કાશ્મીરમાં કંઈક થવાનું છે? ગૃહ પ્રધાન અમિત શાહ અને NSA અજીત ડોભાલ વચ્ચે હાઈલેવલ મિટિંગ

કાશ્મીરમાં અમરનાથ યાત્રાને રોકી દીધા અને 10 હજારથી વધુ અન્ય જવાનોને તેનાત કર્યા પછીથી માહોલમાં ગરમાવો આવી ગયો છે. તો હવે ગૃહ સચિવ, NSA અજીત ડોભાલની સાથે અમિત શાહની હાઈલેવલ મિટિંગ જમ્મુ કાશ્મીરના મુદ્દે સંસદમાં થઈ રહી છે. આ હાઈ લેવલની મિટિંગની અધ્યક્ષતા શાહ કરી રહ્યા છે. અમિત શાહ સિનિયર સુરક્ષા અધિકારીઓ સાથે મુલાકાત કરી […]

કાશ્મીરમાં કંઈક થવાનું છે? ગૃહ પ્રધાન અમિત શાહ અને NSA અજીત ડોભાલ વચ્ચે હાઈલેવલ મિટિંગ
Follow Us:
| Updated on: Aug 04, 2019 | 7:27 AM

કાશ્મીરમાં અમરનાથ યાત્રાને રોકી દીધા અને 10 હજારથી વધુ અન્ય જવાનોને તેનાત કર્યા પછીથી માહોલમાં ગરમાવો આવી ગયો છે. તો હવે ગૃહ સચિવ, NSA અજીત ડોભાલની સાથે અમિત શાહની હાઈલેવલ મિટિંગ જમ્મુ કાશ્મીરના મુદ્દે સંસદમાં થઈ રહી છે. આ હાઈ લેવલની મિટિંગની અધ્યક્ષતા શાહ કરી રહ્યા છે. અમિત શાહ સિનિયર સુરક્ષા અધિકારીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. આ બેઠક જમ્મુ કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિના મુદ્દે હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ VIDEO: ગુજરાતના જાણીતા કટાર લેખક કાંતિ ભટ્ટનું 88 વર્ષે નિધન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ભાજપ અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહ સંસદ સત્ર પછી ત્રણ દિવસ માટે કાશ્મીરના પ્રવાસે જવાના છે. અમિત શાહ વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે કાશ્મીરમાં ભાજપના કાર્યક્રમમાં હાજર રહેશે. કાશ્મીર ઘાટીમાં અમિત શાહ તમામ જિલ્લા કાર્યકરો સાથે બેઠક કરશે. તો સાથે નવા સદસ્યોને ભાજપમાં જોડવાની કામગીરી પણ આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કાશ્મીર પછી ચૂંટણીની તૈયારીઓને લઈ અમિત શાહ 2 દિવસ માટે જમ્મુની મુલાકાતે પણ જવાના છે. જ્યાં બૂથ ઈનચાર્જની બેઠકોમાં સંબોધન કરશે. સૂત્રોની માહિતી મુજબ ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ કાશ્મીરમાં વધુને વધુ બેઠક જીતવાના પ્રયાસમાં છે. વિધાનસભા ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ પોતાની સતર્કતા પર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તો બીજી તરફ સંસદનું સત્ર 7 ઓગસ્ટ સુધી વધારી દેવાયું છે. સંસદીય મામલાઓની કેબિનેટ સમિતિએ 7 ઓગસ્ટ સુધી સત્રને લંબાવવાનો નિર્ણય કર્યો છે. ત્રણ તલાક સહિતના બિલને સદનમાં પાસ કરાવવાના હેતુથી સંસદનું સત્ર વધારવાનો નિર્ણય કર્યો હતો. સામાન્ય રીતા 26 જુલાઈ સુધીમાં આ સત્ર પૂરુ થઈ જવાનું હતું.

[yop_poll id=”1″]

કાશ્મીરમાં એક સાથે મોટી સંખ્યામાં જવાનોને તૈનાત કરી દેવાતા સ્થાનિક પાર્ટીઓની નિંદર ઉડી ગઈ છે. કાશ્મીરમાં અલગાવવાદી નેતાઓ સહિત તમામ લોકોને કંઈ મોટું થવાની આશંકા છે. જેને લઈને મહબૂબા મુફતીએ રાત્રીના સમયે જ રાજ્યપાલ મલિક સાથે મુલાકાત કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">