IND vs AUS: હાર્દિક પંડ્યાએ રમી વન-ડે કેરીયરની સૌથી મોટી પારી, ધોનીનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ભારતીય ક્રિકેટ ટીમને પહેલા વન ડે મેચમાં ઓસ્ટ્રેલીયાએ જીત માટે 375 રનનુ વિશાળ લક્ષ્ય આપ્યુ હતુ. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ શરુઆત તો સારી કરી હતી. પરંતુ કેપ્ટન કોહલી, ઓપનર અગ્રવાલ, ઐયર અને રાહુલ જેવા મહત્વના ખેલાડીઓ પીચ પર લાંબો સમય ટકી શક્યા નહી. ત્યાર બાદ આવેલા હાર્દિક પંડ્યા એ ધવન સાથે મળીને ભારતીય પારીને સંભાળી […]

IND vs AUS: હાર્દિક પંડ્યાએ રમી વન-ડે કેરીયરની સૌથી મોટી પારી, ધોનીનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 27, 2020 | 10:11 PM

ભારતીય ક્રિકેટ ટીમને પહેલા વન ડે મેચમાં ઓસ્ટ્રેલીયાએ જીત માટે 375 રનનુ વિશાળ લક્ષ્ય આપ્યુ હતુ. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ શરુઆત તો સારી કરી હતી. પરંતુ કેપ્ટન કોહલી, ઓપનર અગ્રવાલ, ઐયર અને રાહુલ જેવા મહત્વના ખેલાડીઓ પીચ પર લાંબો સમય ટકી શક્યા નહી. ત્યાર બાદ આવેલા હાર્દિક પંડ્યા એ ધવન સાથે મળીને ભારતીય પારીને સંભાળી હતી.

શિખર ધવન સાથે મળીને પાંચમી વિકેટ માટે 128 રનની ભાગીદારી કરી હતી. શિખર ધવન પણ આઉટ થઇ જતા હાર્દિકે જવાબદારીને આગળ વધારી હતી. જોકે તે પોતાના કેરીયરની પ્રથમ સદી ફટકારવા થી ચુકી ગયો હતો. હાર્દીક પંડ્યાએ 76 બોલમાં 90 રનની શાનદાર રમત રમી હતી. જે માટે તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા માટે તેના વન ડે ક્રિકેટના કેરીયરની સૌથી મોટી ઇનીંગ હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

હાર્દિક પંડ્યા બેશક પોતાનું પ્રથમ વન ડે શતક લગાવવાનુ ચુકી ગયો છે. જોકે તેણે પોતાની આ રમત ના દમ પર એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે. ઓસ્ટ્રેલીયામાં વન ડે ક્રિકેટમાં ભારત તરફથી છઠ્ઠા નંબર પર બેટીંગ કરતા સૌથી મોટો સ્કોર મહેન્દ્રસિંહ ધોનીના નામે હતો. પરંતુ હવે હાર્દિક પંડ્યા તેના થી આગળ નિકળી ગયો છે. એમએસ ધોનીએ વર્ષ 2008માં કાંગારુ ટીમ સામે તેમની જ ધરતી પર છઠ્ઠા નંબર પર બેટીંગ કરતા અણનમ 88 રનની રમત રમી હતી. હવે 12 વર્ષ પછી હાર્દિક એ તે રેકોર્ડને તોડી દીધો છે. હવે ઓસ્ટ્રેલીયામાં ભારત તરફ થી વન ડેમાં છઠ્ઠા નંબર પર રમતા સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે.

ઓસ્ટ્રેલીયામાં છઠ્ઠા નંબર પર બેટીંગ કરતા વધુ રન બનાવનારા બેટ્સમેન

90 રન, હાર્દિક પંડ્યા, વર્ષ 2020

88* રન, એમએસ ધોની, વર્ષ 2008

75 રન કપિલ દેવ, વર્ષ 1980

https://twitter.com/ICC/status/1332266900898918401?s=20

https://twitter.com/ICC/status/1332339903263371268?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">