નાગરિકતા સંશોધન બિલને લઈ ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, મુસ્લિમ સમુદાય ચિંતા ન કરે, કોઈ ડરાવે તો ડરશો નહીં આ નરેન્દ્ર મોદી સરકાર છે

રાજ્યસભામાં ગૃહપ્રધાન અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ રજૂ કરતા કહ્યું કે ઘણા લોકો દ્વારા ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે કે આ બિલ મુસ્લિમ સમુદાયની વિરૂદ્ધમાં છે. આ દેશના મુસ્લિમ સમુદાય માટે બિલમાં કોઈ ચર્ચા કે ચિંતાનો ઉલ્લેખ નથી, પછી તે કોની ચિંતા કરી રહ્યા છે? Home Minister Amit Shah in Rajya Sabha: No Muslim in […]

નાગરિકતા સંશોધન બિલને લઈ ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, મુસ્લિમ સમુદાય ચિંતા ન કરે, કોઈ ડરાવે તો ડરશો નહીં આ નરેન્દ્ર મોદી સરકાર છે
Follow Us:
| Updated on: Dec 11, 2019 | 8:27 AM

રાજ્યસભામાં ગૃહપ્રધાન અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ રજૂ કરતા કહ્યું કે ઘણા લોકો દ્વારા ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે કે આ બિલ મુસ્લિમ સમુદાયની વિરૂદ્ધમાં છે. આ દેશના મુસ્લિમ સમુદાય માટે બિલમાં કોઈ ચર્ચા કે ચિંતાનો ઉલ્લેખ નથી, પછી તે કોની ચિંતા કરી રહ્યા છે?

ગૃહપ્રધાને કહ્યું કે આ બિલમાં અમે 3 પાડોશી દેશોના ધાર્મિક અલ્પસંખ્યકોને સંરક્ષણ આપીને તેમને નાગરિક બનાવવાની પ્રક્રિયાનું સંશોધન લઈને આવ્યા છે. સાથે જ અમે પૂર્વોત્તરના રાજ્યોના અધિકારોની સુરક્ષાની જોગવાઈઓ પણ લાવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે આ દેશના મુસ્લિમ સમુદાય નાગરિક છે અને રહેશે, કોઈ ચિંતાનો વિષય નથી. જે લોકો આવ્યા છે તેમને જીવવાનો હક્ક મળવો જોઈએ કે નહીં? લઘુમતી અને મુસ્લિમ સમુદાય ચિંતા ન કરે, કોઈ ડરાવે તો ડરશો નહીં આ નરેન્દ્ર મોદી સરકાર છે. વધુમાં ગૃહપ્રધાને કહ્યું કે જે લોકો કહી રહ્યા છે કે અમે વોટ બેન્કની રાજનીતિ કરી રહ્યા છીએ, હું તે બધા સાથીઓને કહેવા માગુ છે કે અમે ચૂંટણી પહેલા જ આ ઈરાદો દેશની સામે રાખ્યો હતો, જેને દેશની જનતાએ સમર્થન આપ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે આજે હું એક ઐતિહાસિક બિલ લઈને ગૃહમાં ઉપસ્થિત થયો છું. આ બિલની જોગવાઈમાં લાખો કરોડો લોકો જે નર્કની યાતનાનું જીવન જીવી રહ્યા છે, તેમને નવી આશા બતાવવાનું આ બિલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">