IND vs AUS : ભારત સામે વન-ડે સિરીઝમાં સતત 3 સદી ફટકારનાર ખેલાડી કોણ ? વાંચો આ અહેવાલ

કોઈપણ બેટ્સમેન માટે ક્રિકેટમાં સતત સદીઓ ફટકારવું સહેલું નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી વનડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે પ્રથમ બે વનડેમાં સદી ફટકારીને એક મોટી સિદ્ધિ નોંધાવી છે. તે એવા ખેલાડીઓમાં સામેલ થયો છેકે જેણે ભારત સામે વનડેમાં સતત ત્રણ સદી ફટકારી હોય. સ્ટીવ સ્મિથ આવો પ્રથમ બેટ્સમેન નથી. ભારતીય ટીમ સામે […]

IND vs AUS : ભારત સામે વન-ડે સિરીઝમાં સતત 3 સદી ફટકારનાર ખેલાડી કોણ ? વાંચો આ અહેવાલ
Follow Us:
| Updated on: Nov 30, 2020 | 7:16 PM

કોઈપણ બેટ્સમેન માટે ક્રિકેટમાં સતત સદીઓ ફટકારવું સહેલું નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી વનડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે પ્રથમ બે વનડેમાં સદી ફટકારીને એક મોટી સિદ્ધિ નોંધાવી છે. તે એવા ખેલાડીઓમાં સામેલ થયો છેકે જેણે ભારત સામે વનડેમાં સતત ત્રણ સદી ફટકારી હોય.

સ્ટીવ સ્મિથ આવો પ્રથમ બેટ્સમેન નથી. ભારતીય ટીમ સામે ઘણા બેટ્સમેન વન-ડેમાં સતત ત્રણ સદી ફટકારી ચુકયા છે. ભારતીય બેટસમેનોમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ આવી જ સિદ્ધિ મેળવી છે.એવા ચાર ખેલાડીઓ જોઇએ કે જેણે ભારત સામે વનડેમાં સતત ત્રણ સદી ફટકારી છે

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

1) ઝહીર અબ્બાસ (1982–83)

પાકિસ્તાનનો ભૂતપૂર્વ બેટ્સમેન ઝહીર અબ્બાસ ભારત સામે વનડેમાં સતત ત્રણ સદી ફટકારનાર પ્રથમ બેટસમેન હતો. ઝહિર અબ્બાસે 1982-83માં ભારતીય ટીમ સામે રમતી વખતે આ સિધ્ધિ મેળવી હતી. ઝહિરે સતત ત્રણ વનડે મેચમાં 118, 105 અને 113 રન બનાવ્યા હતા.

2) નાસિર જમશેદ (2012-13)

પાકિસ્તાનના બેટ્સમેન નાસિર જમશેદે વર્ષ ૨૦૧2-13માં ભારત સામે સતત ત્રણ સદી ફટકારી હતી. જમશેદે બાંગ્લાદેશમાં ભારતીય ટીમ સામે સતત ત્રણ સદીમાં પ્રથમ સદી ફટકારી હતી.

3) ક્વિંટન ડી કોક (2013)

2013માં દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમ વિરુદ્ધ ક્વિન્ટન ડી કોકે વનડે શ્રેણીમાં શાનદાર બેટિંગ કરી હતી. અને સતત ત્રણ મેચમાં ત્રણ સદી ફટકારી હતી. ડી કોકે પ્રથમ વનડેમાં 135 રનની ઇનિંગ્સ રમી હતી. ત્યારબાદ બીજી વનડેમાં 106 રન, અને ત્રીજી વનડેમાં 101 રન બનાવ્યા હતા.

4) સ્ટીવ સ્મિથ (2020)

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ પણ ભારત સામેની વનડેમાં સતત 3 સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં જોડાયો છે. સ્ટીવ સ્મિથે ભારત સામેની બીજી વનડેમાં સદી ફટકારીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.

અગાઉ સ્મિથે આ વર્ષની શરૂઆતમાં ભારત સામે રમાયેલી વનડે સિરીઝની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી અને તેણે આ વનડે સિરીઝની પહેલી બે મેચમાં બે સદી ફટકારી છે. સ્મિથે સતત ત્રણ મેચમાં 131,105 અને 104 રનની શાનદાર ઇનિંગ્સ રમી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">