IND vs AUS: ઓસ્ટ્રેલિયા પહોચેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મળી છુટછાટ, કોહલીને અપાઈ વિશેષ સુવિધા

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયા પ્રવાસે પહોંચી ગઇ છે. 25 સભ્યો સાથેની ટીમ ઇન્ડિયા કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં 12 નવેમ્બર થી બે મહિનાના પ્રવાસ માટે સિડની પહોંચી ગઇ છે. સિરીઝ શરુ થવાના પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ક્વોરન્ટાઇન સમયને પસાર કરશે. ભારતીય ટીમની સાથે જ ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ ડેવિડ વોર્નર, પૈટ કમિન્સ અને સ્ટિવ સ્મિથ પણ ગુરુવારે જ […]

IND vs AUS: ઓસ્ટ્રેલિયા પહોચેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મળી છુટછાટ, કોહલીને અપાઈ વિશેષ સુવિધા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 13, 2020 | 8:57 AM

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયા પ્રવાસે પહોંચી ગઇ છે. 25 સભ્યો સાથેની ટીમ ઇન્ડિયા કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં 12 નવેમ્બર થી બે મહિનાના પ્રવાસ માટે સિડની પહોંચી ગઇ છે. સિરીઝ શરુ થવાના પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ક્વોરન્ટાઇન સમયને પસાર કરશે. ભારતીય ટીમની સાથે જ ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ ડેવિડ વોર્નર, પૈટ કમિન્સ અને સ્ટિવ સ્મિથ પણ ગુરુવારે જ પહોંચ્યા છે. તમામને એરપોર્ટ થી સિધા જ સિડની ઓલમ્પિક પાર્કમાં લઇ જવામાં આવ્યા છે.  ભારતીય ટીમને ન્યુ સાઉથ વેલ્સ રાજ્યની સરકાર દ્રારા ક્વોરન્ટાઇન સમયગાળા દરમ્યાન ટ્રેનિંગની પરમિશન આપવામા આવી છે. ટીમ ઇન્ડિયાનુ પ્રેકટીશ સેશન બ્લેકટાઉન આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ પાર્કમાં થશે. આના માટે સ્ટેડિયમને પુર્ણ રુપે બાયો સિક્યોર કરવામા આવ્યુ છે.

ક્વોરન્ટાઇન સમયગાળા દરમ્યાન કેપ્ટન વિરાટ કોહલીને વિશેષ સુવિધા મળી રહેશે. ઓસ્ટ્રેલીયાના સ્થાનિક અખબાર ડેલી ટેલીગ્રાફ મુજબ, ભારતીય ટીમને પુલમૈન હોટલમાં રોકાણ આપવામાં આવ્યુ છે. 14 સુધી ટીમ અહી જ રોકાણ કરશે. આ હોટલ ન્યુ સાઉથ વેલ્સ બ્લ્યુઝ નામની રગ્બી ટીમનો બેસ પણ છે. પરંતુ હવે આ ટીમ હવે બીજી હોટલમાં સ્થળાંતરીત થઇ ચુકી છે. અહી વિરાટ કોહલીને સ્પેશિયલ પેન્ટહાઉસ આપવામા આવ્યુ છે. સામાન્ય રીતે રગ્બી લીજેન્ડ બ્રેડ ફિટલર રોકાણ કરતા હોય છે. મનાઇ રહ્યુ છે કે, ન્યુ સાઉથ વેલ્સ સરકારે ખેલાડીઓના પરિવારને પણ અનુમતી આપી છે. તેમણે પણ ક્વોરન્ટાઇન પ્રોટોકોલનુ પાલન ફરજીયાત કરવાનુ છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

વળી યુએઇ થી પરત ફરેલા ઓસ્ટ્રેલીયન ટીમના ખેલાડી 22 નવેમ્બર થી ટીમના નેશનલ કેમ્પ થી જોડાઇ જશે. તેઓએ અલગ થી ટ્રેનિગ કરશે બતાવી દઇ એ કે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વન-ડે અને ટી-20 સિરીઝ સિડની અને કૈનબરામાં રમાનારી છે. ભારતીય ટીમ 27 નવેમ્બરે સિડનીમાં થનારી પ્રથમ વન ડે થી પોતાના પ્રવાસની શરુઆત કરશે. સિડનીમાં જ 29 નવેમ્બરે બીજી વન ડે મેચ જ્યારે બીજી નવેમ્બરે કૈનબરામાં ત્રીજી વન ડે મેચ રમાશે. ત્યાર બાદ બંને ટીમો ચાર,છ અને આઠ ડિસેમ્બરે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમશે. બાદમાં 17 નવેમ્બરે એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચ ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા સામે રમશે. જે મેચ ડે નાઇટ મેચ હશે. એડીલેડમાં રમાનારી પ્રથમ ડે નાઇટ ટેસ્ટ મેચ બાદ બંને ટીમો 26 ડિસેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ માં બીજી ટેસ્ટ. 7, જાન્યુઆરી 2021 એ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રીજી ટેસ્ટ અને 15, જાન્યુઆરી 2021 એ ગોબામાં અંતિમ ચોથી ટેસ્ટ રમાનારી છે.

લિમીટેડ ઓવરની ક્રિકેટ સિરીઝ દરમ્યાનન ભારતીય ટીમ નવા પ્રકારની ખાસ ડિઝાઇન ની જર્સી પહેરશે. આ જર્સી 1992 ના ક્રિકેટ વર્લ્ડ કપ ના પ્રેરિત હશે. સાથે જ નવા સ્પોન્સર એમપીએલ ની પણ પ્રિન્ટ હશે. કારણ કે નાઇકી હવે ટીમ ઇન્ડિયાની સાથે નથી રહી. કેપ્ટન વિરાટ કોહલી આ પ્રવાસ દમ્યાન ટી-20 અને વન ડે સિરીઝ પુર્ણ રમશે અને ટેસ્ટ સિરીઝમાં પ્રથમ ટેસ્ટ રમીને તે પરત ભારત ફરશે.

https://twitter.com/BCCI/status/1326854056837443585?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">