ભારતે પ્રથમ T20માં 7 વિકેટ ગુમાવી 161 રન કર્યા, રાહુલના ફીફટી, જાડેજાના ઝડપી 44 રન

ઓસ્ટ્રેલીયા સામેની ત્રણ T-20 મેચની શ્રેણીની પ્રથમ મેચ આજે કેનબેરા ના મેદાન પર રમાઇ રહી છે. મેચમાં ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફીંચે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઇન્ડીયાએ પ્રથમ બેટીંગ ની શરુઆત કરી હતી પરંતુ મધ્ય ઓવરો દરમ્યાન એકા એક જ વિકેટો ગુમાવવી શરુ કરતા સ્કોર બોર્ડ ને બ્રેક લાગી ગઇ હતી. […]

ભારતે પ્રથમ T20માં 7 વિકેટ ગુમાવી 161 રન કર્યા, રાહુલના ફીફટી, જાડેજાના ઝડપી 44 રન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 04, 2020 | 3:44 PM

ઓસ્ટ્રેલીયા સામેની ત્રણ T-20 મેચની શ્રેણીની પ્રથમ મેચ આજે કેનબેરા ના મેદાન પર રમાઇ રહી છે. મેચમાં ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફીંચે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઇન્ડીયાએ પ્રથમ બેટીંગ ની શરુઆત કરી હતી પરંતુ મધ્ય ઓવરો દરમ્યાન એકા એક જ વિકેટો ગુમાવવી શરુ કરતા સ્કોર બોર્ડ ને બ્રેક લાગી ગઇ હતી. કેએલ રાહુલે ફીફટી ફટકારી હતી. ભારતીય ટીમે 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 161 રન કર્યા હતા. 

ભારતની બેટીંગ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટોસ હારીને બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમને પ્રથમ ઝટકો શિખર ધવનના સ્વરુપમાં લાગ્યો હતો. તે 6 બોલ રમીને માત્ર 1 રન કરીને ક્લીન બોલ્ડ થયો હતો. ત્યાર બાદ કેએલ રાહુલ અને કેપ્ટન વિરાટ કોહલીએ રમત આગળ ધપાવવી શરુ કરી હતી ત્યાં જ કોહલી પણ 9 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ત્રીજી વિકેટ સંજુ સેમસનના રુપમાં ગુમાવી હતી. તેણે 15 બોલમાં 23 રન બનાવ્યા હતા.મનિષ પાંડે પણ 2 રન બનાવીને આઉટ થયો હતો. કેએલ રાહુલ પાંચમી વિકેટના રુપમાં પેવેલીયન પરત ફર્યો હતો. તેણે 40 બોલમાં 51 રન બનાવ્યા હતા. હાર્દીક પંડ્યાએ 16 રન કર્યા હતા. એક સમયે 85 રન પર ભારતની માત્ર બે વિકેટ હતી ત્યાં 92 રન પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. રવિન્દ્રસિંહ જાડેજાએ ફરી એકવાર ટીમની વહારે આવ્યો હતો અને તેણે નોટઆઉટ રહી શાનદાર 44 રન ફટકારીને ટીમને લડાયક સ્કોર પર પહોચાડી હતી. ટીમે 20 ઓવરના અંતે સાત વિકેટ ગુમાવી હતી.

ઓસ્ટ્રેલીયાની બોલીંગ.

ઓસ્ટ્રેલીયા ના મોઇસેસ હેનરીક્સ આજે સફળ બોલર રહ્યો હતો. તેણે ભારતીય ટીમને ત્રણ મહત્વની વિકેટોને પોતાનો શિકાર બનાવી હતી. તેણે કેએલ રાહુલ, સેમસન અને હાર્દિક પંડ્યાને પેવેલીયન મોકલ્યા હતા. તેણે ચાર ઓવરમાં 22 રન આપ્યા હતા. મિશેલ સ્ટાર્કે બે વિકેટ ઝડપી હતી. એડમ ઝંપાએ ચાર ઓવરમાં 20 રન આપીને એક વિકેટ ઝડપી હતી. જોશ હેઝલવુડે એક વિકેટ ઝડપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">