જાણો મહાન ફુટબોલર ડિએગો મેરેડોનાના કરિયરની 10 મોટી વાતો

ફૂટબોલ જગતના સૌથી લોકપ્રિય અને સફળ ફૂટબોલર્સમાં સામેલ ડિએગો મેરેડોનાનું આજે હાર્ટએટેકના કારણે નિધન થયું છે. મેરેડોનાનું કરિયર લોકપ્રિયતાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચ્યું. જાણો તેમના કરિયર વિશેની 10 મોટી વાતો. Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે? Axis […]

જાણો મહાન ફુટબોલર ડિએગો મેરેડોનાના કરિયરની 10 મોટી વાતો
Follow Us:
| Updated on: Nov 25, 2020 | 11:58 PM

ફૂટબોલ જગતના સૌથી લોકપ્રિય અને સફળ ફૂટબોલર્સમાં સામેલ ડિએગો મેરેડોનાનું આજે હાર્ટએટેકના કારણે નિધન થયું છે. મેરેડોનાનું કરિયર લોકપ્રિયતાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચ્યું. જાણો તેમના કરિયર વિશેની 10 મોટી વાતો.

Jano mahan footballer diego maradona na career ni 10 moti vato

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1. મેરેડોનાએ 8 વર્ષની ઉંમરમાં ધ લિટિલ અનિયંસ ટીમમાં પ્રવેશ કર્યો. આ ટીમે સતત 136 મેચ અને નેશનલ ચેમ્પિયનશીપ જીતી.

2. 15 વર્ષની ઉંમરમાં વર્ષ 1976માં આર્જેન્ટિનાની જૂનિયર ટીમ તરફથી પ્રથમ ડિવિઝન ડેબ્યૂ કર્યુ.

3. માત્ર 4 મહિનાના સમયમાં રાષ્ટ્રીય ટીમની સાથે મેદાનમાં પગ મુક્યો અને આર્જેન્ટિનાના સૌથી યુવા ફૂટબોલર બન્યા.

4. વર્ષ 1978માં જ તેમને ટીમથી બહાર કરી દેવામાં આવ્યા. કારણ કે તેમને વધારે જ યુવાન સમજવામાં આવ્યા. ત્યારે આગામી વર્ષે તેમને નેશનલ અંડર 20 ટીમની કેપ્ટનશીપ કરી.

5. વર્ષ 1981માં મેરેડોના બોકા જૂનિયર્સથી જોડાયા અને ટીમને ચેમ્પિયનશીપ જીતાડવામાં મદદ કરી. ત્યારબાદ 1982માં બાર્સિલોનાથી જોડાયા અને આગામી વર્ષે જ સ્પેનિશ કપ જીત્યા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Jano mahan footballer diego maradona na career ni 10 moti vato

6. નાપોલીની સાથે સંબંધ ત્યારે ખત્મ થયો, જ્યારે કોકીન રાખવાના ગુન્હામાં ફૂટબોલ રમવા પર 15 મહિનાનો સસ્પેન્શન લાગ્યો. ત્યારબાદ તે સેવિલાથી જોડાયા અને આર્જેન્ટિનામાં નેવેલ ઓલ્ડ બોય્ઝની સાથે રમ્યા.

7. આર્જેન્ટિના માટે કરિયરની વાત કરીએ તો મેરેડોનાએ 1982,1986,1990 અને 1994ના વિશ્વ કપમાં દેશ માટે ભાગ લીધો. મેક્સિકોમાં થયેલા 1986ના વિશ્વકપમાં તેમને દબદબો જોવા મળ્યો, જેમાં આર્જેન્ટિનાએ ખિતાબ જીત્યો.

8. મેરેડોનાએ આર્જેન્ટિનાના નીચલા વર્ગના હીરો તરીકે તેમની લોકપ્રિયતાને એક નવું પરિમાણ આપ્યું. 21 વર્ષના કરિયરમાં 490 ઓફિશિયલ ક્લબ ગેમ રમ્યા. તેમાં તેમને 259 ગોલ કર્યા.

આ પણ વાંચો: મોટા સમાચાર: મહાન ફૂટબોલર ડિએગો મેરેડોનાનું નિધન, આર્જેન્ટિનાને બનાવ્યું હતું વર્લ્ડ ચેમ્પિયન

diego-maradona-dies-due-to-cardiac-arrest-aged-60-mahan-footbowler-diego-maradona-nu-nidhan-argentina-ne-banavyu-hatu-world-champion

9. વર્ષ 2008માં મેરેડોનાને આર્જેન્ટિના ફૂટબોલ ટીમના હેડ કોચ બનાવવામાં આવ્યા. 2010માં ટીમે વિશ્વકપની ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી પણ તેમનો કાર્યકાળ વધી ના શક્યો.

10. મેરેડોનાની આ વર્ષમાં જ બ્રેન સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી પણ હાર્ટએટેકના કારણે તેમનું નિધન થયું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">