દેશના 47માં CJI બન્યા જસ્ટિસ બોબડે, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ, જુઓ VIDEO

દેશના 47માં CJI બન્યા જસ્ટિસ બોબડે, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ, જુઓ VIDEO


 

 

જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ ભારતના 47માં ચીફ જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ બોબડેને ભારતના ચીફ જસ્ટિસ તરીકે શપથ લેવડાવ્યા છે. 17 નવેમ્બરે નિવૃત થયેલા પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જ CJIના પદ માટે જસ્ટિસ બોબડેના નામની ભલામણ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જસ્ટિસ બોબડે ચીફ જસ્ટિસ તરીકે 18 મહિના કામ કરશે. તે 23 એપ્રિલ 2021એ નિવૃત થશે. તાજેતરમાં જ આવેલા અયોધ્યા રામમંદિર કેસનો નિર્ણય આપનારી ખંડપીઠમાં જસ્ટિસ બોબડે પણ સામેલ હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

CJI તરીકે જસ્ટિસ બોબડેની સામે ઘણા મોટા નિર્ણયો થશે, જેની પર તેમને નિર્ણય સંભળાવવો પડશે. હાલમાં જ અયોધ્યા વિવાદ પર નિર્ણય આવ્યો છે પણ તેની પર પુનર્વિચાર અરજી દાખલ કરવાનો પણ નિર્ણય મુસ્લિમ પક્ષે લીધો છે. બીજી તરફ સબરીમાલા વિવાદને હવે મોટી ખંડપીઠને સોંપી દેવામાં આવ્યો છે, ત્યારે ચીફ જસ્ટિસ તરીકે તે આ ખંડપીઠનો ભાગ હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati