IND vs AUS 1st ODI: 8 મહિના બાદ ભારતીય ટીમ મેદાન પર પરત ફરશે, હિટમેનની વર્તાશે ખોટ

નવી જર્સી અને કોરોનાકાળમાં નવા માહોલ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયાની ટીમ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહી છે. શુક્રવારે પ્રથમ એક દિવસીય ક્રિકેટ મેચમાં ટીમને હિટમેન રોહિત શર્માની કમી વર્તાશે. ઈજાગ્રસ્ત રોહિત શર્માની ગેરહાજરીમાં બેટીંગ લાઈન પર પણ અસર જરુર પડશે. વિરાટ કોહલીની ટીમે આખરીવેળા આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ માસની શરુઆતમાં ન્યુઝીલેન્ડ સામે રમી હતી. […]

IND vs AUS 1st ODI: 8 મહિના બાદ ભારતીય ટીમ મેદાન પર પરત ફરશે, હિટમેનની વર્તાશે ખોટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 26, 2020 | 11:49 PM

નવી જર્સી અને કોરોનાકાળમાં નવા માહોલ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયાની ટીમ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહી છે. શુક્રવારે પ્રથમ એક દિવસીય ક્રિકેટ મેચમાં ટીમને હિટમેન રોહિત શર્માની કમી વર્તાશે. ઈજાગ્રસ્ત રોહિત શર્માની ગેરહાજરીમાં બેટીંગ લાઈન પર પણ અસર જરુર પડશે. વિરાટ કોહલીની ટીમે આખરીવેળા આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ માસની શરુઆતમાં ન્યુઝીલેન્ડ સામે રમી હતી. કોરોના મહામારીને લઈને લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહી, ટીમનો સામનો હવે ઓસ્ટ્રેલિયા જેવી ધુરંધર ટીમ સાથે થઈ રહ્યો છે. જેને તેની ધરતી પર હરાવવુ આસાન નથી હોતુ. ભારતીય ટીમ 1992 વિશ્વકપની નેવી બ્લુ જર્સીમાં નજરે આવશે. અંધવિશ્વાસમાં માનનારાઓ માટે આને સારો સંકેત નહીં કહે, કારણ કે તે ટુર્નામેન્ટમાં ભારત સાતમાં સ્થાન પર રહ્યુ હતુ. જોકે ક્રિકેટમાં અતિત પ્રદર્શનનો કોઈ મતલબ નથી રહેતો.

  Ind vs aus 1st ODI 8 Mahina bad bhartiya team medan par parat farse hitman ni vartase khot

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઓસ્ટ્રેલીયામાં ફોકસ એના પર રહેશે કે રોહિતની ગેરહાજરીમાં ટીમ સંયોજન યોગ્ય કેવી રીતે બની શકશે. શિખર ધવન સાથે મયંક અગ્રવાલ ઈનીંગની શરુઆત કરશે કે શુભમન ગીલ, મિશેલ સ્ટાર્ક કે પેટ કમિન્સના બોલને સહન કરવા આસાન નહીં રહે. ભારતીય બેટ્સમેનોનો સામનો સર્વશ્રેષ્ઠ ઝડપી આક્રમણથી થવા જઈ રહ્યો છે, જ્યારે ઓસ્ટ્રેલીયા પાસે એડમ ઝંપા જેવો કુશળ સ્પિનર પણ છે. એડમ ઝંપાએ અનેકવાર કોહલીને પણ પરેશાન કરી ચુક્યો છે. ફોર્મમાં ફરેલા સ્ટીવ સ્મિથ, રન મશીન ડેવિડ વોર્નર અને ઉભરતો સિતારો માર્નસ લાબુશનેની હાજરીમાં ઓસ્ટ્રેલીયા તેની પોતાની ધરતી પર મજબૂત સ્થિતીમાં છે. તેમને હરાવવા માટે ભારતીય ટીમે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને દર્શાવવુ પડશે. ભારતીય ટીમની ઈલેવનમાં જસપ્રિત બુમરાહ અને મહમંદ શામી બંને સામેલ થઈ શકે છે અથવા ટેસ્ટ સીરીઝને ધ્યાને ટીમ મેનેજમેન્ટ એક મેચમાં એકને જ મેદાને ઉતારી શકે છે. આવામાં શાર્દુલ ઠાકુર અને નવદિપ સૈનીને મોકો મળી શકે છે.

Ind vs aus 1st ODI 8 Mahina bad bhartiya team medan par parat farse hitman ni vartase khot

કેએલ રાહુલ માટે પણ આ પ્રવાસ અગ્નિ પરીક્ષા સમાન થઈ રહેશે. વાઈસ કેપ્ટન રાહુલ આઈપીએલમાં શાનદાર ફોર્મમાં હતો. તેને તે બરકરાર રાખવા માંગશે. જોકે ખરો પડકાર વિકેટ પાછળ મહેન્દ્રસિંહ ધોનીની જગ્યા લેવાની છે, જ્યાં તેણે યુઝવેન્દ્ર ચહલની ગુગલી પણ માપવાની રહેશે. રાહુલ ખુદ માને છે કે, ધોનીની જગ્યા લેવીએ કોઈના પણ માટે સંભવ નથી. જોકે રાંચીના રાજકુમારે વિકેટકીંપીંગ કરતા એટલે ઉંચા માનદંડ કાયમ કર્યા છે કે, જેના પર હવે ખરા ઉતરવુ કોઈના માટે પણ આસાન નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Ind vs aus 1st ODI 8 Mahina bad bhartiya team medan par parat farse hitman ni vartase khot

હાર્દિક પંડયા છઠ્ઠા અથવા સાતમાં નંબર પર આક્રમક બેટીંગમાં માહેર છે. આનાથી કોહલી બે સ્પિનર લઈને ઉતરી શકે છે. ચોથા નંબર પર શ્રેયસ ઐયરે પાછળના પ્રવાસમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ. ઓસ્ટ્રેલીયાના મધ્યમક્રમના માટે ચહલ ચિંતાનો વિષય હશે તો ભુવનેશ્વર કુમાર જેવા ડેથ ઓવર્સ વિશેષજ્ઞ બોલરની ગેરહાજરીમાં બુમરાહ પર વધારે જવાબદારી રહેશે. ત્રણ વન ડે પછી ત્રણ ટી-20 મેચ રમાનાર છે. ટેસ્ટ સીરીઝ 17 ડીસેમ્બરથી શરુ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">