INX મીડિયા કેસ: CBIએ દાખલ કરી ચાર્જશીટ, પી.ચિદમ્બરમ સહિત 14 આરોપીઓના નામ સામેલ
INX મીડિયા કેસમાં CBIએ તેમની ચાર્જશીટ દાખલ કરી દીધી છે. CBIએ તેમની ચાર્જશીટમાં પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમ સહિત 14 લોકોને આરોપી બનાવ્યા છે. આ મામલે દિલ્હીની કોર્ટમાં 21 ઓક્ટોબરે સુનાવણી થશે. CBIની ચાર્જશીટમાં પીટર મુખર્જી, કાર્તિ ચિદમ્બરમ, ભાસ્કર, પી.ચિદમ્બરમ, સિંધુશ્રી ખુલ્લર, અનૂપ પુજારી, પ્રબોધ સક્સેના, આર પ્રસાદ, INX મીડિયા અને ASCLસહિત ઘણા લોકોના નામ છે. ચાર્જશીટમાં […]
INX મીડિયા કેસમાં CBIએ તેમની ચાર્જશીટ દાખલ કરી દીધી છે. CBIએ તેમની ચાર્જશીટમાં પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમ સહિત 14 લોકોને આરોપી બનાવ્યા છે. આ મામલે દિલ્હીની કોર્ટમાં 21 ઓક્ટોબરે સુનાવણી થશે.
CBIની ચાર્જશીટમાં પીટર મુખર્જી, કાર્તિ ચિદમ્બરમ, ભાસ્કર, પી.ચિદમ્બરમ, સિંધુશ્રી ખુલ્લર, અનૂપ પુજારી, પ્રબોધ સક્સેના, આર પ્રસાદ, INX મીડિયા અને ASCLસહિત ઘણા લોકોના નામ છે. ચાર્જશીટમાં નાણામંત્રાલયના 4 પૂર્વ ઓફિસરોનું નામ પણ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરની મુશ્કેલીઓ વધી રહી છે. દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે ચિદમ્બરમની કસ્ટડીમાં વધારો કરી દીધો છે. ચિદમ્બરમ 24 ઓક્ટોબર સુધી EDની કસ્ટડીમાં રહેશે. પી.ચિદમ્બરમને હવે 24 ઓક્ટોબરે જ કોર્ટમાં હાજર કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો
નાણામંત્રી પી.ચિદમ્બરમને તેમના કાર્યકાળ દરમિયાન INX મીડિયાને વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ (FIPB)માંથી મંજૂરી આપવામાં કથિત ગેરરીતિ કરવાના આરોપમાં 21 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી તે ન્યાયિક કસ્ટડીમાં છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]