VIDEO: ગુજરાતના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં 17 કલાક 40 મિનિટ સુધી ચર્ચા કરી ઈતિહાસ રચી દીધો

ગુજરાતના ધારાસભ્યોએ સૌથી લાંબી ચર્ચાનો રેકોર્ડ સર્જ્યો છે. વાત માનવામાં ન આવે પણ હકીકત છે. જે ભાજપ-કૉંગ્રેસના ધારાસભ્યો એકબીજા પર આક્ષેપો કરવામાંથી ઉંચા નથી આવતા તે પ્રજાના કામ માટે આખી રાત જાગે તેની કલ્પના પણ કોઈએ ભાગ્યે જ કરી હશે. પરંતુ ગત રાત્રીએ આ ઐતિહાસિક ઘટના ઘટી ગઈ. રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર વિધાનસભા ગૃહ મધરાત્રી બાદ […]

VIDEO: ગુજરાતના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં 17 કલાક 40 મિનિટ સુધી ચર્ચા કરી ઈતિહાસ રચી દીધો
Follow Us:
| Updated on: Jul 27, 2019 | 4:04 AM

ગુજરાતના ધારાસભ્યોએ સૌથી લાંબી ચર્ચાનો રેકોર્ડ સર્જ્યો છે. વાત માનવામાં ન આવે પણ હકીકત છે. જે ભાજપ-કૉંગ્રેસના ધારાસભ્યો એકબીજા પર આક્ષેપો કરવામાંથી ઉંચા નથી આવતા તે પ્રજાના કામ માટે આખી રાત જાગે તેની કલ્પના પણ કોઈએ ભાગ્યે જ કરી હશે.

પરંતુ ગત રાત્રીએ આ ઐતિહાસિક ઘટના ઘટી ગઈ. રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર વિધાનસભા ગૃહ મધરાત્રી બાદ પણ ચાલુ રહ્યું હતું. જેમાં કુલ 9 વિધેયકો પસાર કરવામાં આવ્યા. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની આગેવાનીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ બન્યા છે. સવારે 10 વાગ્યાથી આરંભાયેલું ગૃહ રાત્રે સાડા ત્રણ વાગ્યા સુધી ચાલ્યું હતું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અગાઉ ૬ જાન્યુઆરી ૧૯૯૩ના રોજ ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી સતત ૧૨ કલાક ૦૮ મિનિટ સુધી ચાલી હતી. તે સમયે ગૃહની કાર્યવાહી બપોરે ૧૨.૦૦ કલાકે શરૂ થઈ હતી જે રાત્રિના ૧૨.૦૮ સુધી ચાલી હતી. આજે અંકિત થયેલા આ ઐતિહાસિક રેકોર્ડ અનુસાર તારીખ ૨૬ જુલાઈ, ૨૦૧૯ શુક્રવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકથી ગૃહ શરૂ થયું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

14મી વિધાનસભાના ચોથા સત્રના છેલ્લા દિવસની બેઠકનું કામકાજ 17 કલાક અને 40 મિનિટ સુધી ચાલ્યું હતું. આ રેકોર્ડને તમામ ધારાસભ્યોએ ગૃહમાં પાટલી થપથપાવી બિરદાવ્યો અને જે વિપક્ષ દરરોજ સરકાર પર ગંભીર આક્ષેપ કરે છે, તે વિપક્ષના ધારાસભ્યોએ ગૃહની કાર્યવાહીને બિરદાવી અને નિષ્પક્ષ કામ કર્યું હોવાનો દાવો કર્યો.

[yop_poll id=”1″]

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોને આજે આકસ્મિક ધનલાભ થઈ શકે છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">