જામનગરઃ ટેકાના ભાવે મગફળીની ખરીદી ત્રણ દિવસ બંધ, માર્કેટયાર્ડમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોવાથી ખરીદી બંધ

જામનગરઃ ટેકાના ભાવે મગફળીની ખરીદી ત્રણ દિવસ બંધ, માર્કેટયાર્ડમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોવાથી ખરીદી બંધ


રાજયભરમાં ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે જામનગરમાં તંત્રના અણઘડ વહીવટના કારણે ખેડૂતોએ પરેશાની ભોગવી હતી. ગઇકાલે સાંજે ખેડૂતોને એસએમએસ કરી મગફળીની ખરીદી માટે બોલાવવામાં આવ્યા હતા. જો કે મોડી રાત્રે ખેડૂતોને એસએમએસ કરીને મગફળી પ્રક્રિયા ત્રણ દિવસ માટે બંધ રાખી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આગામી 2 નવેમ્બરથી ફરી રાબેતા મુજબ ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થશે. ખેડૂતો બહાર ગામથી મગફળી લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા. જો કે ખેડૂતોને પરત જવાનું કહેતા ખેડૂતો રોષે ભરાયા હતા.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: ઉમિયા નદી પરનો કોઝવે 1 વર્ષથી બિસ્માર હાલતમાં, 10થી વધુ ગામોના લોકોને પડી રહી છે હાલાકી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati