IPL 2020: રોમાંચક બનેલી મેચમાં પંજાબનો પેચ છેલ્લા બોલે ફસાતા મેચ ટાઈ, સુપર ઓવરમાં દિલ્હીએ મેળવી જીત

IPLની રવિવારે બીજી મેચ દરમ્યાન દિલ્હી કેપીટલ્સ વિરુદ્ધ કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રોમાંચક મેચ યોજાઇ હતી. સિઝનની આ પહેલી મેચ ટાઇ સ્વરુપે સામે આવી હતી. બંને ટીમો 157 રન પર 8 વિકેટે અટકી હતી અને ઓવરો ખતમ થઇ ગઈ હતી. છેલ્લા બોલ સુધી રોમાંચક મેચે ગજબ મનોરંજન પુરુ પાડ્યુ હતુ. સુપર ઓવરમાં આખરે મામલો દિલ્હીના […]

IPL 2020: રોમાંચક બનેલી મેચમાં પંજાબનો પેચ છેલ્લા બોલે ફસાતા મેચ ટાઈ, સુપર ઓવરમાં દિલ્હીએ મેળવી જીત
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:30 AM

IPLની રવિવારે બીજી મેચ દરમ્યાન દિલ્હી કેપીટલ્સ વિરુદ્ધ કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રોમાંચક મેચ યોજાઇ હતી. સિઝનની આ પહેલી મેચ ટાઇ સ્વરુપે સામે આવી હતી. બંને ટીમો 157 રન પર 8 વિકેટે અટકી હતી અને ઓવરો ખતમ થઇ ગઈ હતી. છેલ્લા બોલ સુધી રોમાંચક મેચે ગજબ મનોરંજન પુરુ પાડ્યુ હતુ. સુપર ઓવરમાં આખરે મામલો દિલ્હીના પક્ષે ગયો હતો અને પંજાબને હાર નસીબ થઈ હતી. પંજાબે ટોસ જીતીને પહેલા જ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરુઆતમાં પોતાના રણનિતી ભર્યા આ નિર્ણય પર સફળ રહ્યુ હોય એમ તે દિલ્હીને મોટા સ્કોરથી કાબુમાં રાખી શક્યુ હતુ. સ્ટોઇનિસે પંજાબના બોલરોને અંતિમ ઓવરો દરમ્યાન પરેસેવો છોડાવી દીધો હતો. અંતિમ ઓવરો દરમ્યાન રમી 20 બોલમાં જ અર્ધશતક ફટકારતા પંજાબે આખી મેચ પર બનાવેલ દબાવ ઓસરી ગયો હતો.

IPL 2020: Romanchak baneli match ma punjab no pach chela ball e fasta match tie super over ma dehli e medvi jit

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

પંજાબે છેલ્લી ઓવરમાં જીત માટે જરુરી હતા છ બોલમાં 13 રન.  આ દરમ્યાન મયંક અગ્રવાલે લોંગ ઓફ પર છગ્ગો લગાવી ટાર્ગેટ પાંચ બોલ પર સાત રનનું કરી દીધુ હતુ. બીજા બોલે બે રન અને  ત્રીજા બોલ્લે ચોગ્ગો ફટકારીને સ્કોર બરાબર કરી દીધો હતો. પાંચમાં બોલે ઓપનર મયંક અગ્રવાલ સ્ટોનિશના બોલને ફટકારવા જતાં કેચ આઉટ થયો હતો. 60 બોલમાં 89 રન અગ્રવાલે કરી ટીમને છેક સુધી ખેંચી ગયો હતો.  હાર જીત મનો નિર્ણય છેલ્લા બોલે થાય એમ લાગતુ હતુ, પરંતુ  સ્ટોનિશના છેલ્લા બોલે ક્રીસ જોર્ડન પણ આઉટ થતા મેચ ટાઈમાં ફેરવાઈ હતી.

બાજી ક્યાં પલટાઇ કે પંજાબનો પેચ ફસાયો

દિલ્હીએ 157 રન આઠ વિકેટે ખડક્યા હતા અને જેના જવાબમાં પંજાબે પીછો કર્યો હતો. પરંતુ મધ્ય ઓવરો દરમ્યાન પંજાબની પારી લડખડાવા લાગી હતી. જોકે ઓપનર મયંક અગ્રવાલે છેડો જાળવી રાખતા આખરે છેલ્લી ઓવર સુધી રમતને પકડી રાખી હતી. છેલ્લી ઓવરમાં તેર રન જરુરી હતા જેમાં પહેલા બોલે છગ્ગો, બીજા બોલે બે રન, ત્રીજા બોલે ચોગ્ગો ફટકારી સ્કોરને ત્રણ બોલમાં જ બરાબર કરી લીધો હતો. પરંતુ ચોથો બોલ ખાલી ગયો અને આગળના પાંચમાં બોલે મંયક અગ્રવાલ કેચ આઉટ થતા બાજી ભીંસમાં મુકાઈ. જોકે અંતિમ એક બોલમાં એક રનની જરુરિયાત હતી, ત્યાં છેલ્લી વિકેટ પણ સ્ટોયનિશની ઓવરમાં પડી જતા પંજાબે આખરે ટાઈનો સ્વીકાર કરવો પડ્યો હતો.

IPL 2020: DD V/S KXIP ni match ma tie padta super over aavi jano koni thai jit

દિલ્હી ની પ્રથમ ઇંનીંગ્સ દરમ્યાન.

પંજાબ સામે દિલ્હી 158 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. શરુઆતમાં જેના થી દિલ્હી ને સારી આશા હતી એ શિખર ધવન, ઝીરો ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થવુ પડ્યુ હતુ. શિખર રન આઉટ થયો હતો અને દિલ્હીને આ પહેલો જ મોટો ઝાટકો લાગ્યો હતો. દિલ્હીને ઝાટકા લાગવાની ગતિ ધીમી ના પડી હોય એમ,  દિલ્હીના મુખ્ય પાંચ બેટ્સમેન 15 રન માં જ પેવેલીયન પરત ફર્યા હતા. પૃથ્વી શો 09 રને અને શિમરોન 13 રનના સ્કોર પર જ પરત ફર્યા હતા. જોકે મુશ્કેલ સમયમાં કપ્તાન ઐયર અને રુષભ પંતે અપેક્ષા પ્રમાણે રમત દાખવી, બંને એ ધૈર્યતા પુર્વક સ્કોરને આગળ વધારતા વિકેટ ટકાવવા સફળ થયા હતા. અને મેચમાં દિલ્હીને પાછા લાવવા પ્રયાસ કર્યો. બંને સફળતા પુર્વક જ પોતાની પાસે રખાયેલી અપેક્ષાઓ ને સાબિત કરી બતાવી હતી. જોકે રુષભ પંતને 31 રન પર રવિ બિસ્નોઇએ બોલ્ડ કરી દીઘો હતો. બાદમાં શ્રેયસ ઐયર પણ આઉટ થતા પેવલીયન પરત ફર્યો હતો.

દિલ્હીની પ્રથમ ઈનીંગ્સ દરમ્યાન:

