INDvsAUS: ભારત સામે ઓસ્ટ્રેલીયાનો 374 રનનો પહાડી સ્કોર, ફીંચ અને સ્મિથના શતક, શામીની ત્રણ વિકેટ

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ત્રણ વન ડે મેચોની સીરીઝની પ્રથમ મેચ આજે, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે. આ પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલીયાની ટીમના કેપ્ટન આરોન ફિંચે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલીયાએ તેની બેટીંગ ઇનીંગની સારી શરુઆત કરી હતી. ઓપનરોની ભાગીદારીને લઇને ઓસ્ટ્રેલીયા ભારત સામે મજબૂત સ્થિતી બનાવી શક્યુ હતુ. કેપ્ટન ફીંચ […]

INDvsAUS: ભારત સામે ઓસ્ટ્રેલીયાનો 374 રનનો પહાડી સ્કોર, ફીંચ અને સ્મિથના શતક, શામીની ત્રણ વિકેટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 27, 2020 | 1:57 PM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ત્રણ વન ડે મેચોની સીરીઝની પ્રથમ મેચ આજે, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે. આ પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલીયાની ટીમના કેપ્ટન આરોન ફિંચે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલીયાએ તેની બેટીંગ ઇનીંગની સારી શરુઆત કરી હતી. ઓપનરોની ભાગીદારીને લઇને ઓસ્ટ્રેલીયા ભારત સામે મજબૂત સ્થિતી બનાવી શક્યુ હતુ. કેપ્ટન ફીંચ અને સ્મિથએ શતક લગાવ્યા હતા. જ્યારે ભારતીય ખેલાડીઓની મીસ ફીલ્ડ ભારે પડી ગઇ હતી. 50 ઓવરના અંતે ઓસ્ટ્રેલીયાએ છ વિકેટ ગુમાવીને 374 રનનો મોટો સ્કોર ભારત સામે ખડક્યો હતો.

ઓસ્ટ્રેલીયાની બેટીંગ.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતીને સફળતા પુર્વકની શરુઆત બેટીંગ કરવાની કરી હતી. એક મોટો સ્કોર ઓસ્ટ્રેલીયા ભારત સામે ખડકી શક્યુ હતુ. બંને ઓપનરોએ એક મજબૂત ભાગીદારી સાથે ટીમને મજબૂત સ્કોરનો પાયો નાંખ્યો હતો. કેપ્ટન આરોન ફીંચ અને ડેવિડ વોર્નરે ઇનીંગની શરુઆત કરી હતી અને બંને એ પાવપ્લેમાં 51 રન કર્યા હતા. ફીંચે તેનુ 17મું શકત લગાવ્યુ હતુ. તેણે 114 રનની પારી રમીને બુમરાહના બોલ પર કિપર રાહુલના હાથમાં કેચઆઉટ થયો હતો. વોર્નરે કારકીર્દીની 22 મી ફીફટી ફટકારી હતી. વોર્નર 69 રન બનાવીને શામીનો શિકાર થયા હતા. આમ 28 મી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી.

સ્ટીવ સ્મિથે ભારત સામે ધુંઆધાર બેટીંગ કરી હતી. સ્મિથે ઝડપી શતક લગાવ્યુ હતુ. તેણે ત્રીજુ ઝડપી ઓસ્ટ્રેલીયાઇ શતક લગાવ્યુ હતુ. 66 બોલામાં 105 રન કરીને તે શામીના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. ગ્લેન મેક્સવેલે પણ ધુઆધાર બેટીંગ પ્રદર્શન કર્યુ હતુ. તેણે 19 બોલમાં જ 45 રન કર્યા હતા. જેમાં ત્રણ છગ્ગા અને પાંચ ચોગ્ગા સામેલ હતા. માર્કસ સ્ટોઇનીસ શૂન્ય પર જ ચહલની બોલીંગમાં વિકેટ ગુમાવી બેઠો હતો. માર્નશ લાબુસને બે બોલ રમીને બે રન કરીને આઉટ થયો હતો. એલેક્સ કેરીએ 17 અને પેટ કમિન્સ 1 રન પર અણનમ રહ્યા હતાં.

ભારતની બોલીંગ.

બોલીંગની બાબતમાં આજે જાણે કે ભારતીય બોલરો ખુબ જ સંઘર્ષમય સ્થિતીમાં જોવા મળ્યા હતા. ભારતીય બોલરો માટે જાણે કે આજે વિકેટ મેળવવી મુશ્કેલ બની ગયુ હતુ. જોકે બોલરોને ફિલ્ડરોની મીસ ફીલ્ડીંગે પણ પરેશાન કરી મુક્યા હતા. કેચ છોડવા અને બાઉન્ડ્રી જવા દેવા અનેક દ્રશ્યો જોવા મળતા હતા. આમ બોલરોનુ દબાણ વધી ગયુ હતુ. જોકે મહંમદ શામીએ ત્રણ વિકેટ ઝડપી હતી. 10 ઓવરના અંતે 59 રન આપ્યા હતા. જસપ્રિત બુમરાહે 10 ઓવરમાં 73 રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. નવદિપ સૈની 10 ઓવરમાં 83 રન આપીને એક વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે 89 રન અને રવિન્દ્ર જાડેજાએ 63 રન આપ્યા હતા પરંતુ વિકેટ થી નિરાશ રહ્યો હતો.

(ફોટો સૌજન્યઃ આઇસીસી અને બીસીસીઆઇ સોશિયલ મિડીયા)

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">