મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ કોંગ્રેસ અને NCPની સંયુક્ત પત્રકાર પરિષદ, શિવસેનાને સમર્થન અંગે કર્યો આ ખુલાસો

મહારાષ્ટ્રમાં સત્તાનું ગણિત બેસાડવાની કોશિશ થઈ રહી છે. ત્યારે સૌ પ્રથમ NCP અને કોંગ્રેસની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ છે. જેમાં અહમદ પટેલ અને શરદ પવાર એક સાથે મીડિયા સામે આવ્યા હતા. જે બાદ આ બંને પાર્ટીની એક બેઠક યોજાશે. પત્રકાર પરિષદમાં અહમદ પટેલે કહ્યું કે, અમારી વચ્ચે સમજુતી થશે જે બાદ શિવસેના સાથે વાત કરીશું. […]

મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ કોંગ્રેસ અને NCPની સંયુક્ત પત્રકાર પરિષદ, શિવસેનાને સમર્થન અંગે કર્યો આ ખુલાસો
Follow Us:
| Updated on: Nov 12, 2019 | 2:34 PM

મહારાષ્ટ્રમાં સત્તાનું ગણિત બેસાડવાની કોશિશ થઈ રહી છે. ત્યારે સૌ પ્રથમ NCP અને કોંગ્રેસની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ છે. જેમાં અહમદ પટેલ અને શરદ પવાર એક સાથે મીડિયા સામે આવ્યા હતા. જે બાદ આ બંને પાર્ટીની એક બેઠક યોજાશે. પત્રકાર પરિષદમાં અહમદ પટેલે કહ્યું કે, અમારી વચ્ચે સમજુતી થશે જે બાદ શિવસેના સાથે વાત કરીશું.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કેબિનેટે કરેલી અરજી પર સહી કરી દીધી છે. રાષ્ટ્રપતિ પંજાબના પ્રવાસે હતા. જ્યાંથી તેઓ દિલ્હીમાં પરત ફર્યા હતા. અને ગૃહવિભાગ દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે મોકલાયેલી ફાઈલને મંજૂરી આપી હતી. મહત્વનું છે કે, સૌ પ્રથમ મહારાષ્ટ્રના રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન માટે ભલામણ કરી હતી. જે બાદ મોદી સરકારની કેબિનેટ બેઠકમાં પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની અરજીને મંજૂરી અપાઈ હતી.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

આ પણ વાંચોઃ અમદાવાદમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ: 10 દિવસમાં 41 લાખ 90 હજાર રૂપિયાનો અધધ દંડ વસૂલાયો

તો આ તરફ શિવસેના આવતીકાલે ફરી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે. રાષ્ટ્રપતિ શાસન વિરુદ્ધ બીજી અરજી સુપ્રીમમાં દાખલ કરશે. આ પહેલા રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ વિરુદ્ધ શિવસેના આજે જ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી માટે ઈનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ કહ્યું કે, બુધવાર એટલે આવતીકાલે 10:30 કલાક સવારે અરજીને કોર્ટમાં મેન્શન કરવાની રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે સહિતના નેતાઓ હોટલ રિટ્રીટમાં શિવસેનાના સાંસદોને મળવા પહોંચ્યા હતા. હોટલ રિટ્રિટ મલાડમાં છે. જ્યાં શિવસેનાના તમામ ધારાસભ્યો અને સમર્થન આપનારા 8 અપક્ષી ધારાસભ્યો પણ રોકાયા છે. ઉદ્ધવ ઠાકરેના બીજા પુત્ર તેજસ ઠાકરે પણ હાજર રહ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાષ્ટ્રપતિ શાસન લાગુ થયાની સાથે મહારાષ્ટ્રની વિધાનસભા નિલંબિત અવસ્થામાં આવી ગઈ છે. હાલમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું છે. પરંતુ જો કોઈ પાર્ટી બહુમત સાથે સરકાર રચવાનો દાવો કરશે તો, રાષ્ટ્રપતિ 6 મહિનાની પહેલા પણ દૂર થઈ શકે છે. રાજ્યપાલે પોતાની અનુશંસામાં કહ્યું કે, 15 દિવસ થઈ ગયા હોવા છતાં કોઈપણ પક્ષ તરફથી સરકાર બનવાની સંભાવના જોવા મળતી નથી. રાજ્યપાલ તરફથી પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આમ છતાં સરકારના ગઠન થવાની શક્યતા જોવા મળી રહી નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">