આઇપીએલ બાદ ધોની પરિવાર સાથે ગાળી રહ્યો છે રજાના દિવસો, દુબઇ ફરી રહ્યો છે ધોની

ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની આઇપીએલ 2020 પછી ફરી એકવાર યુએઇમાં પહોંચ્યો છે. આઇપીએલની 13 મી સિઝન યુએઇમાં રમાઇ હતી, આ લીગમાં ઇતિહાસમાં પહેલીવાર ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહોતી. ચેન્નાઇએ 14 મેચોમાં 12 પોઇન્ટ હાંસલ કર્યા હતા, આ સાથે  જે સિઝનમાં સાતમાં સ્થાન પર ટીમ રહી હતી. આઇપીએલના દરમ્યાન બાયો બબલમાં […]

આઇપીએલ બાદ ધોની પરિવાર સાથે ગાળી રહ્યો છે રજાના દિવસો, દુબઇ ફરી રહ્યો છે ધોની
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 18, 2020 | 11:41 PM

ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની આઇપીએલ 2020 પછી ફરી એકવાર યુએઇમાં પહોંચ્યો છે. આઇપીએલની 13 મી સિઝન યુએઇમાં રમાઇ હતી, આ લીગમાં ઇતિહાસમાં પહેલીવાર ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહોતી. ચેન્નાઇએ 14 મેચોમાં 12 પોઇન્ટ હાંસલ કર્યા હતા, આ સાથે  જે સિઝનમાં સાતમાં સ્થાન પર ટીમ રહી હતી. આઇપીએલના દરમ્યાન બાયો બબલમાં સમય વિતાવી અને આ હૈક્ટિક સિઝન સમાપ્ત થવા બાદ ફરી એક વાર એમએસ ધોની દુબઇમાં પહોંચ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ સમય દરમ્યાન માહિ અને તેની પત્નિ સાક્ષી તેમજ પુત્રી જીવા સાથે દુબઇમાં રજાઓ ગાળી રહ્યો છે. હાલમાં જ સાક્ષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસ્વીર શેર કરી છે, જેમાં તે જીવા અને ધોની સાથે નજર આવી રહી છે. ધોનીના અનેક પ્રશંસકોએ પણ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર કેટલીક તસ્વીરો શેર કરી છે. જેના થી ખ્યાલ આવી રહ્યો છે કે ભારતીય ટીમના પુર્વ કેપ્ટન પોતાના પરીવાર અને મિત્રો સાથે દુબઇમાં સમય વિતાવી રહ્યા છે. જેમાંથી એક લકી ફેન પણ છે કે જેને માહિ સાથે તસ્વીર લેવાની તક મળી શકી છે.

આપને બતાવી દઇએ કે ચેન્નાઇ સુપર કિંગ્સ આઇપીએલની સૌથી નિરંતર ટીમ રહી છે અને જેણે દશ સિઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવી છે. જોકે તે અગીયારમાં સિઝન રમવા દરમ્યાન પ્લેઓફમાં પહોંચી શકી નહી. આ સિઝનમાં ચેન્નાઇની ટીમ અને તેના કેપ્ટન એમએસ ધોની પણ વ્યક્તિગત રીતે પણ સંઘર્ષ કરતા નજર આવ્યો હતો. હવે સીએસકે ને એક વાર ફરી થી ટીમને નવેસર થી તૈયાર કરવાની જરુર છે, જોકે એક વાતને લગભગ નક્કિ માનવામાં આવી રહી છે કે આગેવાની આઇપીએલ 2021 માં પણ ધોની જ કરી શકે છે. હવે જોકે એમ પણ માનવામાં આવી રહ્યુ છે કે, આઇપીએલની તૈયારી કરવા માટે ઝારખંડની ધરેલુ મેચોમાં પણ ધોની રમતમાં નજરે પડી શકે છે.

https://www.instagram.com/p/CHq2OmMJFMo/?utm_source=ig_web_button_share_sheet

https://www.instagram.com/p/CHrgXvULiFR/?utm_source=ig_web_button_share_sheet

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">