ભારતીય બાળકોને દત્તક લેવાનો વધ્યો ક્રેઝઃ અમેરિકન દંપતીએ કિશનને દત્તક લેવા 2 વર્ષનો કર્યો ઈન્તઝાર

કહેવાય છે કે, ઈશ્વર જ્યારે એક દ્વાર બંધ કરે તો, અનેક દ્વાર ખોલી દે છે. 2 વર્ષ પહેલા આ બાળકને તેના માતા-પિતાએ અમદાવાદમાં તરછોડી દીધો હતો. ત્યારથી તેની ઓઢવના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સારસંભાળ રાખવામાં આવતી હતી. પરંતુ હવે આ કિશનને મળ્યું છે ખુશીનું સરનામું. કારણ કે, સમાજ સુરક્ષા વિભાગમાં રહેતા કિશનને અમેરિકાના દંપતીએ દત્તક […]

ભારતીય બાળકોને દત્તક લેવાનો વધ્યો ક્રેઝઃ અમેરિકન દંપતીએ કિશનને દત્તક લેવા 2 વર્ષનો કર્યો ઈન્તઝાર
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Jan 11, 2020 | 12:32 PM

કહેવાય છે કે, ઈશ્વર જ્યારે એક દ્વાર બંધ કરે તો, અનેક દ્વાર ખોલી દે છે. 2 વર્ષ પહેલા આ બાળકને તેના માતા-પિતાએ અમદાવાદમાં તરછોડી દીધો હતો. ત્યારથી તેની ઓઢવના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સારસંભાળ રાખવામાં આવતી હતી. પરંતુ હવે આ કિશનને મળ્યું છે ખુશીનું સરનામું. કારણ કે, સમાજ સુરક્ષા વિભાગમાં રહેતા કિશનને અમેરિકાના દંપતીએ દત્તક લીધો છે.

કિશનને મળ્યો માતાનો પ્રેમ

કિશનને મળ્યો માતાનો પ્રેમ

ઈશ્વરની લીલા પણ અદભૂત હોય છે. કેટલાક પર મહેરબાનીનો ધોધ કરે, તો કોઈને કોરાધાકોર રાખે. વાત સંતાન સુખની છે. વિદેશ દંપતીના હાથમાં રહેલું આ બાળકને તેની જનેતાએ કોઈ અગમ્ય કારણસર એક વર્ષની ઉંમરે તરછોડી દીધું હતું. ત્યારથી જ આ બાળક ઓઢવના સમાજ સુરક્ષા વિભાગમાં રહેતુ. જેને કિશન નામથી ઓળખ આપવામાં આવી. જો કે, જેમને શેર માટીને ખોટ હોય તે બાળક માટે દર દર ભટકતા હોય છે. આવી જ રીતે સંતાનથી વંચિત આ વિદેશી દંપતીને 2 વર્ષના અથાગ પરિશ્રમ બાદ કિશનને દત્તક લેવાનો મોકો મળ્યો. અને આ મોકાને તેમણે સહર્ષ સ્વીકારી લીધો. કિશન તેની નવી માતાને સ્વીકારે તે માટે તેની નવી માતા ભારતીય પોષાક પહેરીને આવી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ભારત સરકારની દત્તક વિધાન ગાઈડલાઈન 2017 મુજબની તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કિશનને અમેરિકન દંપતીનો પ્રેમ સાંપડ્યો છે. માત્ર એક જ દિવસમાં કિશનને તેના દત્તક માતા-પિતા સાથે ગાઢ સંબંધ બંધાઈ ગયો. અને તે હવે રાજીખુશીથી તેમની સાથે અમેરિકા જવા રવાના થશે. દત્તક લેવાની તમામ પ્રક્રિયા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પૂર્ણ થઈ અને જિલ્લા કલેક્ટરે પણ આ અમેરિકન દંપતીના નિર્ણયને આવકારીને કિશનની જિંદગીનો પાસપોર્ટ આ અમેરિકન દંપતિને સોંપી દીધો.

કિશનના માતા-પિતા

કિશનના માતા-પિતા

ઓઢવના સમાજ સુરક્ષા વિભાગમાં ત્યજી દેવાયેલા 23 બાળકો હતા. જેમાંથી કિશનને અમેરિકન દંપતીનો પ્રેમ મળ્યો. જો કે હજુ આવા 22 બાળકો ઓઢવના સમાજ સુરક્ષામાં છે. જેમને માતા-પિતાનો સહારો જલ્દી મળી જાય તે જરૂરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">