હિંમતનગર: કોરોના પોઝિટીવ ગર્ભવતિ મહિલાએ જોડિયા બાળકોને આપ્યો જન્મ

  • Publish Date - 6:24 pm, Sun, 4 October 20 Edited By: Kunjan Shukal
હિંમતનગર: કોરોના પોઝિટીવ ગર્ભવતિ મહિલાએ જોડિયા બાળકોને આપ્યો જન્મ


સાબરકાંઠા જિલ્લામાં એક તરફ કોરોનાની મહામારી વધતી જઈ રહી છે તો બીજી તરફ હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં તબીબોની મહેનતે એક દંપતિના પરીવારને ખુશખુશાલ કરી દીધુ હતુ. હિંમતનગર શહેરમાં જ રહેતી મૈત્રી જોષીયારા નામની ગર્ભવતી મહિલાને તેને બાળકના જન્મ આપવાના છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા અને એ દરમ્યાન જ તે કોરોના પોઝિટીવ જણાઈ હતી. પરંતુ તબીબોની દેખરેખ હેઠળ તેણે જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. આમ સિવિલના તબીબોએ કોરોના પોઝિટીવ હોવા છતાં મહિલાના જીવનમાં ખુશીઓથી તેનો ખોળો ભરી દીધો છે. ગર્ભવતી મહિલાની તમામ ચિંતાઓને દુર કરીને સિવિલના તબીબોએ ઉદાહરણીયરુપ કાળજી અને હુંફ દાખવીને મહિલાને બાળકોને જન્મ આપવા માટે માનસિક રીતે પણ તૈયાર રાખી હતી. તબીબોએ મહિલાને બે જોડીયા બાળકોને જન્મ અપાપ્યો હતો. હિંમતનગરની જીએમઈઆરએસ સરકારી સિવિલ હોસ્પિટલના તબીબો અને પ્રાધ્યપકોએ પડકારજનક કોરોના દર્દીની સારવાર શરુ કરી હતી.

 Himatnagar: Corona positive garbhvati mahila e jodia balako ne aapyo janm

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તે સારવાર પણ તબીબો માટે કસોટી રુપ સાબિત થઈ રહી હતી કારણ કે, ગર્ભવતી મહીલાના ગર્ભમાં એક નહીં પણ બે બાળકો ઉછરી રહ્યા હતાં. આમ સિવિલના તબીબ મનિષા પંચાલ અને મેડીકલ કોલેજના પ્રાધ્યાપકોએ તેની સવિશેષ કાળજી લેવાની શરુ કરી હતી. કોરોના પોઝિટીવ હોવાના ડરને તબીબોએ મહિલાના મન પરથી દુર કરવા માટે સફળ પ્રયાસ કર્યો હતો. આ માટે મહિલા તબીબોની ટીમ તેને હુંફ આપવાની અને કાળજી રાખવાની શરુ કરી હતી. તેઓએ કોરોના અંગેનો ડર દુર કરવા સાથે મેડીકલ કોલેજના પ્રાધ્યપક અને સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સતત તેની સારવાર માટેની કાળજી લેવી શરુ કરવામાં આવી હતી અને તેને કોરોનાની અસરથી મુક્ત કરવા માટે સારવારનો પ્રયાસ કરવામાં આવતો હતો. મહિલાએ કોરોનાની સારવાર દરમ્યાન પ્રસવપીડા ઉપડતા બે બાળકોને જન્મ આપ્યો હતો. ડૉ. મેઘવાની પરમાર દ્વારા પ્રસુતિ કરાવાઈ હતી. બંને બાળકો અને માતા સ્વસ્થ હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Himatnagar: Corona positive garbhvati mahila e jodia balako ne aapyo janm

બંને તંદુરસ્ત બાળકોને જન્મ આપ્યા બાદ માતા અને બાળકોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ અંગે સિવિલના રેસીન્ડેશીયલ મેડીકલ ઓફીસર ડૉ. એનએમ શાહે વાત કરતા કહ્યુ હતુ કે, આ એક પડકાર હતો. મહિલા દર્દી અને તબીબો બંને માટે માનસિક તૈયારી રાખવાની કસોટી રુપ આ ડીલીવરી અને સારવાર હતી. તબીબોએ કોરોના અંગેની સારવાર સાથે બંને બાળકો અને માતાને સ્વસ્થ રાખવાની જવાબદારી નિભાવવાનો સફળ પ્રયાસ કર્યો છે. બાળકો કોરોના જોખમથી દુર છે અને માતા પણ હાલ સ્વસ્થ છે. હવે તેમને રજા આપી દેવાઈ છે. આમ એક તરફ કોરોનાના વધતા કહેરથી લોકોને અન્ય શારિરીક નબળાઈઓની ચિંતા સતાવતી હોય છે અને માસિક રીતે પરેશાન કરતી હોય છે. ત્યારે આ ગર્ભવતી મહિલા અને તેની સારવારને લઈને કોરોના પોઝિટીવ દર્દીઓ માટે એક સકારાત્મક ઉદાહરણ પુરુ પાડ્યુ છે કે કોરોનાને મહાત કરી શકાય છે. બસએ માટે માનસિક રીતે તૈયાર રહેવુ જરુરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati