ઈડરમાં દલિત સગીર કિશોરીને ભગાડી જવા મામલે એક માસથી કાર્યવાહી ન થતાં દલિત સમાજે રેલી કાઢીને રોષ ઠાલવ્યો

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાની દલીત સગીર કિશોરીને  લાલચ આપીને ભગાડી જવાના મામલે ઇડર શહેરમાં જનઆક્રોશ રેલી દલીત સમાજ દ્રારા યોજવામા આવી હતી. પોલીસ દ્રારા કોઇ નક્કર પગલા નહી લેવાતા હોવાના આક્ષેપ સાથે રેલી યોજીને કિશોરીને પરત શોધી લાવવાની માંગ કરી હતી. ઇડર તાલુકા વિસ્તારની છેલ્લા એક માસ ઉપરાંતથી સગીર કિશોરી ગુમ થઇ છે અને આ માટે […]

ઈડરમાં દલિત સગીર કિશોરીને ભગાડી જવા મામલે એક માસથી કાર્યવાહી ન થતાં દલિત સમાજે રેલી કાઢીને રોષ ઠાલવ્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 20, 2019 | 5:37 PM

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાની દલીત સગીર કિશોરીને  લાલચ આપીને ભગાડી જવાના મામલે ઇડર શહેરમાં જનઆક્રોશ રેલી દલીત સમાજ દ્રારા યોજવામા આવી હતી. પોલીસ દ્રારા કોઇ નક્કર પગલા નહી લેવાતા હોવાના આક્ષેપ સાથે રેલી યોજીને કિશોરીને પરત શોધી લાવવાની માંગ કરી હતી.

ઇડર તાલુકા વિસ્તારની છેલ્લા એક માસ ઉપરાંતથી સગીર કિશોરી ગુમ થઇ છે અને આ માટે થઇને ઇડર પોલીસ ઉપરાંત સાબરકાંઠા પોલીસને પણ અનેક વાર રજુઆતો દલીત સમાજ અને કિશોરીના પરીવાર દ્રારા કરવા છતાં પણ તેના કોઇ જ સગડ પોલીસ મેળવી નહી શકતાં કે નક્કર પગલાં નહી દાખવવાને લઇને પોલીસ સામે આજે રોષ દાખવ્યો હતો. જે માટે થઇને દલીત સમાજના આગેવાનો અને લોકોએ ભેગા મળીને ઇડર શહેરમાં જન આક્રોશ રેલી યોજી હતી. રેલી યોજીને દલીત સમાજ દ્રારા સગીરાના પરિવારને ન્યાય ન મળતા પોલીસ અને પ્રશાશનને 24કલાકનું અલ્ટીમેટમ અપાયું છે.  આ બાબતે નક્કર પગલા ભરી સંતોષજનક પરિણામ આપવામાં આવે. રેલી યોજી પોલીસ સામે આક્ષેપો યોજી સાબરકાંઠા પોલીસ અધીક્ષક અને ધારાસભ્ય  વિરોધી નારા લગાવ્યા હતા અને જેને લઇને પોલીસ પણ જાણે કે એકાએક સફાળી થઇ ઉઠી હતી અને દલીત આગેવાનોને બેઠક યોજી કાર્યવાહી કરવા માટેની સાંત્વન પાઠવવામા આવી હતી. 

સાબરકાંઠા જીલ્લાના અને ઇડરના દલીત આગેવાન રામભાઇ સોલંકીના મુજબ ગુરુવારે જિલ્લા પોલીસ અધીક્ષક ચૈતન્ય મંડલીકે દલીત સમાજના આગેવાનો સાથે બેઠક યોજવા માટે કચેરીએ આવવા માટે જણાવ્યુ છે.  જે પ્રમાણે હિંમતનગર સ્થિત જિલ્લા પોલીસ અધીક્ષકના કાર્યાલય ખાતે એસસી એસટી સેલના નાયબ પોલીસ અધીક્ષક અને એસપી સાથે બેઠક યોજવામાં આવશે.

જેમાં પોલીસે સગીરાના ગુમ થયા અંગે અને તે માટે અપેક્ષિત આરોપી સામે પોસ્કો સહીતની કલમો પોલીસે કેમ નથી લગાવી તે બાબતે પણ રજુઆત કરવામાં આવશે. સમાજની દીકરીને પાછી લાવવા માટે અને તેના પરીવારને યોગ્ય સંતોષકારક ન્યાય આપવા અંગે પણ રજુઆત કરાશે. યોગ્ય સંતોષજનક કાર્યવાહી નહી કરાય તો ઉગ્રતા ભર્યા કાર્યક્રમ પણ યોજીવાની વાત પણ કરવામાં આવી હતી.  [yop_poll id=1642]

હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ જશે અંબાણીના MIની કેપ્ટન્સી !
સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે કિંજલ દવે સ્ટેજ પર રડી પડ્યા, જુઓ Video
ગમે તેવી ઉધરસ હોય માત્ર એક દિવસમાં ગાયબ, જાણો કઈ રીતે
Liver Detox Tips : લિવર સાફ કરવા માટે મળી ગયો ગજબનો ઘરેલુ ઉપાય, જુઓ Video
Chilli : લાલ મરચું કે લીલું મરચું, ભોજનમાં શું ઉમેરવું વધુ સારું છે?
બોલિવુડની હોટ અભિનેત્રી નાની બનતા ઝુમી ઉઠી, જુઓ ફોટો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">