વિક્રમ લેન્ડર સાથે સંપર્ક થાય કે ના થાય, ISROના નામે દાખલ થઈ ગઈ આ 6 મોટી સિદ્ધીઓ

કહેવાય છે કે વિજ્ઞાનમાં સફળતા અને અસફળતા નથી હોતી, માત્ર પ્રયોગ હોય છે અને દરેક પ્રયોગથી કંઈક નવુ શીખવા મળે છે. જેથી બીજો પ્રયોગ વધારે સારો થઈ શકે. ઈસરોના ચંદ્રયાન-2 મૂન મિશન પણ ઈસરો વૈજ્ઞાનિકો માટે ખુબ શીખવનારો પ્રયોગ સાબિત થયો છે. ઘણી વસ્તુઓ પ્રથમ વાર બની છે. ઘણી ટેક્નોલોજી પ્રથમ વખત વિકસિત કરવામાં આવી. […]

વિક્રમ લેન્ડર સાથે સંપર્ક થાય કે ના થાય, ISROના નામે દાખલ થઈ ગઈ આ 6 મોટી સિદ્ધીઓ
Follow Us:
| Updated on: Sep 10, 2019 | 8:29 AM

કહેવાય છે કે વિજ્ઞાનમાં સફળતા અને અસફળતા નથી હોતી, માત્ર પ્રયોગ હોય છે અને દરેક પ્રયોગથી કંઈક નવુ શીખવા મળે છે. જેથી બીજો પ્રયોગ વધારે સારો થઈ શકે. ઈસરોના ચંદ્રયાન-2 મૂન મિશન પણ ઈસરો વૈજ્ઞાનિકો માટે ખુબ શીખવનારો પ્રયોગ સાબિત થયો છે.

ઘણી વસ્તુઓ પ્રથમ વાર બની છે. ઘણી ટેક્નોલોજી પ્રથમ વખત વિકસિત કરવામાં આવી. અંતરિક્ષમાં કક્ષા બદલવા દરમિયાન ગતિ અને અંતરમાં વધારે આગળ વધ્યા, ચંદ્રયાન-2ના ઈંધણ બચાવવામાં મદદ મળી.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

ઈસરોએ ચંદ્રયાન-2 મિશનથી કેટલી સિદ્ધીઓ મેળવી

1. ઈસરોએ પ્રથમ વખત બનાવ્યુ લેન્ડર અને રોવર

રશિયા પહેલા ચંદ્રયાન-2 માટે લેન્ડર આપવાની વાત કરી હતી પણ તેને થોડા સમય પછી ના પાડી દીધી હતી. ત્યારબાદ ઈસરોના વૈજ્ઞાનિકોએ નિર્ણય કર્યો કે તે જાતે પોતાનું લેન્ડર અને રોવર બનાવશે. ઈસરો વૈજ્ઞાનિકોને બનાવ્યા અને લેન્ડર અને રોવરને બનાવવા માટે જાતે રિસર્ચ પણ કર્યુ, ડિઝાઈન તૈયાર કરી પછી તેને બનાવ્યું.

તેમાં લગભગ 11 વર્ષ લાગી ગયા. આ તમામ સ્વદેશી ટેક્નીકથી બનાવવામાં આવ્યા. રોવરને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે બનાવી 2015માં જ ઈસરોને સોંપી દીધુ હતું. વિક્રમ લેન્ડરની શરૂઆતની ડિઝાઈન ઈસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટર અમદાવાદમાં બનાવી હતી. ત્યારબાદ તેને બેંગલુરુના URSCએ વિકસિત કર્યુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

2. પ્રથમ વખત કોઈ પ્રાકૃતિક ઉપગ્રહ પર લેન્ડર રોવર મોકલ્યુ

ઈસરોએ ચંદ્રયાન-2 પહેલા અત્યાર સુધી કોઈ ઉપગ્રહ પર લેન્ડર કે રોવર મોકલ્યુ ન હતુ. આ પ્રથમ વખત છે કે ઈસરોના વૈજ્ઞાનિકોએ કોઈ પ્રાકૃતિક ઉપગ્રહ પર પોતાનું લેન્ડર અને રોવર મોકલ્યુ. વિક્રમ લેન્ડર ભલે નક્કી માર્ગ અને નક્કી જગ્યા પર ના ઉતરી શક્યુ પણ તે ચંદ્ર પર છે. જો બધુ જ બરાબર રહેતુ તો લેન્ડર અને રોવર હાલમાં ચંદ્રના વાતાવરણ, જમીન, રાસાયણિક ગુણવતાઓની તપાસ કરી રહ્યું હોત અને ઈસરોને ચંદ્રની સુંદર તસવીરો મળી રહેતી.

3. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પ્રથમ વખત મોકલ્યુ મિશન

ભારત દુનિયાનો પ્રથમ દેશ છે અને ઈસરો દુનિયાની પ્રથમ સ્પેસ એજન્સી છે, જેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પોતાનું યાન પહોંચાડ્યુ છે. આ પહેલા કોઈ પણ દેશે આ કામ કર્યુ નથી. ભલે આ મિશન પુરી રીતે સફળ ના થયુ હોય પણ વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર હાલમાં પણ છે. ઈસરો વૈજ્ઞાનિક સતત વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવામાં લાગેલા છે. જેથી તેને ફરીથી સ્ટાર્ટ કરીને ઘણા પ્રયોગ કરવા માટે યોગ્ય બનાવી શકાય.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

4. પ્રથમ વખત કોઈ સેલેસ્ટિયલ બોડી પર લેન્ડ કરવાની ટેક્નીક વિકસીત કરી

ઈસરો વૈજ્ઞાનિકોને પ્રથમ વખત કોઈ સેલેસ્ટિયલ બોડી એટલે કે અંતરિક્ષી વસ્તુ પર પોતાનું યાન લેન્ડ કરાવવાની ટેક્નીક વિકસીત કરી, કારણ કે પૃથ્વીને છોડીને વધારે સેલેસ્ટિયલ બોડી પર હવા, ગુરૂત્વાકર્ષણ કે વાતાવરણ નથી. તેથી વિપરીત પરિસ્થિતીઓમાં કોઈ અંતરિક્ષી વસ્તુ પર પોતાનું યાન ઉતારવાની ટેક્નીક વિકસીત કરવી મોટો પડકાર હતો પણ આપણા વૈજ્ઞાનિકોએ આ કામ ખુબ જ ચોક્સાઈથી કર્યુ.

5. પ્રથમ વખત લેન્ડર-રોવર-ઓર્બિટરને એક સાથે લોન્ચ કર્યુ

ઈસરો વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત આટલા વજનના સેટેલાઈટને લોન્ચ કર્યુ. સામાન્ય રીતે કોઈ સેટેલાઈટમાં એક જ ભાગ હોય છે પણ ચંદ્રયાન-2માં ત્રણ ભાગ હતા. ઓર્બિટર, વિક્રમ લેન્ડર અને રોવર, ત્રણે ભાગને એકસાથે આ પ્રકારે જોડવાના હતા કે ચંદ્રયાન-2 કંપોઝિટ મોડ્યુલ બનાવીને GSLV-MK-3 રોકેટના પેલોડ ફેયરિંગમાં સરળતાથી ફિટ થઈ ગયા. આ કામમાં પણ આપણા વૈજ્ઞાનિકોએ સફળતા મેળવી. જ્યારે આ કામ સરળ નહતુ. રોકેટના સૌથી ઉપરના ભાગના આકાર મુજબ જ સેટેલાઈટના આકારને બનાવવાનું હોય છે, જેથી તેમાં તે ફિટ થઈ શકે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

6. વિશેષ પ્રકારના કેમેરા અને સેન્સર્સ બનાવવામાં આવ્યા

સ્પેસ એપ્લીકેશન સેન્ટર અમદાવાદના વૈજ્ઞાનિકોએ ઓર્બિટર, લેન્ડર અને રોવર માટે વિશેષ પ્રકારના કેમેરા અને સેન્સર્સ બનાવ્યા. આ કેમેરા ચંદ્રની સપાટી અને અતંરિક્ષની તસવીરો લેવા માટે સક્ષમ છે. સાથે જ એવા સેન્સર્સ બનાવ્યા જે ચંદ્રની સપાટી, તાપમાન, વાતાવરણ, રેડિયોએક્ટિવીટી વગેરેની તપાસ કરી શકે. આ કામમાં અમદાવાદ ઈસરો સેન્ટરના મોટાભાગના યુવા વૈજ્ઞાનિકો સામેલ હતા, આ સેન્ટરથી જ મોટાભાગના સેટેલાઈટ્સના સેન્સર્સ બને છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">