જો તમારો ફોન એન્ડ્રોઈડ છે, તો થઈ જાવ સાવધાન, તમારા ફોનની કેટલીક એપ, તમારા પર્સનલ ડેટાની કરે છે ચોરી

લાખ્ખો એન્ડ્રોઈડ ફોન યુઝર્સના પર્સનલ ડેટાની ચોરી ફોનમાં રહેલી કેટલીક એપ જ કરી રહી હોવાનો ખુલાસો એક ખાનગી રિસર્ચ સંસ્થાએ કર્યો છે. ખાનગી રિસર્ચ સંસ્થાએ જાહેર કરેલ અહેવાલ મુજબ, એન્ડ્રોઈડ ફોનમાં રહેલ Grindr, Bumble, OkCupid, Cisco Teams, Yango Pro, Edge, Xrecorder, PowerDirector સહીતની અનેક એપ્સ તમારા ખાનગી ડેટાની ચોરી કરી રહી છે. એન્ડ્રોઈડ ફોનમાં Play […]

જો તમારો ફોન એન્ડ્રોઈડ છે, તો થઈ જાવ સાવધાન, તમારા ફોનની કેટલીક એપ, તમારા પર્સનલ ડેટાની કરે છે ચોરી
Follow Us:
| Updated on: Dec 09, 2020 | 12:59 PM

લાખ્ખો એન્ડ્રોઈડ ફોન યુઝર્સના પર્સનલ ડેટાની ચોરી ફોનમાં રહેલી કેટલીક એપ જ કરી રહી હોવાનો ખુલાસો એક ખાનગી રિસર્ચ સંસ્થાએ કર્યો છે. ખાનગી રિસર્ચ સંસ્થાએ જાહેર કરેલ અહેવાલ મુજબ, એન્ડ્રોઈડ ફોનમાં રહેલ Grindr, Bumble, OkCupid, Cisco Teams, Yango Pro, Edge, Xrecorder, PowerDirector સહીતની અનેક એપ્સ તમારા ખાનગી ડેટાની ચોરી કરી રહી છે. એન્ડ્રોઈડ ફોનમાં Play Core Libraryમાં રહેલી ખામીને કારણે, કેટલીક એપ્સ દ્વારા ડેટા ચોરી કરવાનું શક્ય બન્યુ છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

રિસર્ચ કરનાર ખાનગી સંસ્થાએ જાહેર કર્યું છે કે, ગુગલ દ્વારા આ વર્ષના એપ્રિલ મહિનામાં Play Core Libraryમાં રહેલી ખામીને દુર કરી છે. પરંતુ ખતરાથી બચવા માટે એપ ડેવલપર્સે, નવી પ્લે કોર લાયબ્રેરી ઈન્સ્ટોલ કરવી પડે. આમ છતા ખાનગી રીસર્ચ સંસ્થાએ અગાઉ જણાવેલ એપ્સે હજુ સુધી નવી પ્લે કોર લાયબ્રેરી ઈન્સ્ટોલ કરી નથી. અત્યાર સુધી વાઈબર (Viber) અને બુકિગ્સ (Bookings) પણ જૂના પ્લે કોર લાયબ્રેરીમાં હતુ. જે હવે નવા પ્લે કોર લાયબ્રેરી ઉપર છે.

કેવી રીતે થાય છે ડેટા ચોરી હાલ પ્લે કોર લાયબ્રેરીના જૂના વર્જન ઉપર રહેલ વિવિધ એપ્સમાં CVE-2020-8913 પ્રકારની ખામીનું જોખમ મંડરાયેલુ રહે છે. આ એપ્સમાં રહેલી ખામીને કારણે, ઓનલાઈન ઠગાઈ કરનારા ઠગ એપ્સમાં કોડ નાખી દે છે. જેના કારણે જે તે એપ્સના રીસોર્સ સુધી પહોચવા માટે ઠગ દ્વારા નાખેલા કોડ, ત્યા સુધી પહોચે છે જેના દ્વારા સંવેદનશીલ ડેટાની આસાનાથી ચોરી કરવામાં આવે છે..

ખાસ કરીને Play Core Libraryમાં રહેલી ખામીને કારણે, મોબાઈલ વાપરનારાઓના લોગીનની વિગતો. વિવિધ પાસવર્ડ, નાણાકીય વિગતો વગેરેની ચોરી થવાનો ખતરો રહે છે. ગુગલે પણ આ પ્રકારના બગને 10માંથી 8.8 રેટીગ આપ્યુ છે. પ્લે કોર લાયબ્રેરીની ખામી ગુગલે સુધાર્યાને છ મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતા, એપ ડેવલપર્સ દ્વારા હજુ પણ તેમની એપ્સ નવા પ્લે કોર લાયબ્રેરીમાં અપડેટ નથી કર્યા. આમ એપ્સ બનાવનારની બેદરકારીને કારણે અનેક એન્ડ્રોઈડ ફોનના વપરાશકર્તાઓના મોબાઈલમાં રહેલા પર્સનલ ડેટાની ચોરી થવાની સંભાવના વધી ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">