કેન્દ્ર સરકારનો ઇમરાન ખાન સરકાર પર સીધો હુમલો,જો ‘નવું’ પાકિસ્તાન હોય તો આતંકવાદીઓ સામે ‘નવા પગલાં’ પણ ભરવા જોઇએ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલાં તણાવની વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે શનિવારે પાકિસ્તાન પર સીધાં હુમલા કરતાં કહ્યું કે, પાકિસ્તાને હજી સુધી આતંકીઓ વિરૂદ્ધ કોઇ પણ પગલાં ભર્યા નથી. આ સાથે જ નવા પાકિસ્તાનની વાત કરી રહેલા ઇમરાન ખાન પર તેમણે કહ્યું કે, નવા પાકિસ્તાને આતંકવાદ સામે નવા એક્શન લેવા જોઇએ. Ministry of […]

કેન્દ્ર સરકારનો ઇમરાન ખાન સરકાર પર સીધો હુમલો,જો 'નવું' પાકિસ્તાન હોય તો આતંકવાદીઓ સામે 'નવા પગલાં' પણ ભરવા જોઇએ
Follow Us:
| Updated on: Mar 09, 2019 | 6:45 AM

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલાં તણાવની વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે શનિવારે પાકિસ્તાન પર સીધાં હુમલા કરતાં કહ્યું કે, પાકિસ્તાને હજી સુધી આતંકીઓ વિરૂદ્ધ કોઇ પણ પગલાં ભર્યા નથી. આ સાથે જ નવા પાકિસ્તાનની વાત કરી રહેલા ઇમરાન ખાન પર તેમણે કહ્યું કે, નવા પાકિસ્તાને આતંકવાદ સામે નવા એક્શન લેવા જોઇએ.

વિદેશ મંત્રાલય તરફથી પ્રેસ કોન્ફરન્સમાં રવીશ કુમારે કહ્યું કે, 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલો થયો જેની જવાબદારી લેવાથી પાકિસ્તાન બચી રહ્યું છે. એટલું જ નહીં પાક. દ્વારા સતત જુઠું બોલી રહ્યું છે. પાક. દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને ભારતના બે વિમાન તોડી પાડ્યાં પરંતુ તે વાત એકદમ ખોટી છે. જો તેમની પાસે પુરાવા હોય તો તેના વીડિયો રિકોર્ડિંગ આંતરરાષ્ટ્રીય મીડિયા સામે રજુ કરવા જોઇએ.

રવીશ કુમારે સાથે જ કહ્યું કે, પાકિસ્તાન ભારત વિરૂદ્ધ જુઠ્ઠું બોલી રહ્યું છે. પાકિસ્તાને આતંકી પ્રવૃતિ સામે પણ જરૂરી પગલાં લીધાં નથી. તેમજ અભિનંદન અંગે વાત કરતાં રવીશ કુમારે કહ્યું કે, પ્રત્યક્ષી લોકોએ પણ F-16 વિમાન ઉડતાં જોયા હતા અને તેને જ અભિનંદનના વિમાન પર હુમલો કર્યો હતો. જેના માટે અમે અમેરિકા પાસે તપાસ કરવાની માંગ કરી છે કે તેને પોતાના F-16 વિમાન કઇ શરતો પર આપ્યા છે અને શું તેનો ભારત વિરૂદ્ધ ઉપયોગ કરી શકે છે ?

આ પણ વાંચો : પંજાબના મુખ્યમંત્રીએ પાકિસ્તાન વિરૂદ્ધ લીધાં કડક પગલાં, સિધ્ધુએ પોતાની જ સરકાર પાસેથી શીખામણ લેવાની છે જરૂર

ઉગ્ર વલણ રાખતાં વિદેશ સચિવે કહ્યું કે, પાકિસ્તાન પોતાની વિશ્વસનીયતા ગુમાવી ચુક્યું છે. જો પાકિસ્તાન નવું છે તો આતંક વિરૂદ્ધ નવા એકશન લેવા જોઇએ. અમે જે પગલાં ભર્યા તે આતંકવાદ વિરૂધ્ધ હતા. હજી પણ પાક. જૈશ દ્વારા કરવામાં આવેલા પુલાવામાં હુમલાની જવાબદારી સ્વીકારી રહ્યું નથી. જે પાક.નું જૈશને બચાવવી રહ્યો હોવાનું વલણ દેખાડી રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">