VIDEO: અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડશે તેજસ એક્સપ્રેસ ટ્રેન, જાણો આ ટ્રેનનું ટાઇમ ટેબલ

અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડશે તેજસ એક્સપ્રેસ ટ્રેન અને હવે IRCTCએ આ ટ્રેનનો ટાઇમ ટેબલ પણ સત્તાવાર રીતે જાહેર કરી દીધો છે. 17 જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેન શરૂ થશે. આ ખાનગી ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે. ગુરુવારે આ ટ્રેન નહીં દોડે. મુંબઈ અને અમદાવાદની વચ્ચે આ ટ્રેન 6 સ્ટેશનો પર રોકાશે. આ પણ વાંચો: અમદાવાદની APMC […]

VIDEO: અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડશે તેજસ એક્સપ્રેસ ટ્રેન, જાણો આ ટ્રેનનું ટાઇમ ટેબલ
Follow Us:
| Updated on: Dec 28, 2019 | 1:09 PM

અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડશે તેજસ એક્સપ્રેસ ટ્રેન અને હવે IRCTCએ આ ટ્રેનનો ટાઇમ ટેબલ પણ સત્તાવાર રીતે જાહેર કરી દીધો છે. 17 જાન્યુઆરીથી અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેન શરૂ થશે. આ ખાનગી ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે. ગુરુવારે આ ટ્રેન નહીં દોડે. મુંબઈ અને અમદાવાદની વચ્ચે આ ટ્રેન 6 સ્ટેશનો પર રોકાશે.

આ પણ વાંચો: અમદાવાદની APMC માં ટામેટાના મહત્તમ ભાવ રહ્યા રૂ.200, જાણો જુદા-જુદા પાકોના ભાવ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તેજસ ટ્રેન સવારે 6.40 વાગ્યે અમદાવાદ રેલવે સ્ટેશનથી રવાના થશે જે 2 મિનિટ માટે નડીયાદ સ્ટેશન પર રોકાઈને 7.21 વાગ્યે ઉપડશે. ત્યારબાદ વડોદરા રેલવે સ્ટેશન પર 5 મિનિટનો વિરામ લઈને 8.08 વાગ્યે વડોદરાથી ઉપડશે. આ ઉપરાંત ભરૂચમાં પણ તેજસ ટ્રેન 2 મિનિટ ઉભી રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જ્યાંથી 8.58 વાગ્યે રવાના થશે. ત્યારબાદ સુરતમાં 9.35 વાગ્યે પહોંચીને ત્રણ મિનિટ રોકાશે. ત્યારબાદ 2 મિનિટનો વિરામ લઈને 10.57 વાગ્યે વાપીથી ઉપડશે. જે સીધી બોરીવલી રોકાશે. 2 મિનિટ રોકાયા બાદ બોરીવલીથી તેજસ ટ્રેન 12.33એ ઉપડશે. જે બપોરે 1.10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બપોરે 3.40 કલાકે ફરી સેન્ટ્રલથી ઉપડીને રાત્રે 9.55 વાગ્યે અમદાવાદ પહોંચશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">