ઈલાજ કરાવ્યા પછી પણ નથી મટી રહી પથરીની સમસ્યા? અપનાવો આ રીત

  • Publish Date - 10:50 pm, Mon, 12 October 20 Edited By: Kunjan Shukal
ઈલાજ કરાવ્યા પછી પણ નથી મટી રહી પથરીની સમસ્યા? અપનાવો આ રીત

ઓછુ પાણી પીવાથી જે વધારે મસાલામાં બનેલું ભોજન જમવાથી પથરી થાય છે. આ બીમારીમાં કિડનીમાં નાનો પથ્થર બની જાય છે. જે ઘણીવાર દુઃખાવો કરે છે તો ક્યારેક પેશાબની નળીમાં અડચણ ઉભી કરે છે. આ બીમારીમાં લાંબા સમય સુધી હેરાન થતા લોકોને કિડનીમાં ઈજા થવાની પણ સંભાવના રહેલી છે. તેવામાં જરૂરી છે આ બીમારીનો ઈલાજ થાય. પથરીની બીમારી સાથે લડવા માટે સૌથી સરળ અને કારગર ઈલાજ પથ્થરચટ્ટાના પાન છે. રોજ સવારે ભૂખ્યા પેટે તેના પાંચ છ પાન ખાવાથી પથરી થોડા જ દિવસોમાં નીકળી જાય છે. અનાનસમાં ફાઈબરની માત્રા બહુ વધારે હોય છે. અનાનસનું જ્યુસ પીવાથી કિડનીની સફાઈ થઈ જાય છે. જે લોકોને પથરીની સમસ્યા છે તેઓએ નિયમિત રૂપથી અનાનસનું જ્યુસ પીવું જોઈએ.

Ilaj karavya pachi pan nathi mati rahi pathri ni samasya? Apnavo aa rit

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Ilaj karavya pachi pan nathi mati rahi pathri ni samasya? Apnavo aa rit

પથરીના દર્દીઓને વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે કાચા કાંદામાં પાણીની માત્રા બહુ વધારે હોય છે. જે લોકોને વારંવાર પથરી બનતી હોય તેઓએ કાચા કાંદાને પોતાની ડાયટમાં સામેલ કરવા જોઈએ. ગાજરના રસમાં વિટામિન એ અને ફાઈબરની માત્રા બહુ વધારે હોય છે. તે કિડનીમાંથી પથરી કાઢવામાં મદદ કરે છે. સાંજે નાસ્તામાં ગાજરનું જ્યુસ પીવાથી જલ્દી આરામ મળે છે. આ એક અસરદાર ઉપાય છે. તેના કાયમી સેવનથી પથરી બનતી બંધ થઈ જાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)