સુરતના RTO વિભાગને 1ફેબ્રુઆરીથી તમારી લાપરવાહીના કારણે દરરોજ થશે કરોડોની કમાણી, વાંચો કેમ
વખતોવખત ટકોર કરવા છતાં HSRP નંબર પ્લેટ ફીટ નહીં કરાવનાર વાહનચાલકોએ હવે પહેલી ફેબ્રુઆરીથી દંડ ફરવા તૈયાર રહેવુ પડશે. રાજ્ય વાહન વ્યવહાર નિગમે નવેમ્બર 2012થી નવી ગાડીઓમાં ફરજિયાત નવી નંબર પ્લેટ લગાવવાનું નક્કી કર્યુ હતુ. જે બાદ ક્રમશ: જૂની ગાડીઓમાં પણ નવી નંબર પ્લેટ લગાવવાનું ફરમાન કરવામાં આવ્યુ. પરંતુ વાહનચાલકોની બેફિકરાઈ અને આળસને કારણે હજુ પણ સુરતમાં 10 […]
વખતોવખત ટકોર કરવા છતાં HSRP નંબર પ્લેટ ફીટ નહીં કરાવનાર વાહનચાલકોએ હવે પહેલી ફેબ્રુઆરીથી દંડ ફરવા તૈયાર રહેવુ પડશે. રાજ્ય વાહન વ્યવહાર નિગમે નવેમ્બર 2012થી નવી ગાડીઓમાં ફરજિયાત નવી નંબર પ્લેટ લગાવવાનું નક્કી કર્યુ હતુ. જે બાદ ક્રમશ: જૂની ગાડીઓમાં પણ નવી નંબર પ્લેટ લગાવવાનું ફરમાન કરવામાં આવ્યુ. પરંતુ વાહનચાલકોની બેફિકરાઈ અને આળસને કારણે હજુ પણ સુરતમાં 10 લાખ જેટલા વાહનોમાં નવી નંબર પ્લેટ લગાવવાની બાકી છે. ત્યારે જો પહેલી ફેબ્રુઆરીથી ટુ વ્હીલ વાહનચાલકો પાસેથી 100 રૂપિયા, થ્રી વ્હીલરના 200 અને ફોર વ્હીલરના 400 રૂપિયા દંડ વસલૂવામાં આવશે.
નોંધનીય છે કે અત્યારસુધી પોલીસ અને આરટીઓ વાહનચાલકોને લાયસન્સ, હેલ્મેટ, પીયુસી, ઇન્સ્યોરન્સ જેવી બાબતે નિયમોનો ભંગ કરવા બદલ દંડ કરવામાં આવતો હતો ત્યારે હવે પહેલી ફેબ્રુઆરીથી જો વાહનમાં જૂની નંબર પ્લેટ લગાવેલી માલુમ પડશે તો પણ આરટીઓ અધિકારી અને પોલીસ તેનો દંડ ઉઘરાવશે.
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]