ઓસ્ટ્રિયામાંથી ભારતીય રાજદૂતની ઘરવાપસી, રાજદૂત પર નાણાકીય હેરાફેરી સહિતના લાગ્યા આરોપો

ભારત સરકારે ઓસ્ટ્રિયામાં ભારતીય રાજદૂત તરીકે ફરજ બજાવતાં રેનૂ પાલને દેશમાં પરત બોલાવી લીધા છે. રેનૂ પાલની વિરૂદ્ધ નાણાકીય હેરાફેરી સહિત આરોપ છે કે તેમને સરકારી ફંડમાં ઘણી રીતે અનિયમિતતા વર્તી છે. વિદેશ મંત્રાલયનું જાણવા મળ્યું કે રેનૂએ સરકારી ખર્ચ પર 15 લાખ રૂપિયાનો એપાર્ટમેન્ટ ભાડા પર રાખ્યો હતો. Indian Ambassador to Austria, Renu Pall, […]

ઓસ્ટ્રિયામાંથી ભારતીય રાજદૂતની ઘરવાપસી, રાજદૂત પર નાણાકીય હેરાફેરી સહિતના લાગ્યા આરોપો
Follow Us:
| Updated on: Dec 30, 2019 | 7:09 AM

ભારત સરકારે ઓસ્ટ્રિયામાં ભારતીય રાજદૂત તરીકે ફરજ બજાવતાં રેનૂ પાલને દેશમાં પરત બોલાવી લીધા છે. રેનૂ પાલની વિરૂદ્ધ નાણાકીય હેરાફેરી સહિત આરોપ છે કે તેમને સરકારી ફંડમાં ઘણી રીતે અનિયમિતતા વર્તી છે. વિદેશ મંત્રાલયનું જાણવા મળ્યું કે રેનૂએ સરકારી ખર્ચ પર 15 લાખ રૂપિયાનો એપાર્ટમેન્ટ ભાડા પર રાખ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રિપોર્ટસ મુજબ રેનૂ રાજદ્વારી વેટ રીફંડ અને સરકારની વિવિધ પ્રકારની મંજૂરી હેઠળ ફ્રોડ કરી રહી હતી. ચીફ વિજિલન્સ ઓફિસરના નેતૃત્વમાં એક ટીમ સપ્ટેમ્બરમાં વિએના ગઈ હતી. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)ને આપેલા રિપોર્ટમાં ટીમે પ્રથમ નજરમાં આવેલી નાણાકીય અનિયમિતતાઓને પુષ્ટી કરી છે. ફંડનો ખોટો ઉપયોગ કરવાનો મામલો પણ જોવા મળ્યો છે. 9 ડિસેમ્બરે મંત્રાલયે રેનૂ પાલની રાજદૂત સત્તાઓ પાછી ખેંચી લીધી. રવિવારે સાંજે તે વિએનાથી પરત ફર્યા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રેનુ પાલ 1988 બેન્ચના વિદેશ સેવા અધિકારી છે. આગામી મહિને ઓસ્ટ્રિયામાં તેમનો કાર્યકાળ પુરો થઈ રહ્યો હતો. CVC અને વિદેશ મંત્રાલયમાં તેમની વિરૂદ્ધ તપાસમાં જાણવા મળ્યું કે તેમને સરકારી આવાસો પર ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની કમાણી કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા વિરૂદ્ધ નોંધાશે ફરિયાદ, કોર્ટે આપ્યા આદેશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">