak, gala mate jova malti samanya fariyado nu aa che simple solution

વારંવાર અવાજ તરડાઈ જાય તેનું શું કારણ?

કુદરતે આપણને અવાજ માટે એક ક્ષમતા આપેલી છે. જ્યારે તે કેપેસિટીથી વધારે ખેંચાઈને બોલીએ તો સ્વરપેટીને નુકસાન થાય છે. વારેઘડીએ શરદી, એસીડીટી કે ધૂમ્રપાનની ટેવ હોય તેનાથી પણ સ્વરપેટીને નુકશાન થતું હોય છે. કોઈવાર છાતીમાં કફ અથવા ઈન્ફેક્શન થાય ત્યારે પણ સ્વરપેટીને નુકસાન થતું હોય છે. અવાજને વારંવાર બગડતો અટકાવવા માટે આ કરી શકાય.

1). ખેંચીને બોલવાની આદત ટાળવી જોઈએ.
2). પાણી પૂરતા પ્રમાણમાં પીવુ જોઈએ.
3). ખાવામાં તળેલું, તીખું, અને ઠંડુ ટાળવું જોઈએ.
4). ધુમ્રપાનની આદત છોડવી જોઈએ.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Click on your DTH Provider to Add TV9 Gujarati