પંજાબ સામે દિલ્હી 158 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. શરુઆતમાં જેના થી દિલ્હી ને સારી આશા હતી એ શિખર ધવન, ઝીરો ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થવુ પડ્યુ હતુ. શિખર રન આઉટ થયો હતો અને દિલ્હીને આ પહેલો જ મોટો ઝાટકો લાગ્યો હતો. દિલ્હીને ઝાટકા લાગવાની ગતિ ધીમી ના પડી હોય એમ,  દિલ્હીના મુખ્ય પાંચ બેટ્સમેન 15 રન માં જ પેવેલીયન પરત ફર્યા હતા. પૃથ્વી શો 09 રને અને શિમરોન 13 રનના સ્કોર પર જ પરત ફર્યા હતા. જો કે મુશ્કેલ સમયમાં કપ્તાન ઐયર અને રુષભ પંતે અપેક્ષા પ્રમાણે રમત દાખવી, બંને એ ધૈર્યતા પુર્વક સ્કોરને આગળ વધારતા વિકેટ ટકાવવા સફળ થયા હતા. અને મેચમાં દિલ્હીને પાછા લાવવા પ્રયાસ કર્યો. બંને સફળતા પુર્વક જ પોતાની પાસે રખાયેલી અપેક્ષાઓ ને સાબિત કરી બતાવી હતી. જોકે રુષભ પંતને 31 રન પર રવિ બિસ્નોઇએ બોલ્ડ કરી દીઘો હતો. બાદમાં શ્રેયસ ઐયર પણ આઉટ થતા પેવલીયન પરત ફર્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પંજાબના બોલર્સ

મોહમંદ શામીએ જાણે કે દિલ્હીની કમર તોડી નાંખી હોય એમ શરુઆતમાં જ બે વિકેટ ઝડપી હતી. શામીએ તેના આઈપીએલ કેરીયરનું સૌથી સારુ પ્રદર્શન કર્યુ હતુ. તેણે 4 ઓવરમાં 15 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે શેલ્ડન કોટરેલે 4 ઓવરમાં 24 રન આપીને બે વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈએ એક વિકેટ ઝડપી હતી. જે રુષભ પંતને બોલ્ડ કરીને મહત્વની વિકેટ ઝડપી હતી.

પંજાબની બલ્લેબાજી

એક સમયે એમ લાગતુ હતુ કે પંજાબને સરળ સ્કોરનો પીછો કરવાનું લક્ષ્ય છે. પરંતુ પંજાબ પણ દિલ્હીના બેટ્સમેનોના પગલે ચાલ્યુ હતુ. 30 રને પહેલી જ વિકેટ લોકેશ રાહુલના સ્વરુપમાં દિલ્હીને મળી હતી. મોહિત શર્માએ લોકેશને બોલ્ડ કર્યો હતો. તેના સ્થાને મેદાનમાં આવેલા કરુણ નાયર ત્રણ બોલ રમીને એક રનના સ્કોર પર છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર અશ્વિનની ઓવરમાં પૃથ્વીના હાથે કેચ આઉટ ઝડપાયો હતો. છઠ્ઠી ઓવરના પાંચમાં બોલે એટલે કે અશ્વિનના  બોલ પર નિકોલસ પુરન બોલ્ડ થયો હતો. તો ચાર બોલ બાદ સાતમી ઓવરમાં ગ્લેન મેક્સવેલ પણ કાગીસો રબાડાના બોલ પર કેચ આઉટ થયો હતો. આમ ચોથી વિકેટ પણ માત્ર ત્રણ જ ઓવરમાં પડી જતા પંજાબની મુશ્કેલી વધી હતી. જો કે ઓપનર મંયક અગ્રવાલે એક છેડો સાચવી રાખી મુશ્કેલીમાંથી ઉગારવાની જવાબદારી સ્વિકારી લીધી હતી. તેને કૃષ્ણપ્પા ગૌથમે સારો સાથ આપ્યો હતો.

દિલ્હીની બોલીંગ

દિલ્હી આમ તો પહેલા નીચો સ્કોર ખડકીને બોલરોની લડતને મુશ્કેલ બનાવે એવી સ્થિતી હતી. પરંતુ અંતિમ ઓવરો દરમ્યાન મોર્કસ સ્ટોઈનીસે બાજી સંભાળી લઈને સ્કોરને સન્માનીય સ્થિતીમાં લાવી દીધો હતો. જેને લઈને બોલરોને પણ લડત આપવા માટે જુસ્સો રહ્યો હતો. અશ્વિને તેની પ્રથમ ઓવરમાં માત્ર 2 રન આપીને 2 મહત્વની વિકેટો ખેરવી લીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">