આંતર જાતીય લગ્ન કરનારને મળે છે સરકાર તરફથી મોટી આર્થિક મદદ, જાણો કેટલી છે રકમ ?

આંતર જાતીય લગ્નને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર આંતર જાતીય લગ્ન કરનાર યુગલને આર્થિક મદદ કરે છે.

  • tv9 webdesk39
  • Published On - 16:06 PM, 29 Apr 2021
આંતર જાતીય લગ્ન કરનારને મળે છે સરકાર તરફથી મોટી આર્થિક મદદ, જાણો કેટલી છે રકમ ?
ફાઇલ ફોટો

ભારત દેશ આજે દરેક ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યો છે. ટેક્નોલોજી હોય કે ઉદ્યોગ દરેક ક્ષેત્રે ભારત ઉપલબ્ધીઓ મેળવી રહ્યુ છે. ભારતના વિકાસે દુનિયાભરમાં ભારતને નવી ઓળખ અપાવી છે. પરંતુ ભારતમાં હજી પણ રૂઢીવાદ અને જાતિવાદ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. અને મોટા પ્રમાણમાં લોકોની રૂઢિચુસ્ત માનસિકતાને કારણે આજે પણ ભારતમાં યુવક યુવતિ પોતાની મરજીથી લગ્ન નથી કરી શકતા. હજી પણ કેટલા સમાજમાં પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીની હત્યા કરી દેવામાં પરિવાર સંકોચ અનુભવતુ નથી. 21 મી સદીમાં ઓનર કિલિંગ એ ભારત સામે પડકાર બનીને ઉભુ છે ત્યારે સરકાર આ ક્ષેત્રે કામ કરી રહી છે.

સારી બાબત તો એ છે કે ધીરે ધીરે દેશ બદલાવ તરફ આગળ વધી રહ્યો છે. અને આંતર જાતીય લગ્નનું પ્રમાણ વધવા લાગ્યુ છે સરકાર પણ આંતર જાતીય લગ્નને પ્રોત્સાહન આપવા માટેના પ્રયત્નો કરી રહી છે જેને માટે કેન્દ્ર સરકાર આંતર જાતીય લગ્ન કરનાર યુગલને આર્થિક મદદ કરે છે.

આ માટે સરકાર એક યોજના ચલાવી રહી છે, જે અંતર્ગત જો કોઈ દલિત સાથે આંતર જાતિના લગ્ન કરે છે, તો નવા વિવાહિત દંપતીને મોદી સરકાર દ્વારા 2 લાખ 50 હજારની રકમ આપવામાં આવે છે. આ રકમ આંબેડકર યોજના હેઠળ આપવામાં આવે છે. આ યોજના કોંગ્રેસ સરકાર દ્વારા વર્ષ 2013 માં શરૂ કરવામાં આવી હતી. અને યોજના વર્તમાન સરકારમાં પણ ચલાવવામાં આવી રહી છે.

કોણ લઇ શકે છે લાભ ?

નવવિવાહિત યુગલમાંથી એક દલિત સમુદાયનું હોવુ જોઇએ અને એક દલિત સમુદાય બહારનું

લગ્નનની નોંધણી હિંદુ વિવાહ અધિનિયમ અંતર્ગત કરાવવી જરૂરી છે

પહેલી વાર લગ્ન કરનારને જ આ યોજનાનો લાભ મળે છે

એપ્લિકેશન ફોર્મ ભરીને લગ્નના એક વર્ષની અંદર ડૉ. આંબેડકર ફાઉન્ડેશનને મોકલવુ જરૂરી છે

જો દંપત્તિને રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા કોઇ આર્થિક સહાય મળી ચૂકી છે તો તેને અઢી લાખ રૂપિયામાંથી બાદ કરી દેવામાં આવશે.

આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે

  • દંપત્તિમાંથી જે પણ દલિત સમુદાયનું હશે તેણે જાતિનો દાખલો આવેદન પત્ર સાથે લગાડવાનો રહેશે
  • હિંદુ લગ્ન અધિનિયમ 1955 અંતર્ગત લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર
  • કાયદાકિય રીતે લગ્ન કર્યા હોવાનું સોગંધનામુ
  • બંને પક્ષના પહેલા લગ્ન છે તે સાબિત કરતો દસ્તાવેજ
  • પતિ પત્નિ બંનેનો આવકનો દાખલો
  • બંનેના સંયુક્ત બેંક એકાઉન્ટની ડિટેલ્સ