INDvAUS: ભારતીય ટીમે 350થી વધુ રન બનાવવા માટે રોહિત શર્માની જરૂર, આકાશ ચોપડાએ આપ્યું મંતવ્ય

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયા સામેની વન ડે સીરીઝમાં હાર બાદ હવે અનેક પ્રકારે સવાલો ઉઠવા લાગ્યા છે. ખાસ કરીને બોલીંગની બાબતમાં ખૂબ સવાલો ઉભા થઇ રહ્યા છે, જેમણે બંને શરુઆતની બંને મેચમાં 350 થી વધુ રન લુટાવ્યા છે. આ જ કારણ રહ્યુ છે કે, ભારતીય ટીમ સારી બેટીંગ કરવા છતાં પણ હારી ગઇ હતી. 390 […]

INDvAUS: ભારતીય ટીમે 350થી વધુ રન બનાવવા માટે રોહિત શર્માની જરૂર, આકાશ ચોપડાએ આપ્યું મંતવ્ય
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 01, 2020 | 12:40 PM

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયા સામેની વન ડે સીરીઝમાં હાર બાદ હવે અનેક પ્રકારે સવાલો ઉઠવા લાગ્યા છે. ખાસ કરીને બોલીંગની બાબતમાં ખૂબ સવાલો ઉભા થઇ રહ્યા છે, જેમણે બંને શરુઆતની બંને મેચમાં 350 થી વધુ રન લુટાવ્યા છે. આ જ કારણ રહ્યુ છે કે, ભારતીય ટીમ સારી બેટીંગ કરવા છતાં પણ હારી ગઇ હતી. 390 રનની મેરેથન ઇનીંગ રમવાને લઇને પૂર્વ ઓપનર આકાશ ચોપડાનુ કહેવુ છે કે, આવા સ્કોરનો પીછો કરવા માટે રોહિત શર્માની જરુર હોય છે, તેના વીના આ થઇ શકે નહી.

યુટ્યુબ ચેનલ પર આકાશ ચોપડાએ ભારતીય ટીમની બેટીંગનુ એનાલીસસ કર્યુ હતુ, તેમના મુજબ જો રોહિત શર્મા ટીમમાં હોત તો સ્થિતી જુદી હોત. આકાશ કહે છે કે, ભારતી. ટીમની સામે મોટો પડકાર હતો કે તેમણે મોટા સ્કોરનો પીછો કરવાનો હતો. જો રોહિત શર્મા સામેલ હોત તો, વધારે ખુલીને રમી શક્યા હોત. તેના ના હોવાને લઇને ટીમને નુકશાન થઇ રહ્યુ છે. જો તમારે 350 થી વધારે રન બનાવવાના છે, ખાસ કરીને રન ચેઝ કરવામાં તો પછી ટીમને રોહિતની જરુર છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

તેમણે કહ્યુ કે, કેએલ રાહુલ યોગ્ય જગ્યા પર બેટીંગ નથી કરી રહ્યો, મેં પહેલા પણ કહ્યુ છે કે તેણે ઓપનીંગ કરવુ જોઇએ. જોકે હવે તેની પાસે ઓપનીંગ કરવાનો કોઇ ફાયદો નથી. કારણ કે હવે એમ કરવા થી મંયક અગ્રવાલને બહાર બેસવુ પડી શકે છે. મનિષ પાંડેને એક જ મેચ રમવા મળી તે તેના માટે યોગ્ય નથી. આના થી મનિષ અને મયંક બંનેને નુકશાન પહોંચે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">